Home /News /explained /ચીનની મહિલા સૈનિકોની પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ, મેકઅપ અને હેર સ્ટાઈલની અપાય છે તાલીમ

ચીનની મહિલા સૈનિકોની પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ, મેકઅપ અને હેર સ્ટાઈલની અપાય છે તાલીમ

તસવીર- flickr

મહિલ આર્મીમાં ભરતી કરીને તેમને લાંબા વાળ રાખવા માટે અને ડાન્સ શીખવા માટેનું કહેવામાં આવે છે.

  યૂક્રેનમાં મહિલા સૈનિકોને હાઈ હિલ્સ પહેરાવીને પરેડ કરાવવાને કારણે વિવાદ ઊભો થયો છે. વિપક્ષના મત અનુસાર મહિલા સૈનિકોને તાકાતવર નહીં, પરંતુ આકર્ષક બતાવવા માટે હાઈ હીલ્સ પહેરાવવામાં આવી છે. સોવિયેત સંઘથી આઝાદી મળી તેના 3 દાયકા પૂર્ણ થવા પર યૂક્રેન ઊજવણીની તૈયારી કરી રહ્યું છે. તે દરમિયાન સૈનિકો સાથે લૈંગિક ભેદભાવ જોવા મળ્યો છે. મહિલાઓ સાથે ભેદભાવ મામલે ચીનની સેના યૂક્રેનથી ખૂબ જ આગળ છે. ચીનમાં પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army)માં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. મહિલ આર્મીમાં ભરતી કરીને તેમને લાંબા વાળ રાખવા માટે અને ડાન્સ શીખવા માટેનું કહેવામાં આવે છે.

  મહિલાઓને સોફ્ટ સ્કિલવાળા કામ આપવામાં આવે છે

  ફાઈટર જેટ ઉડાવનાર મહિલા ઓફિસરો બાદ પણ ચીનની સેનામાં મહિલાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચીનમાં એક દાયકા પહેલા 16 મહિલા ઓફિસરોને ફાઈટર જેટ ઉડાડવા માટેની તાલીમ આપવામાં આવી હતી. તેમ છતાં, મહિલા સૈનિકોને ખૂબ જ નીચી નજરથી જોવામાં આવે છે. ચીનની આર્મીમાં મહિલાઓનું યૌન શોષણ થતું હોવાના સમાચાર પણ સામે આવે છે. મહિલાઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવા છતાં તેઓ હલ્કા ફુલ્કા કામ કરી શકે તેવું માનવામાં આવે છે.

  અજીબ અજીબ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે

  દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ફાઉન્ડિંગ ડે પર PLA મહિલા સૈનિકોના વિડીયો સોશિયલ મીડિયા, છાપા અને ટીવીમાં દર્શાવે છે. આ વિડીયોમાં મહિલાઓની બહાદુરીની નહીં, પરંતુ તેમની સોફ્ટ સ્કીલની વાત કરવામાં આવે છે. જેમ કે, ચીનની આર્મીમાં મહિલા સૈનિકો ફોન રિસીવ કરે અને મિલિટ્રીમાં હોવા છતા અપ ટુ ડેટ મેકઅપ પણ કરે છે. અન્ય એવા વિડીયો પણ પોસ્ટ કરવામાં આવે છે. જેમાં મહિલા સૈનિકો ડાન્સ કરે છે. એવો એકપણ વિડીયો પોસ્ટ નથી કરવામાં નથી આવ્યો જેમાં મહિલા સૈનિકોનું મુખ્ય કામ જોઈ શકાય.

  વડોદરા જિલ્લા SOG PIનાં પત્ની મહિનાથી રહસ્યમય રીતે ગુમ, મોબાઇલ ફોન અને બે વર્ષનાં બાળકને પણ છોડીને ગયા

  સૈનિકોને ડાન્સની તાલીમ

  વર્ષ 2009માં ચીનમાં એકસાથે 16 ફીમેલ ફાઈટર પાયલોટને તાલીમ આપવામાં આવી. તેમ છતાં મહિલા સૈનિકોના કારનામા દર્શાવવાની જગ્યાએ તેમના ડાન્સ અને મેકઅપ દેખાડવામાં આવે છે. તે જ વર્ષે PLAએ એક ટેલેન્ટ સેગમેન્ટ બનાવ્યું જેમાં, જે મહિલા ઓફિસરો શાનદાર ડાન્સ અથવા આ જ પ્રકારનું અન્ય ટેલેન્ટયુક્ત કાર્ય કરે તો તેમને પ્રમોટ કરવામાં આવે છે. ચીનની સરકારી મીડિયા પીપલ્સ ડેલી તેમની અધિકૃત સોશિયલ સાઈટ પર આ પ્રકારના ટેલેન્ટના વિડીયો પોસ્ટ કરે છે.

  અમદાવાદની આ મહિલાઓ કચરામાંથી કમાણી કરી બને છે આત્મનિર્ભર

  જિનપિંગના પત્ની આર્મીમાં મેજર

  ચીનની સેના PLAમાં મહિલા સૈનિકોની સંખ્યા 4.5% છે. મહિલા સૈનિકોની સંખ્યા સારી છે. વિડીયોમાં મહિલા સૈનિકોના બહાદુરીભર્યા કામની જગ્યાએ તેમનો ડાન્સ અને મેકઅપ બતાવવામાં આવે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પત્ની પેંગ લિયુઆન PLA ફિમેલ મિલિટ્રીમાં મેજર જનરલ હતા. જિનપિંગના પત્ની જવાબદારીભર્યા પદ પર હોવા છતાં તે સિંગર તરીકે જ પ્રખ્યાત છે. તેમની સાથે સાથે સેનાની ફિમેલ વિંગ પાસેથી પણ આ જ પ્રકારની આશા કરવામાં આવે છે.

  દુષિત પાણીનો ભરડો: કલોલમાં 13 કલાકમાં જ પિતા અને માસૂમ પુત્રએ ગુમાવ્યાં જીવ

  વાળની લંબાઈ પર ધ્યાન આપવામાં આવે છે

  ચીનની આર્મીમાં ભરતી થવા માટે મહિલાઓના શારીરિક બાંઘાની જગ્યાએ મહિલાઓ દેખાવડી છે કે નહીં તેના પર વધુ ધ્યાન આપવામાં આવે છે. ક્વાર્ટજના એક રિપોર્ટ અનુસાj, મહિલા સૈનિકોનો અંબોડાની લંબાઈ 13 સેન્ટીમીટર અને પહોળાઈ તથા ઉંચાઈ 6-6 સેન્ટીમીટર હોવી જોઈએ. ચાઈના ન્યૂઝ.કોમમાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનેક યુવા મહિલાઓના વાળ તેટલા લાંબા ના હોવાને કારણે તેઓ મોટા અંબોડાની સ્ટાઈલ માટે નકલી વાળ લગાવવા માટે મજબૂર છે. મહિલા સૈનિકોને મેકઅપની તાલીમ આપવામાં આવે છે. PLA જણાવે છે કે, મહિલાઓને મેકઅપ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવે છે.  ટેલિફોન ઓપરેટરની જેમ કામ કરે છે

  વર્ષ 2017માં મિલિટ્રી અખબારે તમામ મહિલા સૈનિકોની પ્રોફાઈલ છાપી જે ફોન કોલ રિસીવ કરે છે અને ટ્રાન્સફર કરે છે. વર્ષ 1960માં ચીન આર્મીની મહિલાઓને આ કામ આપવામાં આવે છે. મહિલા સૈનિકો જ શા માટે આ કામ કરે છે તે કામ માટે પુરુષોની તૈનાતી શા માટે કરવામાં આવતી નથી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


  ચીન મહિલા સૈનિકો કરે છે અનેક પડકારોનો સામનો

  ચીનની મહિલા સૈનિકો યુદ્ધના મોરચાના સપના સાથે આર્મીમાં જોડાય છે અને ત્યાર બાદ તેઓ ફોન ઓપરેટરનું કામ કરે છે તેમનું જીવન એટલું સરળ નથી. ક્વાર્ટજ.કોમના એક રિપોર્ટ અનુસાર ફોન ઓપરેટનું કામ કરતી ફીમેલ કેડરને 3000થી વધુ ફોન નંબર યાદ હોવા જોઈએ. ચીનમાં બોલવામાં આવતી તમામ બોલી આવડવી જોઈએ. એક વખત અવાજ સાંભળ્યા બાદ તે અવાજ યાદ હોવો જોઈએ.
  First published:

  Tags: China army, Women in army, Women soldier, ચીન