Home /News /explained /China can breed Dinosaur: શું ચીનમાં મળેલા ભ્રૂણમાંથી ડાયનાસોરનો જન્મ શક્ય છે?
China can breed Dinosaur: શું ચીનમાં મળેલા ભ્રૂણમાંથી ડાયનાસોરનો જન્મ શક્ય છે?
પ્રતીકાત્મક તસવીર
China can breed Dinosaur Again: ચીનમાં કરોડો વર્ષો જૂનો ડાયનાસોરનો ભ્રૂણ મળી (Dinosaur Embryo Found In China) આવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સ્થિતિમાં મળેલું ડાયનાસોર ગર્ભ (dinosaur egg) હોવાનું કહેવાય છે.
બેઇજિંગ: ચીનમાં વૈજ્ઞાનિકોને એક સુંદર રીતે સચવાયેલો ડાયનાસોર ભ્રૂણ (Dinosaur Embryo Found In China) મળ્યો છે જે ઓછામાં ઓછો 6.6 કરોડ વર્ષ જૂનો છે. જે બાળકની જેમ ઇંડામાંથી (dinosaur egg) બહાર આવવાની તૈયારી કરી રહ્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે શું વૈજ્ઞાનિકો (scientist) આ ગર્ભ દ્વારા ફરીથી ડાયનાસોર બનાવી શકશે. વિજ્ઞાન જે રીતે સતત પ્રગતિ કરી રહ્યું છે તે જોતા કહી શકાય કે વૈજ્ઞાનિકો આ કરી શકશે. ભવિષ્યમાં આવુ સંભવ થઈ શકે છે.વૈજ્ઞાનિકોને દક્ષિણ ચીનના ગ્વાંગજુમાં ડાયનાસોરના ઈંડાનો અશ્મિ મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે ઇંડાની અંદર એક સાચવેલ ભ્રૂણ પણ મળી આવ્યો છે. ઈંડું દાંત રહિત થેરોપોડ ડાયનાસોર અથવા ઓવિરાપ્ટોરોસૌરનું હતું.
બેબી યિંગલિયાંગ કેવું છે
સંશોધકોએ તેને "બેબી યિંગલિયાંગ" નામ આપ્યું છે. બેબી યિંગલિયાંગ માથાથી પૂંછડી સુધી લગભગ 27 સેમી (10.6 ઇંચ) લાંબુ છે, અને યિંગલિયાંગ સ્ટોન નેચર હિસ્ટ્રી મ્યુઝિયમમાં 17 સેમી લાંબા ઇંડાની અંદર છે. સંશોધકોનું માનવું છે કે તે 7.2થી 6.6 કરોડ વર્ષ જૂનું છે અને શક્ય છે કે અચાનક ભૂસ્ખલનને કારણે ઈંડું સાચવાયું હશે.
યુનિવર્સિટી ઓફ બર્મિંગમના સંશોધક અને iScience જર્નલમાં પ્રકાશિત સંશોધનના સહ-લેખક ફિઓન વૈસમ માએ જણાવ્યું હતું કે, "આ ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ડાયનાસોર ભ્રૂણમાંથી એક છે." બેબી યિંગલિયાંગનું માથું તેના શરીરની નીચે હતું, પગ અને પીઠ બંને બાજુએ વળેલી હતી, આ મુદ્રા અગાઉના ડાયનાસોરમાં જોવા મળતી ન હતી, પરંતુ આધુનિક પક્ષીઓ જેવી જ હતી. પક્ષીઓમાં વર્તન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે અને તેને "ટકીંગ" કહેવામાં આવે છે.
શું ડાયનાસોર ફરી જન્મી શકે છે?
હોલીવુડે છેલ્લા 02-03 દાયકામાં ડાયનાસોર વિશે ઘણી હિટ ફિલ્મો બનાવી છે. જો કે, તેનો યુગ જુરાસિક વર્લ્ડ જેવી સુપરહિટ ફિલ્મોના આગમન પછી 90ના દાયકામાં શરૂ થયો હતો. જો તમને યાદ હોય તો, આ ફિલ્મમાં, વૈજ્ઞાનિકે ડાયનાસોરના પ્રાચીન ડીએનએમાંથી તેને બનાવવા માટે એક કાલ્પનિક વાર્તા દર્શાવી હતી. પરંતુ વાસ્તવમાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં આવી ટેક્નોલોજી પર માત્ર ડાયનાસોર જ નહીં પરંતુ તમામ લુપ્ત પ્રાણીઓનો જન્મ થઈ શકે છે.
જો કે, જે પ્રકારની ટેક્નોલોજી હવે ચીન પાસે છે અને તેઓ વિજ્ઞાનમાં ઘણું સારું કામ કરી રહ્યા છે. તેને જોતા એવું કહી શકાય કે ચીન ભવિષ્યમાં આવું કરી શકે છે.
વૈજ્ઞાનિકો તેમને ફરીથી કેવી રીતે ઉત્પન્ન કરી શકે છે?
પ્રખ્યાત વૈજ્ઞાનિક અને લેકર મિચિયો કાકુ દ્વારા "ધ ઇન્વેન્શન્સ ધેટ વિલ ટ્રાન્સફોર્મ અવર લાઇવ્સ" પુસ્તકમાં આ વિગતવાર લખવામાં આવ્યું છે. પુસ્તકમાં એ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ડાયનાસોર અને લુપ્ત થતી પ્રજાતિઓ ભવિષ્યમાં જીવંત જોવા મળી શકે છે.
ક્લોનિંગ, અવશેષો અને ડીએનએમાંથી બનાવી શકાય છે
ક્લોનિંગના વધારા સાથે, તેઓ ફરીથી ઉત્પન્ન કરી શકાય છે. તેઓ તેમના અવશેષો અને કોષોમાંથી પુનર્જીવિત થઈ શકે છે. એટલે કે ચીનમાં મળેલા ડાયનાસોરના ભ્રૂણ દ્વારા વાસ્તવમાં ચીનના વૈજ્ઞાનિકો ઈચ્છે તો ડાયનાસોર પેદા કરી શકે છે.
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, જે ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે અને ડીએનએ કે અશ્મિની મદદથી તે પ્રાણીઓ હજારો વર્ષ પછી પૃથ્વી પર જન્મી શકે છે. અલબત્ત, તેમને ફરીથી સંવર્ધન કરવું જોખમી બની શકે છે, પરંતુ આવી ભયંકર પ્રજાતિઓને મોટા પ્રાણી સંગ્રહાલય અને ઉદ્યાનોમાં રાખી શકાય છે.
વર્લ્ડ જીઓપાર્કમાં મોજૂદ છે લાખો વર્ષ જૂના અવશેષો
તમને જણાવી દઈએ કે યુનેસ્કોનો લેટિન અમેરિકામાં પહેલો વર્લ્ડ જિયોપાર્ક છે. પાર્કમાં 90થી 150 મિલિયન વર્ષ જૂના અવશેષો જોઈ શકાય છે. જીઓપાર્કના લાલ રંગના ખડકોની વચ્ચે હજુ પણ ડાયનાસોરના અવશેષો મોજૂદ છે.
ઘણા પ્રકારના હતા ડાયનાસોર
ડાયનાસોર પ્રાણીઓની અનેક પ્રજાતિઓ માનવામાં આવે છે. પેલિયોન્ટોલોજિસ્ટ્સે અત્યાર સુધીમાં 500 વિવિધ વંશ અને ડાયનાસોરની 1000થી વધુ પ્રજાતિઓની ઓળખ કરી છે. તેમના અવશેષો પૃથ્વીના દરેક ખંડ પર જોવા મળે છે. કેટલાક ડાયનાસોર શાકાહારી હતા અને કેટલાક માંસાહારી હતા. કેટલાક બે પગે ચાલતા હતા તો કેટલાક ચાર પગે ચાલતા હતા. ડાયનાસોર તેમના પ્રચંડ કદ માટે જાણીતા છે, પરંતુ કેટલીક ડાયનાસોરની પ્રજાતિઓ કદમાં મનુષ્યો જેટલી હતી, કેટલીક તેમના કરતા પણ નાની હતી.
કોણે આપ્યું હતું સૌથી પહેલા ડાયનાસોરનું નામ
ડાયનાસોર શબ્દ સર રિચાર્ડ ઓવેન દ્વારા 1842માં આપવામાં આવ્યો હતો. આ માટે તેમણે ગ્રીક શબ્દ ડીનોસનો ઉપયોગ કર્યો જેનો અર્થ થાય છે "ભયંકર, શકિતશાળી, અદ્ભુત". 20મી સદીના મધ્ય સુધી, વૈજ્ઞાનિકો ડાયનાસોરને આળસુ, બુદ્ધિહીન અને ઠંડા લોહીવાળા જીવો માનતા હતા. પરંતુ 1970 પછી થયેલા સંશોધનમાં જણાવાયું હતું કે તેઓ ખૂબ જ સક્રિય જીવો હતા. પ્રથમ ડાયનાસોર અવશેષો 19મી સદીમાં મળી આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર