Home /News /explained /

Coronaના દર્દીઓમાં બેલ્સ પોલ્સીનો ખતરો 7 ગણો વધુ, તેમાં ચહેરા પર થઇ શકે છે લકવો

Coronaના દર્દીઓમાં બેલ્સ પોલ્સીનો ખતરો 7 ગણો વધુ, તેમાં ચહેરા પર થઇ શકે છે લકવો

બેલ્સ પોલ્સી પ્રતિકાત્મક તસવીર

Corona Patient Risk Of Bell's Palsy: : હાલમાં કરાયેલ એક રીસર્ચમાં તે ખુલાસો થયો છે કે કોરોનાના દર્દીઓના ચહેરા પર લકવા થવાનો ખતરો 7 ગણો વધી જાય છે. તેને મેડીકલ ભાષામાં બેલ્સ પોલ્સીના નામથી ઓળખવામાં આવે છે.

કોરોના વાયરસ મહામારીથી (coronavirus pandemic) સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. દોઢ વર્ષ પછી પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. ગત વર્ષથી જ લોકો તેનો શિકાર બનવા લાગ્યા હતા. તો સચચ નવા નવા લક્ષણોની સાથે તેની અસર દર્દીઓમાં (covid-19 patient) દેખાઇ રહી હતી. એવામાં તેને સમજવા માટે ઘણા પ્રકારના સંશોધનો કરાઇ રહ્યા છે, જેથી તેના વારંવાર બદલતા લક્ષણોને ધ્યાનમાં રાખીને બચાવ કરી શકાય. હાલમાં કરાયેલ એક રીસર્ચમાં તે ખુલાસો થયો છે કે કોરોનાના દર્દીઓના ચહેરા પર લકવા થવાનો ખતરો 7 ગણો વધી જાય છે. તેને મેડીકલ ભાષામાં બેલ્સ પોલ્સીના (Bells palsy) નામથી ઓળખવામાં આવે છે.

યૂનિવર્સિટી હોસ્પિટલ ક્વીવલેન્ડ મેડિકલ સેન્ટર અને કેસ વેસ્ટર્ન રિઝર્વ યૂનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોની એક શોધ દ્વારા ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાના એક લાખ દર્દીઓમાં બેલ્સ પોલ્સીના 82 કેસ સામે આવ્યા છે. આ રિસર્ચ અનુસાર વૈજ્ઞાનિકોએ 3 લાખ 48 હજાર એવા કોરોના દર્દીઓને મળવાની વાત કરી જેમાં 284 દર્દીઓ બેલ્સ પોલ્સીના હતા.

તો એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમાં 54 ટકા દર્દીઓ એવા પણ છે જેમાં બેલ્સ પોલ્સીની હિસ્ટ્રી નહોતી. તો 46 ટકા દર્દીઓ એવા પણ હતા જે આ બીમારીથી પીડિત રહ્યા છે. આ સિવાય વેક્સિન લેનાર એક લાખ લોકોમાં બેલ્સ પોલ્સીના માત્ર 19 કેસ મળ્યા. એવામાં વૈજ્ઞાનિકો દ્વારા લકવાથી બચવા માટે કોરોનાની રસી લેવી જરૂરી છે તેમ કહેવાયું છે. તો આ રિસર્ચમાં 74 હજારમાંથી લગભગ 37 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. ત્યાર બાદ 8 લોકોમાં બેલ્સ પોલ્સીના કેસ સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

બેલ્સ પોલ્સી માંસપેશિઓ અને પેરાલિસિસ સંલગ્ન રોગ છે
કોરોનાના દર્દીઓમાં ચહેરા પર લકવો થવાનો ખતરો ખૂબ ચિંતાજનક વાત છે. એવામાં તેના વિશે જાણવું ખૂબ જરૂરી થઇ જાય છે. હકીકતમાં બેલ્સ પોલ્સી માંસપેશિયો અને પેરાલિસિસ સાથે જોડાયેલ રોગ છે. તેમાં ચહેરો લટકી જાય છે અને ગાલ ફૂલાવવામાં સમસ્યા થાય છે. તો તેના દર્દીઓની આંખો અને તેની આઇબ્રો પર પણ અસર પડે છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

જેમાં દર્દીની પાંપણો ઝૂકેલી રહે છે. તો આ બીમારી થવાના પાછળનું કારણ શું છે તેના વિશેનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. અમિક વૈજ્ઞાનિકો અનુસાર શરીરમાં રોગોથી બચાવનારી રોગપ્રતિકારક શક્તિમાં ઓવર રિએક્શન થવાથી સોજો આવી જાય છે અને નર્વ ડેમેજ થઇ જાય છે. આ કારણે ચહેરા પર તેનો ખરાબ પ્રભાવ પડે છે.બીમારીમાંથી બહાર આવવામાં લાગી શકે છે મહીનાઓ
આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો 2 મહીનામાં તેના દર્દીઓની સરખી સારવાર થાય તો તેનો ઇલાજ સારી રીતે કરી શકાય છે. સાથે જ તેમ પણ કહેવાયું છે કે આ રોગથી સાજા થવામાં દર્દીઓને 6 મહીનાનો સમય પણ લાગી શકે છે.
First published:

Tags: Coronavirus, COVID-19

આગામી સમાચાર