corona third wave: કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોને બીજા ડોઝની જરૂર નથી, ICMRની સ્ટડીમાં થયો ખુલાસો

corona third wave: કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોને બીજા ડોઝની જરૂર નથી, ICMRની સ્ટડીમાં થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

corona third wave: અગાઉ સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં વેક્સિનનો એક ડોઝ પણ પૂરતી ઈમ્યુન પ્રતિક્રિયા કરવા સક્ષમ છે. આ બાબતથી દેશમાં રસીની તંગીની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના (coronavirus) સંક્રમણમાંથી સાજા થઇ ગયેલા લોકોને કોવિશિલ્ડનો બીજો ડોઝ (second dose of Covishield) લેવાની જરૂર પડશે નહીં. ICMR નોર્થ ઇસ્ટ અને અસમ મેડિકલ કોલેજના અધ્યયનમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સંશોધનમાં સામે આવ્યું છે કે, અગાઉ સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં વેક્સિનનો એક ડોઝ (vaccine first dose) પણ પૂરતી ઈમ્યુન પ્રતિક્રિયા કરવા સક્ષમ છે. આ બાબતથી દેશમાં રસીની તંગીની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

શું કહે છે અભ્યાસ?


ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ નિષ્ણાંતોએ 18 અને 75 વર્ષની મહિલાઓ અને પુરુષો પર અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન રસી લીધા પહેલા, પ્રથમ ડોઝ લીધાના 25થી 35 દિવસ બાદ અને બીજો ડોઝ લીધાના 25થી 35 દિવસ બાદ એમ IgG એન્ટીબોડીઝના ત્રણ તબક્કાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

જે દરમિયાન સંશોધકોને જાણવા મળ્યું કે, જે લોકો પહેલા સંક્રમિત થઈ ગયા હોય અને રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેમનામાં IgG એન્ટીબોડી ટાઈટ્રે વધુ પ્રમાણમાં હતા. આ અભ્યાસમાં કુલ 121 લોકો શામેલ હતા. lgGથી વ્યક્તિના ઈમ્યુન લેવલ અંગે જાણકારી મળે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

અભ્યાસના પરિણામો પરથી ફલિત થાય છે કે, સેરોપોઝિટીવીટીના કેસોમાં પ્રથમ ડોઝની સરખામણીએ બીજા ડોઝએ એન્ટિબોડી ટાઇટ્રેમાં કોઈ ખાસ વધારો થયો નથી. આ અધ્યયન દ્વારા નિષ્ણાતો જેઓને ચેપ લાગ્યો છે અને જેઓને ચેપ નથી લાગ્યો એવા લોકોમાં કોવિશિલ્ડની ઈમ્યુન પ્રતિક્રિયાની માહિતી એકત્રિત કરી રહ્યા હતા.

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

આ અહેવાલમાં ઇમ્યુનિટી વગરના લોકોને રસી આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે રસીની પ્રાથમિકતા નક્કી કરવાની પણ વાત કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ટ્રાયલમાં ઓછા લોકો શામેલ હોવા છતાં મુખ્ય પરિણામમાં અગાઉથી ઇમ્યુનિટી હોય તેવા લોકોમાં સમાન રૂપે ઉચ્ચ એન્ટીબોડી ટાઈટર્સ તૈયાર થાય છે તેવું સામે આવ્યું હતું.અહીં ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સવારે સાત વાગ્યા સુધીમાં દેશમાં 30.16 કરોડ લોકોને રસીના ડોઝ અપાયા હોવાનું સરકારી આંકડા કહે છે. જેમાં પહેલા ડોઝની સંખ્યા 24.82 જ્યારે બીજા ડોઝની સંખ્યા 5.34 લાખ કરોડ છે.
Published by:News18 Gujarati
First published:June 24, 2021, 22:12 IST