Explained: સતત કાર્યવાહી થાય છે તો પણ છત્તીસગઢનો આ વિસ્તાર નક્સલીઓનો ગઢ કેમ છે?

Explained: સતત કાર્યવાહી થાય છે તો પણ છત્તીસગઢનો આ વિસ્તાર નક્સલીઓનો ગઢ કેમ છે?
પ્રતીકાત્મક તસવીર

સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ નામ ન જણાવવાની શરતે કહે છે કે, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં માઓવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. જેના કારણે અહીંના ઉગ્રવાદીઓ બસ્તર તરફ ભાગી ગયા.

  • Share this:

Chhattisgarh Maoist Attack: શનિવારના રોજ છત્તીસગઢના બિજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં  (Maoist violence in Chhattisgarh) દેશના 22 જવાન શહીદ થયા હતા. જ્યારે ઘણા જવાનો ઘાયલ છે. બીજી તરફ સુરક્ષાદળો જવાબી કાર્યવાહી કરવામાં લાગ્યા છે. ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે, નક્સલવાદથી પ્રભાવિત અન્ય રાજ્યોમાં શાંતિનો માહોલ છે, ત્યારે છત્તીસગઢમાં કેમ નક્સલી હુમલા યથાવત છે? ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 વર્ષથી અહીં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.


ક્યારે થયા હુમલા?વર્ષ 2010થી લઈને અત્યારસુધીમાં દંતેવાડા-સુકમા અને બિજાપુરના વિસ્તારોમાં 175થી વધુ જવાન માઓવાદીઓ દ્વારા થયેલા હુમલામાં શહીદ થયા છે. એટલું જ નહીં, ઘાયલોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે અને હુમલામાં સામાન્ય લોકોને પણ ઝપેટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલ 2010ના રોજ સુકમામાં નક્સલીઓના હુમલામાં 76 જવાનો શહીદ થયા હતા. જે બાદ મે મહિનામાં દંતેવાડાથી સુકમા જતા સુરક્ષાબળો પર નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં દેશે કુલ 36 જવાન ગુમાવ્યા હતા. તાજેતરમાં થયેલો હુમલો પણ આ જુના ઘા તાજા કરી દીધા છે.

Explainer: ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે બની રહ્યો છે ઘાતક! આવા હોય છે લક્ષણો

માર્ચથી જુલાઈ દરમિયાન થયા હુમલા

છત્તીસગઢમાં નક્સલી હુમલાઓની એક ખાસ પેટર્ન દેખાય છે. અહીં માર્ચથી જુલાઈ દરમિયાન જ હુમલા થતા હોય છે. ઇન્ડિયન એક્સ્પ્રેસની વેબસાઈટમાં સૂત્રોના હવાલે જણાવાયું છે કે, નક્સલીઓ ચોમાસા પહેલા જ મોટેભાગે હુમલા કરતા રહે છે. સાથે જ તેઓ પ્રેક્ટિસ પણ આ મહિનાઓમાં જ કરે છે.

જાણો, કેમ બસ્તરમાં સતત હુમલા થતા રહ્યા

છત્તીસગઢમાં ઘણા જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે, પરંતુ બસ્તરમાં તેમની દાખલ ખૂબ વધુ પ્રમાણમાં છે. તેના ઘણા કારણો છે, જેમાંથી એક છે અહીંના દૂર-દૂર સુધી ફેલાયેલા જંગલો, જે નક્સલીઓ માટે સુરક્ષિત જગ્યા છે. આ જગ્યા નક્સલીઓ માટે એટલી જ સુરક્ષિત છે, જેટલી ચંબલની ઘાટીઓ ડાકુઓ માટે સુરક્ષિત હતી. આ જંગલોમાં વસ્તીનું પ્રમાણ નહિવત છે. નક્સલીઓ સામાન્યરીતે ત્યાંના વિસ્તારના જ લોકો હોય છે, જેથી તેઓ જંગલને સારી રીતે ઓળખતા હોય છે. જ્યારે જવાનો જંગલ વિશે વધુ ન જાણતા હોવાથી નક્સલીઓ તેનો ફાયદો ઉઠાવે છે.

વિરોધીઓ લોકોમાં ભ્રમ ફેલાવીને ભડકાવી રહ્યાં છે, BJP કાર્યકર્તાઓ સતર્ક રહે: PM મોદી

અધિકારીઓનું શું કહેવું છે?

સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ નામ ન જણાવવાની શરતે કહે છે કે, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં માઓવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. જેના કારણે અહીંના ઉગ્રવાદીઓ બસ્તર તરફ ભાગી ગયા. દરેક વિસ્તારના નક્સલીઓની વિચારધારા એકસરખી હોય છે, જેને લઈને એક જ સીમાથી જોડાયેલા છત્તીસગઢના બસ્તરમાં જવું તેમના માટે સહેલી વાત હતી. તેઓ સીમા પાર કરીને કેડર સાથે મળી જાય છે. આ રીતે અન્ય રાજ્યોના નક્સલીઓ અહીં જોડાઈ જતા આતંક વધી રહ્યો છે.

રસ્તા અને સંચાર નહિવત

નક્સલીઓના કારણે બસ્તરમાં રસ્તા બનાવવા મુશ્કેલ થયા છે. સાથે જ સંચારની સુવિધા પણ નથી. જેથી જંગલોમાં ફસાઈ જતા જવાનોનું બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે અને તેઓ પોતાના અધિકારીઓને પણ આ અંગે માહિતી નથી પહોંચાડી શકતા. નક્સલીઓ આ વાતનો ફાયદો ઉઠાવે છે. તેમજ તૂટેલા રસ્તાઓ અને જંગલોમાં બૉમ્બ મૂકીને જવાનોને ફસાવવા ટ્રેપ તૈયાર કરે છે.

સ્થાનિક પોલીસ જવાનોના માહિતી આપવામાં અચકાય છે

આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સ્થાનિક પોલીસે નક્સલીઓ અંગે માહિતી એકથી કરીને સુરક્ષા બાળોને મદદ કરી હતી. આ રીતે સુરક્ષાબળોનું કામ સરળ થઇ જતું, કારણ કે સ્થાનિક લોકોની મદદથી ખાનગી માહિતી પોલીસ સુધી આસાનીથી પહોંચી જતી હતી. જે બાદ જવાનો પરિસ્થિતિને સંભાળવામાં સફળ રહેતા હતા, પરંતુ છત્તીસગઢમાં આવું નથી જોવા મળી રહ્યું. છત્તીસગઢની પોલીસ નક્સલવાદને ખતમ કરતા અચકાય છે. છત્તીસગઢમાં ડીસ્ટ્રીકટ રિઝર્વ ફોર્સને બદલે સતત CRPFને આ કામ સોંપવામાં આવે છે, જેઓ જંગલને સંપૂર્ણપણે ન જાણતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.પશ્ચિમ બંગાળ કે જ્યાંથી નક્સલવાદની શરૂઆત થઇ હતી. તેના આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા અને સંચાર સહિતની સુવિધાઓ શરુ થઇ ગઈ છે. જેના કાતરને જવાનોને દરેક કામમાં સરળતા રહી. પરંતુ બસ્તરમાં રસ્તા, દવાખાના અને સંચારની સુવિધા ન હોવી એ એક મોટી કમી છે. મહત્વનું છે કે, મોટેભાગે સ્થાનિકો જ નક્સલીઓ હોય છે. તેમની ખાનગી કાર્યવાહીની જાણકારી સ્થાનિક લોકો સુધી આસાનીથી પહોંચે છે. જો સ્થાનિક વ્યક્તિ આ માહિતી પોલીસને આપવા માંગે તો સંચારની સુવિધા ન હોવાને કારણે નિષ્ફળતા જ હાથ લાગે.
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 12:42 pm

ટૉપ ન્યૂઝ