ઘેટાંના લોહીમાંથી બનાવેલી એન્ટીબોડી કોરોના સામે 1000 ગણી વધુ અસરદાર, નવા વેરિએન્ટ સામે આપી શકે છે રક્ષણ

પ્રતીકાત્મક તસવીર

જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટયૂટ (MPI) ફોર બાયોલોજીકલ કેમેસ્ટ્રીના સંશોધકોએ અભ્યાસમાં આ નવા એન્ટીબોડી અંગે જાણકારી આપી હતી.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં રસીકરણ અસરકારક ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત સહિત અનેક દેશો રસીકરણ (Covid-19 Vaccination) અભિયાન ચલાવી રહ્યા છે અને નવી રસીની શોધ પણ કરી રહ્યા છે. ત્યારે જર્મનીને અગાઉ વિકસિત કરાયેલી એન્ટીબોડીની સરખામણીએ 1000 ગણી વધુ અસરકારક એન્ટીબોડીની શોધ કરવામાં સફળતા મળી છે. આ એન્ટીબોડી (Antibody) ઘેટાંના લોહીમાંથી બનાવવામાં આવી છે. જે કોવિડ-19 માટે જવાબદાર કોરોના વાયરસ (સાર્સ કોવ 2) અને તેના જોખમી વેરિએન્ટને અસરકારક રીતે નિષ્ક્રિય કરી શકે છે.

જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટયૂટ (MPI) ફોર બાયોલોજીકલ કેમેસ્ટ્રીના સંશોધકોએ અભ્યાસમાં આ નવા એન્ટીબોડી અંગે જાણકારી આપી હતી. આ અભ્યાસમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર જિયોટીંગ્તન (UMG)ના વિજ્ઞાનિકોએ પણ ભાગ લીધો હતો. આ અભ્યાસ એમ્બો પત્રિકામાં પ્રકાશિત થયો છે. અભ્યાસમાં જણાવાયું છે કે, આ સૂક્ષ્મ એન્ટીબોડી છે. જે પહેલા વિકસિત કરાયેલા એન્ટીબોડીની સરખામણીએ કોરોના વાયરસ (COVID-19)ને 1000 ગણા વધુ નિષ્ક્રિય કરી શકે છે.

સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ એન્ટીબોડીને ક્લિનિકલ ટ્રાયલમાં લઈ જવાની તૈયારી ચાલી રહી છે. આ એન્ટીબોડીનું ઉત્પાદન સસ્તા દરે થઈ શકે છે. જેના કારણે કોવિડ 19ની સારવાર માટે વૈશ્વિક માંગ સંતોષી શકાય છે.

Explained: વિશ્વમાં કોવિડ પાસપોર્ટ કઈ રીતે કામ કરે છે? કયા દેશે કઈ પદ્ધતિ અપનાવી?

MPIમાં બાયોલોજીકલ કેમેસ્ટ્રીના ડિરેક્ટર ડિર્ક ગોરલીકે કહ્યું હતું કે, પ્રથમ વખત એન્ટીબોડી SARS-CoV-2 અને તેના વેરિયન્ટ સામે વધુ સ્થિરતા અને અસરકારક રીતે કામ કરે છે. આ વેરિએન્ટમાં આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગામાનો સમાવેશ થાય છે. આ સૂક્ષ્મ એન્ટીબોડીને નેનોબોડી પણ કહેવામાં આવે છે. અત્યારે તેને ક્લિનિકલ ટ્રાયલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.

1000 ગણી વધુ અસરકારક

આ અભ્યાસને EMBO જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જણાવાયું છે કે, નેનોબોડી અગાઉ વિકસિત કરાયેલી એન્ટીબોડીથી 1000 ગણી વધુ સારી છે.

Photos: આજે હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દર્શનનો અંતિમ દિવસ, રવિવારે લીમડાવનમાં થશે અંત્યેષ્ટિ

એન્ટીબોડી એટલે શું?

વાયરસથી લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ જે તત્વ બનાવે તેને એન્ટીબોડી કહેવાય છે. સંક્રમણ લાગ્યા બાદ એન્ટીબોડી બનતા એકાદ અઠવાડિયાનો સમય લાગે છે. જેથી પહેલા એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે તો સાચી જાણકારી મળતી નથી. એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબુલિન એમ (IGM) અને ઇમ્યુનોગ્લોબુલિન જી (IGG) એમ બે પ્રકારની હોય છે.એન્ટીબોડીની જાણ કેવી રીતે થાય છે?

કોરોનાની તપાસ માટે એન્ટિબોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે. આ ટેસ્ટ માટે લોહીનું સેમ્પલ લેવાય છે. જેને સિરોલોજીકલ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના પરિણામો RT-PCRની સરખામણીએ વધુ ઝડપી આવે છે અને તે ઓછો ખર્ચાળ છે. આ ટેસ્ટ કરવા રૂ. 500નો ચાર્જ લેવાય છે.
First published: