Home /News /explained /Corona: ત્વચા અને પ્લાસ્ટિક સપાટી પર કેટલો સમય જીવી શકે છે Omicron વેરિઅન્ટ? સંશોધનમાં થયો ખુલાસો

Corona: ત્વચા અને પ્લાસ્ટિક સપાટી પર કેટલો સમય જીવી શકે છે Omicron વેરિઅન્ટ? સંશોધનમાં થયો ખુલાસો

ઓમિક્રોન વેરિઅન્ટ ત્વચા પર 21 કલાકથી વધુ સમય જીવી શકે છે. (Image- shutterstock)

Omicron on surface: કોરોના વાયરસ (coronavirus)ના અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન (Omicron) પ્લાસ્ટિક અને ત્વચા પર વધુ સમય જીવિત રહે છે. ઓમિક્રોન ત્વચા (skin) પર 21 કલાકથી વધુ અને પ્લાસ્ટિક સપાટી (plastic surface) પર 8 દિવસોથી વધુ સમય જીવિત રહી શકે છે.

વધુ જુઓ ...
Omicron on surface: કોરોના વાયરસ (coronavirus)ના અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન (Omicron) પ્લાસ્ટિક અને ત્વચા (skin) પર વધુ સમય જીવિત રહે છે. આ અંગે એક સંશોધનમાં ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ ત્વચા પર 21 કલાકથી વધુ અને પ્લાસ્ટિક સપાટી(plastic surface) પર 8 દિવસથી વધુ સમય જીવિત રહી શકે છે, જે કોરોનાના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ઝડપથી સ્પ્રેડ થવામાં મહત્વનો ભાગ ભજવે છે.

જાપાનમાં ક્યોટો પ્રિફેક્ચુરલ યુનિવર્સિટી ઓફ મેડિસિનના સંશોધકોએ SARS-CoV-2 વુહાન સ્ટ્રેન અને અન્ય તમામ પ્રકાર (VOCs)ના વેરિઅન્ટ વચ્ચે પર્યાવરણમાં સ્થિરતાના તફાવતનું વિશ્લેષ્ણ કર્યું. પ્રીપ્રિન્ટ રિપોઝિટરી BioRxiv પર તાજેતરમાં જ પોસ્ટ કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આલ્ફા, બીટા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ વુહાન સ્ટ્રેનની સરખામણીમાં પ્લાસ્ટિક અને ત્વચાની સપાટી પર બેગણા વધુ સમય સુધી જીવિત રહ્યા.

અભ્યાસના અહેવાલ મુજબ, ‘આ VOCsની ઉચ્ચ પર્યાવરણીય સ્થિરતા કોન્ટેક્ટ ટ્રાન્સમિશનના જોખમને વધારી શકે છે અને તેના ફેલાવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે ઓમિક્રોનમાં VOCs વચ્ચે ઉચ્ચ પર્યાવરણીય સ્થિરતા છે, જે ડેલ્ટા વેરિઅન્ટને બદલવા અને ઝડપથી ફેલાવાના કારણોમાંથી એક હોઈ શકે છે.’

આ પણ વાંચો: Republic Day 2022: PM મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનની ખાસિયત

આટલા કલાક જીવિત રહી શકે છે કોરોના વેરિઅન્ટ

પ્લાસ્ટિકની સપાટી પર કરવામાં આવેલા અભ્યાસથી જાણકારી મળી કે ઓરિજિનલ સ્ટ્રેનના જીવિત રહેવાનો સમય 56, આલ્ફાનો 191, બીટાનો 156, ગામાનો 59 અને ડેલ્ટા વેરિઅન્ટનો સમય 114 હતો. આની સરખામણીમાં ઓમિક્રોન વેરિઅન્ટનો જીવિત રહેવાનો સમય સૌથી વધુ 193 કલાક જોવા મળ્યો. તો ત્વચાની સપાટી પર આ સમય મૂળ વેરિઅન્ટ માટે 8 કલાક, આલ્ફા માટે 19.6 કલાક, બીટા માટે 19.1 કલાક, ગામા માટે 11 કલાક, ડેલ્ટા વેરિઅન્ટ માટે 16.8 કલાક અને ઓમિક્રોન માટે 21.1 કલાક હતો.

આ પણ વાંચો: Republic Day 2022: વીરતા પુરસ્કારની જાહેરાત, Neeraj Chopraને પરમ વિશિષ્ટ સેવા મેડલ

રિસર્ચ મુજબ, આલ્ફા અને બીટા વેરિઅન્ટ વચ્ચે જીવિત રહેવાના સમયમાં વધુ તફાવત ન હતો અને તેમની પાસે સમાન સ્થિરતા હતી, જે પાછલા પરિણામોને અનુરૂપ છે. સંશોધકોએ કહ્યું કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટમાં ઇથેનોલ (સેનેટાઈઝરમાં ઉપયોગમાં લેવાતું સંયોજન) સામે રોગપ્રતિકારક શક્તિ પણ વધતી જોવા મળી છે. જો કે, આ તમામ વેરિઅન્ટ 35 ટકા ઇથેનોલથી સંપર્કમાં આવ્યા બાદ વધુમાં વધુ 15 સેકન્ડ જ જીવી શકે છે. સંશોધકોએ ઓમિક્રોનને લીધે વિશ્વભરમાં વધી રહેલા દર્દીઓની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Delta variant, Omicron variant, Study on Coronavirus, ઓમિક્રોન