Home /News /explained /Coal Miners Day 2022: જાણો ક્યારે અને કઈ રીતે થઈ હતી આ દિવસ મનાવવાની શરૂઆત, તેનું મહત્વ

Coal Miners Day 2022: જાણો ક્યારે અને કઈ રીતે થઈ હતી આ દિવસ મનાવવાની શરૂઆત, તેનું મહત્વ

કોલ માઈનિંગ કરતા મજૂરોની મહેનતને દુનિયા સામે લાવવા અને તેને બિરદાવવા માટે દર વર્ષે 4 મેના દિવસે કોલ માઇનર્સ ડે (Coal Miners Day) મનાવવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Coal Miners Day 2022: કોલ માઈનિંગ (Coal Mining) એ સૌથી મુશ્કેલ કામમાંથી એક છે. કોલસાનું ખાણકામ કરનારાઓના આ જ સંઘર્ષ વિશે લોકોને જણાવવા, તેમની પ્રશંસા કરવા અને તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

Coal Miners Day 2022: ભારતમાં કોલસા સાથે તેલ, કુદરતી ગેસ, અને બોક્સાઈટ, ડોલોમાઈટ, ફ્લોરાસ્પાર, જિપ્સમ, લોહ અયસ્ક, ચૂનાના પથ્થર, તાંબુ, શતાવરી અને જસત જેવી ધાતુ અને બિન-ધાતુ ખનિજોનો ભંડાર છે. આ એક એવો દેશ છે જ્યાં ખનિજ પદાર્થોની કોઈ અછત નથી. તેને પ્રાપ્ત કરવા માટે ખાણોમાં હજારો-લાખો મજૂરો દિવસ-રાત મહેનત કરે છે, ત્યારે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તો આ જ મજૂરોની મહેનતને દુનિયા સામે લાવવા અને તેને બિરદાવવા માટે  દર વર્ષે 4 મેના દિવસે કોલ માઇનર્સ ડે (Coal Miners Day 2022) મનાવવામાં આવે છે.

આ દિવસે ઔદ્યોગિક ક્રાંતિના મહાન નાયકોને યાદ કરવામાં આવે છે તેમજ તેમના દ્વારા સુરંગ બનાવવાથી લઈને ખાણોને શોધવા અને કાઢવા સુધીના મહત્વપૂર્ણ કાર્યોની પ્રશંસા પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ શું છે.

કોલ માઇનર્સ ડે ઇતિહાસ (Coal Miners Day History)

કોલસો એક કુદરતી સંસાધન છે, પરંતુ તેને બનાવવો સરળ નથી અને તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. ભારતમાં કોલસાનું ખાણકામ 1774માં શરૂ થયું જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જોન સમર અને સુએટોનિયસ ગ્રાન્ટ હીટલીએ દામોદર નદીના પશ્ચિમ કિનારે રાણીગંજ કોલ ફીલ્ડમાં વ્યાપારી શોધ કરી. આ સમય દરમિયાન દેશમાં 1760 અને 1840 વચ્ચે ઔદ્યોગિક ક્રાંતિ પણ થઈ હતી. જેમાં કોલસાનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઈંધણ અને લોકોમોટિવ એન્જીન અને હીટિંગ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જાણો શું છે ‘વિશ્વ મજૂર દિવસ’નો ઇતિહાસ અને શા માટે આ દિવસ મજૂરોને સમર્પિત છે?

આ પછી 1853માં રેલ્વે લોકોમોટિવની રજૂઆત બાદ કોલસાની માંગ વધવા લાગી. પરંતુ આ સમય એટલો સારો નહોતો કારણ કે આ સમય દરમિયાન કોલસાની ખાણોમાં કામદારોના શોષણ અને હત્યાકાંડની પણ ઘણી ઘટનાઓ સામે આવી હતી.

શા માટે મનાવવામાં આવે છે કોલ માઇનર્સ ડે (Coal Miners Day Significance)

દેશમાં આઝાદી પછી 1773માં પ્રથમ પંચવર્ષીય યોજના હેઠળ, કોલસાનું ઉત્પાદન વાર્ષિક 33 મિલિયન ટન સુધી વધારવામાં આવ્યું હતું અને એ દરમિયાન કોલસા ઉદ્યોગને વધારવા અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે આ દિવસને કોલ માઇનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કોલ માઈનિંગ (Coal Mining) એ સૌથી મુશ્કેલ કામમાંથી એક છે. કોલસાનું ખાણકામ કરનારાઓના આ જ સંઘર્ષ વિશે લોકોને જણાવવા, તેમની પ્રશંસા કરવા અને તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: ભારત 60 દેશો પાસેથી લઈ રહ્યું છે સહયોગ, અંતરિક્ષ ક્ષેત્રમાં વધી ઇસરોની સક્રિયતા

કોલ ઈન્ડિયા લિમિટેડની રચના

ભારતમાં 1971 માં કોકિંગ કોલ લિમિટેડ (BCCL) અને કોલ માઈન્સ ઓથોરિટી લિમિટેડ (CMAL) એ કોલસાની ખાણોનું સંચાલન સંભાળ્યું. આ પછી, 1975 માં બંને કંપનીઓના વિલીનીકરણને કારણે, દેશમાં કોલ ઈન્ડિયા લિમિટેડની રચના થઈ. જેમાં ભારતના રાજ્યો- ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેન્દ્ર અને દક્ષિણના કેટલાક ભાગોમાં કોલ સપ્લાયર્સ સૌથી વધારે હાજર છે.
First published:

Tags: Coal, Explained, Know about, Today history, જ્ઞાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો