Home /News /explained /કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

કોવિડ-19ને મ્હાત આપનારા લોકો આ ટેસ્ટ કરાવીને જાણી શકે છે કે વાયરસે શરીરમાં કેટલું નુકસાન કર્યું છે

નવી દિલ્હી. હાલના સમયે દેશમાં કોરોના કેસ (Coronavirus Cases in India) વધવાની સાથે રિકવરી રેટ (Covid Recovery Rate) પણ વધી રહ્યો છે. અત્યારે રિકવરી રેટ 90 ટકા જેટલો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે, કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ (Corona Negative Report) આવી ગયા બાદ પણ તેઓ ફરીથી સંક્રમિત થઇ રહ્યા છે.

ઘણા દર્દીઓ કોરોનામાંથી રિકવર થયા બાદ પણ કોરોના જેવા જ લક્ષણો અને તકલીફો ધરાવે છે. એમનું જીવન ફરી પાટે ચડતા વાર લાગી રહી છે. ઘણા લોકોને રિકવરીમાં બે અઠવાડિયા તો ઘણાને એક મહિના જેટલો સમય લાગે છે.

કોરોનાના કેસમાં જોરદાર ઉછાળા વચ્ચે નિષ્ણાતો રિકવર દર્દીઓને રસી મુકાવાની સલાહ આપે છે. સાથે જ આરોગ્યનું ધ્યાન રાખવાનું પણ સૂચન કરે છે. દર્દી કોરોનામાંથી સ્વસ્થ થઈ જાય તો પણ હજી થોડા દિવસો માટે સાવધ રહેવાની જરૂર છે. માત્ર નેગેટિવ રિપોર્ટ નહીં, પરંતુ પોસ્ટ રિકવરી ટેસ્ટ કરવો જરૂરી છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે વાઈરસ લાંબા સમય સુધી શરીરમાં રહે છે વાયરસની અસર શરીરના અવયવોમાં થાય છે. વાયરસ રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે.

1. igG એન્ટિબોડી ટેસ્ટ: સંક્રમણ લાગ્યા બાદ અથવા વેકસીન લીધા બાદ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થાય છે, તેને એન્ટિબોડી તરીકે ઓળખવામાં છે. igG antibody testના માધ્યમથી શરીરમાં એન્ટીબોડીની તપાસ થાય છે . જેનાથી વાયરસના સંક્રમણનો ખ્યાલ આવે છે. શરીરમાં કોરોના સામે એક વખત લડ્યા બાદ ફરીથી ચેપ ન લાગે તે માટે એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એન્ટિબોડીના સ્તરને જાણીને શરીર રોગપ્રતિકારથી કેટલું સુરક્ષિત છે? અને પ્લાઝ્માનું દાન કરવું જોઈએ કે નહીં? તે જાણી શકાય છે.

આ પણ વાંચો, લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સે મેલિન્ડાને આપ્યા છૂટાછેડા, કહ્યુ- ‘હવે સાથે નહીં રહી શકે’

2. Complete Blood Count (CBC) test: શરીરમાં રહેલા RBC અને WBC જેવા રક્તકણોને માપવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કરવાથી કોરોના સંક્રમણમાં શરીરે કેટલો બચાવ કર્યો તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત રિકવરી બાદ શું કાળજી રાખવી જોઈએ? તેનો પણ ખ્યાલ આવી જાય છે.

3. Glucose, cholesterol tests: કોરોના પોઝિટિવ દર્દીના ગ્લુકોઝ અને બ્લડ પ્રેશરના સ્તરમાં વધ ઘટ થઈ શકે છે. જો તમે ટાઇપ -1, ટાઇપ -2 ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ જેવી તકલીફોથી પીડાતા હોવ અથવા કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો આ પરીક્ષણ નિર્ણાયક માનવામાં આવે છે.

4. Neuro-function tests: કોરોનામાંથી મુક્ત થયાના ઘણા દિવસો બાદ પણ ઘણા દર્દીઓ ન્યુરોલોજીકલ અને માનસિક સમસ્યાઓથી પીડાય છે. જેથી રિકવર થયાના અઠવાડિયા બાદ મગજ અને ન્યુરોલોજીકલ ફંક્શનના ટેસ્ટ સૂચવવામાં આવે છે. ખાસ કરીને 40 વર્ષથી વધુ વયની મહિલાઓને બ્રેન ફોગ, અસ્વસ્થતા, ચક્કર જેવી તકલીફોનો ભોગ બને છે. જેથી તેમને આ રિપોર્ટ કરાવવો જોઈએ.

આ પણ વાંચો, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

5. Vitamin D test: વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરે છે તેવું સાબિત થઈ ચૂક્યું છે. કોરોનામાંથી રિકવરી દરમિયાન વિટામિન ડી મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન-ડીનો ટેસ્ટ શરીરમાં કોઈ પણ ઉણપ અંગે ચિત્ર સ્પષ્ટ કરે છે.

6. Chest scans: કોરોના માંથી રિકવર થયા બાદ ઘણા લોકો ફેફસાની તકલીફો અંગે ફરિયાદો કરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત HRCT સ્કેનની ભલામણ કરવામાં આવે છે. જેનાથી ફેફસામાં કોરોના વાયરસના કારણે થયેલી અસરો જાણી શકાય છે.
" isDesktop="true" id="1093381" >

7 Heart imaging and cardiac screenings: કોરોનાનો ચેપ શરીરમાં નુકસાન કરે છે. જેના કારણે હૃદયની માંસપેશીઓ એરિથિઆઝનું નુકસાન થાય છે અને મ્યોકાર્ડિટિસ જેવી તકલીફ પણ થાય છે. સામાન્ય રીતે કોરોનામાંથી રિકવર થયેલા લોકોમાં આ લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં ટેસ્ટ કરવો મહત્વનું છે. જો વ્યક્તિ ગંભીર સંક્રમણનો ભોગ બન્યા હોય અને છાતીના દુ:ખાવાની ફરિયાદ ઉઠી હોય તો તાત્કાલિક ધોરણે ટેસ્ટ કરાવવો જોઈએ.
First published:

Tags: Corona patient, Corona test, Coronavirus, COVID-19, કોરોના, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन