Home /News /explained /Covid-19 Vaccine: કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ બાળકોને થઇ શકે છે આવા સાઇડ ઈફેક્ટ્સ
Covid-19 Vaccine: કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ બાળકોને થઇ શકે છે આવા સાઇડ ઈફેક્ટ્સ
પ્રતીકાત્મક તસવીર
Corona vaccine for Teens: પહેલા ડોઝના 4 સપ્તાહ બાદ બાળકોને બીજો ડોઝ આપવામાં આવશે અને તેના પણ 4 સપ્તાહ બાદ ઇમ્યૂનિટી (Immunity) વિકસિત થશે અને ત્યાર બાદ પણ સંપૂર્ણ સુરક્ષા રાખવી ખાસ જરૂરી છે.
દેશભરમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકો (Vaccination in Children)ને 3 જાન્યુઆરી, 2022થી વેક્સિન આપવાની શરૂઆત થઇ ચૂકી છે. તમામ રાજ્યની સરકારે બાળકોમાં વેક્સિનેશન માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે. આંકડાઓ અનુસાર, પહેલા દિવસે 30 લાખ બાળકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી. મોટા લોકોની જેમ બાળકોમાં પણ કોરોના વેક્સિનના સાઇડ ઇફેક્ટ (Vaccine Side Effect in Children) થઇ શકે છે. જેનું વાલીઓએ ધ્યાન રાખવું જોઇએ.
પહેલા ડોઝના 4 સપ્તાહ બાદ બાળકોને બીજો ડોઝ આપવામાં આવશે અને તેના પણ 4 સપ્તાહ બાદ ઇમ્યૂનિટી (Immunity) વિકસિત થશે અને ત્યાર બાદ પણ સંપૂર્ણ સુરક્ષા રાખવી ખાસ જરૂરી છે.
બાળકોમાં રસીકરણ અંગે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ વેક્સિન પણ લગાવી રહ્યા છે. પરંતુ માતાપિતાએ વેક્સિન અપાવ્યા બાદ પણ બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે 18 અને 60થી વધુની ઉંમરના લોકોમાં વેક્સિનેશનના અમુક સંભવિત સાઇડ ઇફેક્ટ દેખાયા હતા, તો બાળકો પણ આવું થઇ શકે છે. બાળકોમાં આ પ્રમાણેના સાઇડ ઇફેક્ટ થઇ શકે છે, પરંતુ તેમાં ગભરાવું નહીં.
લાલ નિશાન અને દુખાવો
હાથ પર જ્યાં વેક્સિન લગાવી છે, ત્યાં બાળકોને લાલ નિશાન સાથે દુખાવો થઇ શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, લાલ નિશાન અને દુ:ખાવાને ઓછો કરવા રસીકરણવાળી જગ્યાએ એક ઠંડુ, નરમ કપડું રાખવું યોગ્ય રહેશે.
રસીકરણ બાદ બેભાન
કિશોરોમાં રસીકરણ બાદ બેભાન થવું સામાન્ય વાત છે. રસી લીધા બાદ 15 મિનિટ સુધી બેસવું બેભાન થવાથી બચાવે છે.
હળવો તાવ
ડોક્ટરો અનુસાર, રસીકરણ બાદ બાળકોને તાવ આવી શકે છે. 18 અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને હળવો તાવ આવવા પર ટેબ્લેટ લેવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ જો તમારા બાળકોને પણ તાવ આવ્યો છે, તો તેને ડોક્ટરોની સલાહ અથવા તેમણે આપેલી દવા જ આપવી.
વેક્સિન લગાવ્યા બાદ બાળકોને થાક અને શરીરમાં દુખાવાની ફરીયાદ આવી શકે છે. જો તમારા બાળકોમાં આવા લક્ષણો દેખાય તો સીડીસી અનુસાર, તેમને પુરતો આરામ કરવા દો અને તેમને લિક્વિડ પદાર્થનું સેવન વધારે કરાવો. લિક્વિડ પદાર્થમાં પેક્ડ અને તૈયાર લિક્વિડ પદાર્થો ન આપવા.
રસીકરણ બાદ અમુક બાળકોને ચક્કર આવી શકે છે. જોકે, તે રસીના સાઇડ ઇફેક્ટ નથી. જો બાળકો ખાલી પેટ વેક્સિન લે છે તો તેમને આ સમસ્યા થઇ શકે છે. તેથી માતાપિતાએ બાળકોને ખાલી પેટ વેક્સિન લગાવવા ન મોકલવા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર