Home /News /explained /

Covid-19: સામાન્ય શરદી-ખાસી કેવી રીતે કરી શકે છે Coronaથી રક્ષણ

Covid-19: સામાન્ય શરદી-ખાસી કેવી રીતે કરી શકે છે Coronaથી રક્ષણ

કોરોના વાયરસ (Coronavirus)નો ઇલાજ શોધવા અંગેના એક સંશોધનમાં અનોખી બાબત સામે આવી છે કે સામાન્ય શરદી (Common Cold)ને કારણે ઉદ્ભવતી રોગપ્રતિકારક શક્તિ (Immunity System) કોવિડ-19 સંક્રમણ સામે લડવામાં થોડી મદદરૂપ થાય છે.

કોરોના વાયરસ (Coronavirus)નો ઇલાજ શોધવા અંગેના એક સંશોધનમાં અનોખી બાબત સામે આવી છે કે સામાન્ય શરદી (Common Cold)ને કારણે ઉદ્ભવતી રોગપ્રતિકારક શક્તિ (Immunity System) કોવિડ-19 સંક્રમણ સામે લડવામાં થોડી મદદરૂપ થાય છે.

  કોરોના વાયરસ (Corona)ના નવા પ્રકારો લોકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. કોરોનાના વઘતા જતા કેસ (corona cases) અને વઘતા જતા વેરિએન્ટ (corona new variant) લોકો માટે જાણે પડકાર બની રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ સંશોઘનોમાં લાગ્યા છે. ત્યારે કોરોના વાયરસ (coronavirus)ના ઈલાજ શોઘવા અંગેના ઘણા બઘા સંશોઘનોમાનાં એક સંશોધનમાં અનોખી બાબત સામે આવી છે.

  ડેલ્ટા (delta) અને ઓમિક્રોન (omicron)ના મિશ્રણની સાથે ફ્લૂ અને કોરોના બંને વાયરસનો એક સાથે હુમલો પણ સાંભળવામાં આવી રહ્યો છે. દરમિયાન, એક અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે સામાન્ય શરદી (Common Cold)માં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity)ની પ્રવૃત્તિ કોવિડ-19 સંક્રમણથી થોડું રક્ષણ પ્રદાન કરી રહી છે. સંશોધકોએ તેમના પરિણામોની પુષ્ટિ કરવા છતાં ચેતવણી આપી છે આ કહેવું યોગ્ય રહેશે નહીં કે તે કોવિડ-19નો સંપૂર્ણ ઇલાજ કરશે કે રસીની જરૂર નહિ પડે.

  ખાસ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ?
  નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલા નાના પાયે કરવામાં આવેલા આ અભ્યાસમાં એવા 52 લોકો સામેલ હતા જેમને તાજેતરમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતાં. અધ્યયનમાં બહાર આવ્યું છે કે જે લોકોએ સામાન્ય શરદીથી પીડાયા પછી ચોક્કસ પ્રકારના રોગપ્રતિકારક કોષોની યાદો વિકસાવી છે. જે તેઓને તેમને કોવિડ-19 સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

  આ પણ વાંચો: Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

  તેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી
  નિષ્ણાતો સ્પષ્ટ પણે કહે છે કે કોઈએ આવી સંરક્ષણ વ્યવસ્થા પર જ એકલા આધાર રાખવો જોઈએ નહીં અને આ સમય દરમિયાન રસીની ભૂમિકા ખૂબ મહત્વની છે અને તેની અવગણના કરી શકાતી નથી. તેમ છતાં નિષ્ણાતો માને છે કે તેમની તપાસ માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે કેવી રીતે લડે છે તે વિશે ઘણી માહિતી આપી શકે છે.

  બંને વાયરસનું સંક્રમણ
  કોરોના મહામારી એક પ્રકારના કોરોના વાયરસથી થાય છે અને કેટલીક શરદી બીજી રીતે કોરોના વાયરસના કારણે થાય છે. તેથી જ વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે શું આ વાયરસથી થતી રોગપ્રતિકારક શક્તિ અન્ય સંક્રમણ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચો: ઓછા જોખમવાળા Corona દર્દીઓના સંપર્કમાં આવતા લોકોએ પરીક્ષણ કરવાની જરૂર નથી: ICMR

  ટી-સેલની ભૂમિકા
  લંડનની ઇમ્પિરિયલ કોલેજની ટીમ એ સમજવાનો પ્રયાસ કરી રહી હતી કે કોવિડ-19 વાયરસ માત્ર થોડા લોકોને જ સંક્રમણ કેમ લગાડે છે, દરેકને કેમ નહીં. તેમણે પોતાનો અભ્યાસ ટી કોષો પર કેન્દ્રિત કર્યો, જે શરીરની રોગપ્રતિકારક શક્તિનો એક વિશેષ ભાગ છે. કેટલાક ટી કોષો એવા કોષોને મારવાનું કામ કરે છે, જે સામાન્ય શરદીના વાયરસ જેવા વિશિષ્ટ જોખમોથી સંક્રમિત થાયછે.

  અધ્યયનમાં શું જાણવા મળ્યું
  આ અભ્યાસના સમૂહમાં અડધા લોકોને અભ્યાસ કરતાં કરતાં 28 દિવસ દરમિયાન કોવિડ-19 થઈ ગયો. પરંતુ બાકીનાને સંક્રમણ લાગ્યું નહિ. એક તૃતીયાંશ જૂથ, જેમને કોવિડ-19 સંક્રમણ થયું ન હતું, તેમના લોહીમાં ખાસ મેમરી ટી કોશિકાઓનું સ્તર ઊંચું હતું. આ કોષો ત્યારે જન્મ્યા હશે જ્યારે તેમના શરીરને અન્ય પ્રકારના માનવ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હશે, જે સામાન્ય શરદી ખાસી જેવા સંક્રમણથી રચાય છે.

  આ પણ વાંચો: Explainer: કેમ વઘી રહ્યો છે વિશ્વભરમાં Psychologistsનો Trend

  સંશોધકોનું કહેવું છે કે તે એક નાનો અભ્યાસ જરુર છે, પરંતુ તે સમજવામાં મદદ કરશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે કેવી રીતે લડે છે અને ભવિષ્યમાં રસી બનાવવામાં મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટી કોશિકાઓ વાયરસના આંતરિક પ્રોટીનને લક્ષ્ય બનાવે છે જે વિવિધ વેરિએન્ટની સાથે વધુ બદલાતી નથી. તેથી જ રસીના મહત્વને ઓછુ સમજી શકાતું નથી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Corona New Variant, Coronavirus, Explained, Omicron variant

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन