કોરોનાનાં બૂસ્ટર ડોઝનો ફાયદો, ડેલ્ટાથી 3 દિવસ પહેલાં ઠીક થઇ જાય છે ઓમિક્રોનનાં દર્દીઓ: અભ્યાસ
કોરોનાનાં બૂસ્ટર ડોઝનો ફાયદો, ડેલ્ટાથી 3 દિવસ પહેલાં ઠીક થઇ જાય છે ઓમિક્રોનનાં દર્દીઓ: અભ્યાસ
કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ
Omicron Vs Delta study: બ્રિટનમાં થયેલી સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને કોવિડ-19ની બંને વેક્સીન અને બૂસ્ટર ડોઝ લીધો છે તેમને ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનથી ઠીક થવામાં સરેરાશ 3.3 દિવસ ઓછા લાગે છે. વેક્સીનનાં બે ડોઝ લેનારાઓમાં ઓમિક્રોનનાં લક્ષણ સરેરાશ 8.3 દિવસમાં પૂર્ણ થઇ જાય છે જ્યારે ડેલ્ટાથી ઠીક થવામાં 9.6 દિવસ લાગી ગયા. ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનનાં રદ્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનો દર 25 ટકા ઓછો રહ્યો છે
લંડન: કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીન અને તેનાં બૂસ્ટર ડોઝનાં ફાયદાઓ એક વખત ફરી સાબિત થઇ રહ્યાં છે. નવી સ્ટડીમાં માલૂમ થઇ રહ્યું છે કે, જે લોકો કોવિડ 19ની વેક્સીન અને બૂસ્ટર ડોઝ લઇ ચૂક્યા છે તે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનથી આશરે 3 દિવસ વહેલાં ઠીક થઇ જાય છે. ઓમિક્રોનનાં દર્દીઓમાં સુંઘવાની ક્ષમતા પ્રભાવિત થવાની સંભાવના ઘટી જાય છે. ગત સ્ટડીમાં સામે આવેલી આ વાતની પુષ્ટિ થઇ છે કે, ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ઓછો ઘાતક છે. સ્ટડી દરમિયાન જોવામાં આવ્યું કે, ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સરખામણી 25 ટકા ઓછી રહી. વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં 63 હજાર લોકોની સ્ટડી કરાવી આ પરિણામ આવ્યું છે આ સ્ટડી જૂન 2021થી જાન્યુઆરી 2022 વચ્ચે થઇ છે.
મેડિકલ જર્નલ લાંસેટમાં શુંક્રવારે પબ્લિશ થયેલી આ સ્ટડીમાં 16 વર્ષથી 99 વર્ષનાં લોકોમાં ડેલ્ટા અને ઓમિક્રોનને કારણે જોવા મળેલાં લક્ષણો પર નજર રાખવામાં આવી હતી આ માટે ZOE નામનાં એક મોબાઇલ એપની મદદ લેવામાં આવી. સ્ટડીમાં માલૂમ થયું કે, જે લોકોને કોરના બાદ બે વેક્સિન લગાવવામાં આવી અને જેમણે બૂસ્ટર ડોઝ પણ લીધો હતો જેમાં ઓમિક્રોનનાં લક્ષણ સરેરાશ 4.4 દિવસામં પૂર્ણ થઇ ગયા જ્યારે ડેલ્ટાથી પીડિત દર્દીઓને સાજા થવામાં 7.7 દિવસનો સમય લાગ્યો હતો. ઓમિક્રોનનાં દર્દીઓ ડેલ્ટાની સરખામણીએ 3.3 દિવસ ઝડપી પુનઃપ્રાપ્તિ. જે લોકોએ રસીના માત્ર બે ડોઝ લીધા હતા, તેમને ઓમિક્રોનના લક્ષણો દૂર થવામાં 8.3 દિવસનો સમય લાગ્યો હતો. આ લોકોમાં ડેલ્ટાના લક્ષણો 9.6 દિવસમાં ઠીક થતા જોવા મળ્યા હતા.
અભ્યાસ દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે ઓમિક્રોનથી પીડિત 17 ટકા દર્દીઓમાં સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થઈ હતી, જ્યારે ડેલ્ટાના દર્દીઓમાં 53 ટકા હતી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઓમિક્રોન લોકો પર વધુ અસર દર્શાવે છે. ઓમિક્રોન દર્દીઓમાં ગળામાં દુખાવો થવાનું જોખમ 55 ટકા વધારે જોવા મળ્યું હતું. તેવી જ રીતે, અવાજ પર અસરના કેસોમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર