Home /News /explained /

Explained: ભારતે શ્રીલંકાને સાવચેત કર્યું હોવા છતાં કેવી રીતે ચીનના કાવતરામાં ફસાઈ ગયું?

Explained: ભારતે શ્રીલંકાને સાવચેત કર્યું હોવા છતાં કેવી રીતે ચીનના કાવતરામાં ફસાઈ ગયું?

Photo- flickr)

ભારતને પડોશી દેશોથી દૂર કરવાની ચીનની હરકત હવે સામે આવી ગઈ છે. તે માટે ચીન પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશને ભડકાવવાની સાથે સાથે અન્ય બીજા પ્રયત્નો પણ કરી રહ્યું છે, જે પાડોશી દેશોને ભડકાવવા કરતા પણ સરળ છે. ચીન નાના દેશોને આર્થિક મદદ કરીને તેમની જમીન ઝડપી રહ્યું છે. શ્રીલંકા પણ એવો જ એક દેશ છે.

વધુ જુઓ ...
ભારતને પડોશી દેશોથી દૂર કરવાની ચીનની હરકત હવે સામે આવી ગઈ છે. તે માટે ચીન પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશને ભડકાવવાની સાથે સાથે અન્ય બીજા પ્રયત્નો પણ કરી રહ્યું છે, જે પાડોશી દેશોને ભડકાવવા કરતા પણ સરળ છે. ચીન નાના દેશોને આર્થિક મદદ કરીને તેમની જમીન ઝડપી રહ્યું છે. શ્રીલંકા પણ એવો જ એક દેશ છે. દ્વીપ દેશના હંબનટોટા બંદરગાહ પર ચીને કબ્જો પર કર્યો છે. હંબનટોટા બંદરગાહ પર ચીન તેની રીતે કામ કરી રહ્યું છે. ચીન કોલંબો પોર્ટ સિટી પણ બનાવી રહ્યું છે, જે અંગે શ્રીલંકામાં વિવાદ ઊભો થયો છે.

મે મહિનામાં શ્રીલંકન સંસદે એક વિવાદાસ્પદ બિલ પસાર કર્યું

કોલંબો પોર્ટ સિટી ઈકોનોમિક કમિશન બિલ હેઠળ નક્કી કરવામાં આવ્યું કે ચીન શ્રીલંકામાં વધુ રકમનું રોકાણ કરશે. શ્રીલંકન સરકાર અનુસાર આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. વિપક્ષના મત અનુસાર આ બિલથી શ્રીલંકા ચીનનો ગુલામ બની જશે. વિરોધ કરવામાં આવ્યો છતાં આ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.

કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે

કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ માટે ચીન 1.4 બિલિયન ડોલરથી કોલંબો પોર્ટ સાથે એક બંદરગાહ શહેર બનાવશે. આ સ્થળ પર ખાસ નિયમો હેઠળ મજૂરો રાખવામાં આવશે. આ બંદરગાહ શહેરમાં કારખાના સાથે જોડાયેલ ટેક્સ ઓછો હશે અને નિયમો ખૂબ જ સરળ હશે જેથી ચીન સરળતાથી વેપાર કરી શકે.

શ્રીલંકામાં ચીની વધી જશે

કોલંબોના આ પ્રોજેક્ટમાં ચીન તેની મુદ્રાની સાથે સાથે મજૂર પણ લાવશે. શ્રીલંકાની રાજધાનીમાં મોટી સંખ્યામાં ચીનની આબાદી આવશે અને ત્યાં જ વસી જશે. કોલંબો શહેરમાં ચીનનો પાસપોર્ટ રાખવાનો અને મંદારિન ભાષામાં વાતચીત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ સમગ્ર બાબત પરથી જાણી શકાય છે કે ચીન શ્રીલંકામાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યું છે.

sri lanka pressure of china debt trap policy

દેવું કરવાનો સિલસિલો શરૂ?

શ્રીલંકાના હંબનટોટો બંદરગાહ સાથે પણ આ પ્રકારની જ ઘટના થઈ છે. ચીન દેવું આપો અને કબ્જો કરવાની રણનીતિ અપનાવી રહ્યું છે. શ્રીલંકાના વર્તમાન પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે વર્ષ 2005થી 10 વર્ષ સુધી પદ પર રહ્યા. તે સમય દરમિયાન શ્રીલંકા દેવામાં ડુબી ગયું. આ દેવામાં ચીનનો સૌથી વધુ હિસ્સો છે.

રાજપક્ષેના સમય દરમિયાન શ્રીલંકા અને ચીનના સંબંધો સારા થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન શ્રીલંકાએ હંબનટોટોમાં દોઢ બિલિયન ડોલરના બંદરગાહ બનાવવા માટે ચીન પાસેથી મદદ લીધી હતી. શ્રીલંકાએ વિચાર્યું હતું કે આ બિઝનેસથી તેમને ફાયદો થશે અને ધીરે ધીરે દેવું ચૂકવી દેશે. આ પ્રોજેક્ટ માટે શ્રીલંકાએ વર્ષ 2007 થી 2014 દરમિયાન ચીન પાસેથી 1.26 અરબ ડોલરનું દેવું લીધું હતું.

બંદરગાહ ભાડે આપવું પડ્યું

આટલી મોટી રકમનું દેવું ન ચૂકવવાને કારણે શ્રીલંકાએ પોતાનું જ બંદર ચીનને લીઝ પર આપવું પડ્યું હતું. આ બંદરગાહ 99 વર્ષ માટે ચીનનું છે. આ બંદરગાહ પર ચીન પોતાના અનુસાર કામ કરી રહ્યું છે. આ કારણોસર શ્રીલંકા ઈચ્છે તો પણ કોઈ પ્રકારની દખલબાજી ન કરી શકે. આ એક એવી ઘટના છે, જેમાં પોતાના જ દેશમાં ગુલામ તરીકે જીવવા જેવું છે.શ્રીલંકામાં ચીની સૈનિક જોવા મળી રહ્યા છે

થોડાક દિવસ પહેલા શ્રીલંકામાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો જોવા મળ્યા હતા. હંબનટોટા બંદરગાહ પાસે કાટમાળ સાથે જોડાયેલ કર્મીઓ કામ કરી રહ્યા હતા. જે અંગે ખૂબ જ હંગામો થયો હતો. શ્રીલંકાના કાયદા અનુસાર અધિકૃત રીતે વગર બોલાવ્યે કોઈ પણ વ્યક્તિ વિદેશી સૈન્ય પોશાક ન પહેરી શકે. ચીનના સૈનિક અને અધિકારીઓ તેમના સૈન્ય પોશાકમાં ફરી રહ્યા હતા.

ભારત પાડોશી દેશ શ્રીલંકાને સાવચેત કરી રહ્યું હતું

ભારત સતત શ્રીલંકા સાથેના સંબંધ વધુ સારા કરવાની કોશિશ કરી રહ્યું હતું. શ્રીલંકા અને ભારતના સંબંધો ખૂબ જ સારા હતા, પરંતુ ચીનની દખલબાજીના કારણે સંબંધોમાં બદલાવ આવી રહ્યો છે. શ્રીલંકન બંદરગાહ પર ચીને કબ્જો કરતા ભારતે અનેકવાર વિરોધ કર્યો હતો.

ચીનની દખલબાજીથી ભારતને શું નફો અને નુકસાન?

ચીન જે પ્રકારે ભારતીય સમુદ્રોમાં દખલબાજી કરી રહ્યું છે તેનાથી ભારતના વેપાર અને સૈન્ય મુદ્દાઓ પર ગંભીર જોખમકારક અસર થઈ શકે છે. સારો પાડોશી દેશ હોવાના કારણે ભારતે વિદેશ મંત્રાલયને અનેક વાર સીધી રીતે અને અન્ય રીતે શ્રીલંકાને ચીન અંગે સાવચેત કર્યા હતા. શ્રીલંકા અત્યારે ચીનના દેવા હેઠળ દબાયેલું હોવાના કારણે શ્રીલંકા પાસે ચીનને ઘુસવા દેવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
Published by:kuldipsinh barot
First published:

Tags: ચીન

આગામી સમાચાર