Citibank પોતાનો ક્રેડિટ કાર્ડ બિઝનેસ વેચી દેશે, તમને શું અસર પડશે, કઈ બાબતોનું ધ્યાન રાખવું?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Citibank to sell credit cards business: જો સિટી ક્રેડિટ કાર્ડનો ઈતિહાસ જોઈએ તો જ્યારે પણ નવા માલિકની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સિટી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો થયો છે.

  • Share this:
મુંબઈ: સિટી ગ્રુપે એપ્રિલના મધ્યમાં જાહેરાત કરી હતી કે, તે વૈશ્વિક બિઝનેસ સ્ટ્રેટેજી હેઠળ ભારત સહિત વિશ્વના 13 દેશોમાં રિટેલ બેન્કિંગ ઓપરેશન બંધ કરી દેશે. સિટી બેન્કે ભારતમાં ક્રેડિટ કાર્ડ ડિવિઝન સહિત કન્ઝ્યૂમર બિઝનેસ માટે ખરીદદારની શોધ હાથ ધરી છે. અહીં સિટી ક્રેડિટ કાર્ડ ગ્રાહકોના રિવોર્ડ પોઈન્ટ્સ, વસૂલી કરવાની રકમ સંબંધિત પ્રશ્નો અને તેનું સમાધાન જણાવવામાં આવ્યું છે.

મારી પાસે સિટી ક્રેડિટ કાર્ડ છે, તો શું હવે તેનો ઉપયોગ કરવો જોઈએ?

સિટી ક્રેડિટ કાર્ડને તાત્કાલિક બંધ ન કરશો. સિટી ક્રેડિટ કાર્ડ બિઝનેસના નવા અધિગ્રહણ કરનારની જાહેરાત થાય ત્યાં સુધી રાહ જોવો. ડિજિટલ લેન્ડિંગ કન્સલટન્ટ પારિજાત ગર્ગનું કહેવું છે કે, “નવા અધિગ્રહણની જાહેરાત થયા બાદ જો તમારી પાસે અધિગ્રહણ કરનાર બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, તો તમે આ ક્રેડિટ કાર્ડ બંધ કરી શકો છો. એક જ પ્રકારના લાભ પ્રદાન કરતા બે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ.”

સાથે જ તમારે તમારા વધારાના ખર્ચને અન્ય બેન્કના ક્રેડિટ કાર્ડમાં ઉમેરી દેવા જોઈએ. અધિગ્રહણ કરનાર બેન્ક સિટી ક્રેડિટ કાર્ડ કરતા વધુ લાભ આપી શકે છે. www.creditcardz.inના પ્રવક્તાએ જણાવ્યું કે, સિટી ક્રેડિટ કાર્ડનું અધિગ્રહણ કરનારી સંસ્થા રિવોર્ડ્સ પોઈન્ટ્માં ઘટાડો કરી શકે છે. આ કારણોસર સિટી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટ્સ એકઠા કરવાથી કોઈ લાભ ન મળી શકે.

રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો થઈ જશે?

જો સિટી ક્રેડિટ કાર્ડનો ઈતિહાસ જોઈએ તો જ્યારે પણ નવા માલિકની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સિટી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો થયો છે. દા.ત. ગયા વર્ષે SBI તથા અન્ય બેન્કોએ યસ બેન્કમાં ભાગીદારી નોંધાવી હતી, ત્યારે રિવોર્ડ્સ પોઈન્ટની કિંમત 0.25 પૈસાથી ઘટાડીને 0.15 પૈસા કરી દેવામાં આવી હતી. આ કારણોસર સિટી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Zomatoનો આઈપીઓ ચૂકી ગયા તો વાંધો નહીં, તમે સ્ટાર્ટઅપમાં આ રીતે પણ કરી શકો છો રોકાણ 

www.creditcardz.inના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “સિટી ક્રેડિટ કાર્ડના ગ્રાહકોએ યાદ રાખવું જોઈએ કે અગાઉ સિટી બેન્ક સિટી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો કરી રહી હતી. દા.ત. વર્ષ 2019માં મોબાઈલ વોલેટ લોડ કરવા દરમિયાન વીમા પ્રીમિયમની ચૂકવણી કરતી વખતે રિવોર્ડ્સ પોઈન્ટ્સ આપવાનું બંધ કરી દીધું હતું. સિટી પ્રેસ્ટિજ ક્રેડિટ કાર્ડના ‘મીટ એન્ડ ગ્રીટ’ જેવા કેટલાક લાભ આપવાના પણ બંધ કરી હતા. જો અક્વાયરિંગ બેન્ક રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો નહીં કરે તો સિટી ક્રેડિટ કાર્ડ બિઝનેસને અન્ય બેન્કને સોંપતા પહેલા જાતે જ રિવોર્ડ્સ પોઈન્ટ્સમાં ઘટાડો કરી શકે છે.”

સિટી ક્રેડિટ કાર્ડ સાથે બાકી રહેલ રકમ અંગે વિવાદ ચાલી રહ્યો છે તો મારે શું કરવું જોઈએ?

આ અંગે ગર્ગ જણાવે છે કે, સિટી ક્રેડિટ કાર્ડ સાથે બાકી રહેલ રકમ અંગે વિવાદ ચાલી રહ્યો હોય તો ભારતમાં તેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન તેને ક્લિઅર કરી લેવું જોઈએ. ભારતમાં સિટીબેન્કનો રિટેલ બિઝનેસ બંધ થઈ જશે, ત્યારબાદ સિટી ક્રેડિટ કાર્ડ સંબંધિત ફરિયાદનું નિવારણ લાવવામાં મુશ્કેલી થઈ શકે છે અને ફરિયાદ નિવારણમાં વધુ સમય લાગી શકે છે. તમારા ક્રેડિટ રિપોર્ટમાં આ બાબત પણ જોવા મળવાને કારણે જો તમારે ક્યારેય પણ લોન લેવી હશે ત્યારે તમને પ્રોબ્લેમ થઈ શકે છે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

સિટી ક્રેડિટ કાર્ડ બંધ થવાથી મારા ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે?

www.creditcardz.inના પ્રવક્તા જણાવે છે કે, “ક્રેડિટ ઈતિહાસ હંમેશા તમારી સાથે રહે છે, તે કોઈપણ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલ નથી.” સિટી ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી અથવા અક્વાયરિંગ બેન્કમાં તેને રૂપાંતરિત કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર કોઈપણ પ્રકારની અસર થતી નથી.

ક્રેડિટ કાર્ડને ચાલુ રાખવા અથવા બંધ કરવા માટે કયા માપદંડોનું મૂલ્યાંકન કરવું જોઈએ?

સિટી રિવોર્ડ્સ પોઈન્ટ્સની સીમા અમર્યાદિત હોય છે. અક્વાયરિંગ બેન્ક તમારા સિટી ક્રેડિટ પોઈન્ટ્સ માટે એક્સપાયરી ડેટ નક્કી કરી શકે છે. LifeFromALounge.comના સંપાદક અજય અવતાની જણાવે છે કે, “સિટી ક્રેડિટ કાર્ડને જ્યારે અક્વાયરિંગ બેન્કમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે અક્વાયરિંગ બેન્કનો ઈતિહાસ અને તેના અનુભવનું મૂલ્યાંકન કરવું જોઈએ. જેથી તમને ખ્યાલ આવી શકે કે સિટી ક્રેડિટ કાર્ડ તરફથી આપવામાં આવતો લાભ ભવિષ્યમાં મળશે કે તેમાં ધટાડો કરવામાં આવશે.”

આ પણ વાંચો: તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઇક્વિટી ફંડ હોવા જોઈએ? શું દરેક નવા NFOમાં રોકાણ કરવું જોઇએ? જાણો-નિષ્ણાતોનો મત 

અવતાની જણાવે છે કે, “સિટી એક વૈશ્વિક ભાગીદાર છે અને તે ભારતમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સુધી ફેલાયેલ છે. સિટી બેન્ક ભારતમાં તેનો બિઝનેસ બંધ કરશે ત્યાર બાદ વૈશ્વિક રીતે તેનો લાભ ના મળી શકે, કારણ કે અક્વાયરિંગ બેન્ક સિટી બેન્ક સાથે આ પ્રકારની સમજૂતી ના કરી શકે.”

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

શું અક્વાયરિંગ બેન્ક તરફથી સિટી પ્રેસ્ટિજ કાર્ડ પર ક્રેડિટ સીમા ઓછી કરવામાં આવશે?

સિટી બેન્કના પ્રીમિયમ કાર્ડધારક, સિટી પ્રેસ્ટિજ અને સિટી પ્રીમિયરમાઈલ્સની ક્રેડિટ મર્યાદા અધિક છે. www.creditcardz.in ના પ્રવક્તા જણાવે છે કે, અક્વાયરિંગ બેન્ક ક્રેડિટ મર્યાદામાં 10 થી 20 ટકાનો ઘટાડો કરી શકે છે અને છ મહિના અથવા એક વર્ષ સુધી ગ્રાહકોના ક્રેડિટ પ્રદર્શન પરથી ગ્રાહકનું મૂલ્યાંકન આંકી શકે છે. કોઈપણ પ્રકારની સમસ્યા જોવા નથી મળી અને સમયસર ચૂકવણી કરવામાં આવે તો ક્રેડિટ મર્યાદામાં વધારો થઈ શકે છે. જો તમારા ક્રેડિટ ઈતિહાસમાં કોઈ સમસ્યા હશે તો તમારી ક્રેડિટ મર્યાદામાં ઘટાડો થઈ શકે છે. (HIRAL THANAWALA, Moneycontrol)
First published: