દુનિયાની સૌથી Super hit માનવામાં આવતી ફાઈઝર વેક્સીન વિશેની તમામ માહિતી, શું ભારતમાં આવશે?

ફાઈઝર વેક્સીન

કઈ કંપનીએ ફાઈઝરની વેક્સીન બનાવી? કેટલી વયના લોકોને આ વેક્સીન આપી શકાય? ફાઈઝરની વેક્સીનથી આડઅસર થાય છે?

  • Share this:
ન્યુ દિલ્હી : કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે સૌથી વધુ પ્રભાવી વેક્સીન કઈ છે? ફાઈઝરની વેક્સીનને સૌથી વધુ પ્રભાવી માનવામાં આવી રહી છે. આ વેક્સીન mRNA ટેકનિક પર કામ કરે છે, જેના બે ડોઝ આપવા પર તેની એફિકેસી 95% છે.

ફાઈઝર વેક્સીન કેવી રીતે કામ કરે છે?

આ વેક્સીન લોકોના શરીરમાં mRNA નાખે છે. આ એક જેનેટિક મટીરિયલ છે, જેથી શરીરની કોશિકાઓ વાયરસને ઓળખી લે છે. જે વાયરસ સામે શરીરને એન્ટીબોડી કેવી રીતે બનાવવી તે શીખવે છે. જો વાયરસ શરીર પર હુમલો કરે છે, તો તેને ઓળખીને તેની ઈમ્યુન સિસ્ટમ સક્રિય થઈ જાય છે.

કેટલી વયના લોકોને આ વેક્સીન આપી શકાય?

આ એકમાત્ર વેક્સીન છે કે 16 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિને આપવામાં આવે છે. ભારતે બનાવેલ વેક્સીન 18 વર્ષથી ઉપરની વ્યક્તિને આપવામાં આવે છે. જેથી કહી શકાય કે ફાઈઝરની વેક્સીન મોટાભાગની આબાદી પર કામ કરી શકે છે.

ફાઈઝર વેક્સીનની એફિકસી

આ વેક્સીન પર અનેક સ્ટડી કરવામાં આવી છે, દરેકના પરિણામ એક જોવા મળ્યા છે. statnews.comની સ્ટડી અનુસાર ફાઈઝરની એફિકસી સૌથી વધુ 95% છે, જ્યારે મૉડર્નાની અસર 94.1% માનવામાં આવે છે.

આ પણ વાંચોCoronaની બીજી લહેર ખતરનાક: ઘરમાં આ પાંચ છોડ ઓક્સીજનનું સ્તર યોગ્ય રાખે છે

ફાઈઝરની વેક્સીનથી આડઅસર થાય છે?

ક્લિનિકલ ટ્રાયલ દરમ્યાન આ વેક્સીનની આડઅસર જોવા મળી. માથાનો દુખાવો, વેક્સીનની જગ્યા પર દુખાવો, લાલાશ અને સોજો આવ્યો હતો. લગભગ 3.8% લોકોએ વેક્સીન લીધા બાદ થાક લાગવાની ફરિયાદ કરી હતી. મૉડર્ના લેવા પર 9.7% લોકોએ થાકની ફરિયાદ કરી હતી. ફાઈઝરની વેક્સીન ટૂંકા ગાળાની અસરમાં પણ વધુ યોગ્ય જોવા મળી

કઈ કંપનીએ ફાઈઝરની વેક્સીન બનાવી?

આ એક અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્મા કંપની છે, જે દુનિયાની સૌથી મોટી ફાર્મા કંપનીઓમાંથી એક છે. વર્ષ 2020માં આ કંપનીને લગભગ 47.644 બિલિયન ડોલર સાથે Fortune 500ની યાદીમાં 64મું સ્થાન મળ્યું. જેનું મુખ્ય મથક મૈનહેટનમાં છે.

વિષાણુજન્ય બીમારીઓ સાથે શેના પર કામ કરે છે?

આ વેક્સીનના કામનું લિસ્ટ બહુ લાંબુ છે. જેમાં ઈમ્યુનોલોજીની સાથે કેન્સર, એંડોક્રાઈનોલૉજી અને તંત્રિકા વિજ્ઞાન પર પણ રિસર્ચ અને દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. માનસિક ઈલાજ માટે દવાઓ બનાવવા માટે પણ ધ્યાન આપવામાં આવે છે.

આ પણ વાંચો - Covid 19 Second Wave જીવલેણ : કોરોનાના મોટાભાગના દર્દીઓમાં દેખાઈ રહ્યા છે આ લક્ષણો - Doctors

ફાઈઝરનો ઈતિહાસ

વર્ષ 1849માં જર્મન અપ્રવાસી ચાર્લ્સ ફાઈઝ અને તેમના ભાઈ ચાર્લ્સ એફ અરહાર્ટે સંયુક્ત રીતે આ કંપનીની સ્થાપના કરી. તે સમયે તેની ઓફિસ ન્યૂયોર્કમાં હતી અને કંપની કેમિકલ બિઝનેસ કરી રહી હતી. એકાએક પૈરાસાઈટ્સ જેવી અમીબાને કારણે થતી બીમારીઓ જેમ કે પેટની સમસ્યા વિશે દવા બનાવવામાં સફળતા મળી. તે બાદ કેમિકલનું કામ છોડીને કંપનીએ બીમારીઓ પર રિસર્ચ કરવા લાગી અને દવા તથા વેક્સીન બનાવવા લાગી.

પહેલા વિશ્વ યુદ્ધ દરમ્યાન સંક્રામક બીમારીઓ બાદ કંપનીમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો. બીજા દેશો પાસેથી દવાઓ લેવાની જગ્યાએ દવા બનાવવા લાગી. તે બાદથી કંપની સતત આગળ વધી રહી છે.

શું ભારતમાં આવી રહી છે ફાઈઝરની વેક્સીન?

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝરે ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી. બૉન્ડ પર ભારત સરકારની મંજૂરી ન મળવાને કારણે જાન્યુઆરીમાં ફાઈઝરે તેની અરજી પાછી ખેંચી હતી. કંપનીએ વેક્સીનને કારણે જો કોઈ પણ પ્રકારની આડઅસર થાય તો કાયદાકીય કાર્યવાહી ન કરવાની માંગ કરી છે.

ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે વેક્સીન

ભારતમાં રસીકરણ માટે સ્વદેશી વેક્સીનની સાથે ફાઈઝર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. -70 ડિગ્રીના તાપમાન પર સ્ટોર કરવામાં આવતી વેક્સીન ભારતમાં કેવી રીતે સ્ટોર કરવામાં આવશે? ફાઈઝરે ફેક્ટશીટમાં દર્શાવ્યું છે કે આ વેક્સીન માટે તેઓ ખાસ પ્રકારના ડબ્બાનો ઉપયોગ કરી રહી છે. આ એક થર્મલ બોક્સ છે, જેનું તાપમાન કંટ્રોલ કરી શકાય છે, બોક્સમાં તાપમાન માપવા માટે ડિવાઈસ પણ છે, જેથી કોઈ ગરબડ ના થાય.
First published: