નવી દિલ્હી. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કહ્યું કે, બેંક (Bank), લોજિસ્ટિક (Logistics) અને ઇ-કોમર્સ (E-Commerce) કારોબાર એકમોને પોતાના ગ્રાહકોને બલ્કમાં કોમર્શિયલ SMS મોકલવા માટે ટેલીમાર્કેટિંગ નિયમોનું પાલન કરવાને લઈ ત્રણ દિવસની અંદર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવી જરૂરી રહેશે. આવું નહીં કરવા પર તેમના ગ્રાહકોને કોમર્શિયલ SMS મોકલવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. નોંધનીય છે કે, જો આ કંપનીઓએ ટ્રાઇના નિયમો માન્યા નહીં તો ત્રણ દિવસ બાદ બેંક, લોજિસ્ટિક્સ અને ઇ-કોમર્સ કંપનીઓથી મળનારા કોમર્શિયલ SMS બંધ થઈ જશે. એવામાં ગ્રાહકોને બેંક, શોપિંગ સહિત અન્ય કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે.
TRAIએ આપ્યો 3 દિવસનો સમય
TRAIએ કહ્યું કે નવા SMS રેગ્યૂલેશન સ્પેમ (Spams) મેસેજ અને ઓનલાઇન ફ્રોડ પર લગામ કસવા માટે લાવવામાં આવ્યા છે. TRAIએ કહ્યું કે જે કંપનીઓએ આ રેગ્યૂલેશનનું હજુ સુધી પાલન નથી કર્યું, તેમને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ નવા નિયમો મુજબ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લે. જે કંપનીઓ 3 દિવસ બાદ પણ આવું નહીં કરે તેમનું નામ ડિફોલ્ટર કંપની તરીકે વેબસાઇટ પર પોસ્ટ કરી દેવામાં આવશે. TRAIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે કંપનીઓ નવા ફ્રેમવર્ક લાગુ નહીં કરે, 3 દિવસ બાદ તેમને Bulk SMS મોકલવાથી રોકી દેવામાં આવશે.
SMS સર્વિસમાં ડિસરપ્શનના કારણે બેંકો, ઇ-કોમર્સ અને બીજી કંપનીઓના SMS આવવામાં ઘણી વિલંબ થઈ રહ્યો હતો. આ તકલીક કોઈ એક નેટવર્ક કે એપની નહીં પરંતુ દરેક જગ્યાએ હતી. CoWIN રજિસ્ટ્રેશન OTP, ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન માટે બેંક OTP અને ત્યાં સુધી કે સિસ્ટમ આધારિત ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન OTP આવવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો હતો. SMS સાથે જોડાયેલા નવા રેગ્યૂલેશન તેથી લાગુ કરવામાં આવ્યા છે જેથી SMSના માધ્યમથી થતા ફ્રોડને રોકી શકાય. પરંતુ નવા SMS રેગ્યૂલેશનને લાગુ કરવાની સાથે જ અનેક તકલીફો આવવા લાગી. આ કારણથી TRAIએ 7 દિવસ માટે નવા નિયમોને સસ્પેન્ડ કરી દીધા. ટ્રાઇએ આ નિર્ણય નવા નિયમોના કારણે OTP અને SMS આવવામાં તકલીફ ઊભી થવાની ફરિયાદો બાદ લીધો હતો અને કંપનીઓને નવું ફ્રેમવર્ક અપનાવવા માટે વધુ 7 દિવસનો સમય આપ્યો હતો.
મૂળે, દિલ્હી હાઇકોર્ટે TRAIને આદેશ આપ્યો હતો કે તેઓ તાત્કાલિક SMS પર રોક લગાવે જેના કારણથી સામાન્ય લોકો છેતરાય નહીં. કોર્ટના આ આદેશનું પાલન કરવા માટે TRAIએ નવી DLT સિસ્ટમ શરૂ કરી. નવી DLT સિસ્ટમમાં રજિસ્ટર્ડ ટેમ્પલેટવાળા દરેક SMSના કન્ટેન્ટને વેરિફાય કર્યા બાદ જ ડિલીવર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને સ્ક્રબિંગ કહે છે. આ સિસ્ટમને પહેલા પણ અનેકવાર લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફાઇનલી તેને સોમવાર 8 માર્ચે લાગુ કરવામાં આવ્યો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર