Home /News /explained /

COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

કોરોના વાયરસ પ્રતિકાત્મક તસવીર

corona patient blood clottiong: રસી કરતા વાયરસ દર્દીઓમાં સ્ટ્રોકની વધુ સંભાવના ઉભી કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો. પરંતુ અભ્યાસ સ્વતંત્ર રીતે કરવામાં આવ્યો હતો અને એસ્ટ્રાઝેનેકા પર કામ કરનારી ટીમ સાથે તેનો કોઈ સંબંધ નથી.

વધુ જુઓ ...
coronavirus vaccine: કોરોના મહામારીને (covid-19 pandemic) રોકવા વિશ્વભરમાં રસીકરણ કાર્યક્રમ (vaccination program) ચાલી રહ્યો છે. જેમાં કોવિશિલ્ડ (Covishield) (એસ્ટ્રેઝેનેકા) - ફાઇઝર સહિતની રસીનો ફાળો મોટો છે. રસી લેવાથી કોરોનાથી રક્ષણ મળે છે. પણ કેટલાક કિસ્સામાં રસીની નજીવી આડઅસર પણ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તાજેતરના બ્રિટિશ મેડિકલ જર્નલમાં (British Medical Journal) પ્રકાશિત અભ્યાસમાં કોવીશિલ્ડ અથવા ફાઇઝર રસીના ડોઝ કરતા વાયરસના સંક્રમણના કારણે બ્લડ ક્લોટ થવાની શક્યતા વધુ હોવાનું સામે આવ્યું છે.

NDTV દ્વારા પ્રકાશિત બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું છે કે, આ અભ્યાસ વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ડિસેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધીમાં એસ્ટ્રાઝેનેકા કે ફાઇઝર રસી લેનાર 2.9 કરોડ લોકો અને કોરોનાથી સંક્રમિત 17 લાખ લોકોએ ભાગ લીધો હતો.

મીડિયાના અહેવાલો જણાવે છે કે, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ મેળવનારા દર 10 મિલિયન લોકો પૈકીના 66 લોહી ગંઠાવાના સિન્ડ્રોમથી પીડાય છે. જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય, તેની તુલનામાં કોરોનાના દર્દીઓમાં પ્લેટલેટ્સ 9 ગણા ઓછા હોવાનો દાવો પણ અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે, રસી કરતા વાયરસ દર્દીઓમાં સ્ટ્રોકની વધુ સંભાવના ઉભી કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો. પરંતુ અભ્યાસ સ્વતંત્ર રીતે કરવામાં આવ્યો હતો અને એસ્ટ્રાઝેનેકા પર કામ કરનારી ટીમ સાથે તેનો કોઈ સંબંધ નથી.

આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રાઝેનેકાને લોકો પર ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, ત્યારથી વિવિધ દેશોમાંથી સલામતીને લઈ ચિંતા વ્યક્ત થઈ રહી છે. જેમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા સૌથી વધુ ચિંતાનો વિષય છે. આવી આડઅસરના કારણે કેટલાક દેશોએ રસીનો ઉપયોગ પણ અટકાવી દીધો છે. યુવાનોમાં લોહી ગંઠાઈ જવાના કિસ્સા સામે આવ્યા હોવાથી અમુક દેશો ત્યાંના વૃદ્ધોને જ આ રસી આપી રહ્યા છે. આ બાબતે રસી ઉત્પાદકોનું કહેવું છે કે, લોહી ગંઠાવાના જોખમો કરતાં રસીના ફાયદા વધારે છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

આ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

રસી ના લેનારા લોકોને કોવિડ-19નો ચેપ લાગવાનું જોખમ ઘણું વધારે છે અને પરિણામે લોહી ગંઠાવાથી પીડાય છે. આજે પણ ઘણા લોકો રસી લેવાથી દૂર ભાગી રહ્યા છે, ત્યારે આ અભ્યાસ રસીઓનું મહત્વ સમજાવવામાં મદદ કરે છે. અગાઉ લોહી ગંઠાવવા અને રસીઓ વચ્ચે સંભવિત કડી મળી આવી છે, પરંતુ આ અભ્યાસે કડીને સમર્થન આપ્યું નથી.
Published by:ankit patel
First published:

Tags: Ccoronavirus, Corona vaccine, Covid-19 news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन