Home /News /explained /Charles Darwin Death Anniversary: એ વૈજ્ઞાનિક, જેણે બદલી નાખી આખી દુનિયા!

Charles Darwin Death Anniversary: એ વૈજ્ઞાનિક, જેણે બદલી નાખી આખી દુનિયા!

ચાર્લ્સ ડાર્વિનને ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન (Evolutionary Biology)માં અમૂલ્ય યોગદાન માટે ઓળખવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Charles Darwin Death Anniversary: ચાર્લ્સ ડાર્વિન (Charles Darwin) અંગ્રેજી પ્રકૃતિવિદ્, ભૂવૈજ્ઞાનિક તથા જીવવિજ્ઞાની હતા, જેમને ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન (Evolutionary Biology)માં અમૂલ્ય યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેઓ આખી દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત કરનારા વ્યક્તિ (Most Influential Person) માનવામાં આવે છે. તેમણે પ્રાણીઓમાં ઉત્ક્રાંતિ અને વિવિધતાનો સિદ્ધાંત આપ્યો હતો, જેને આજે પણ જીવવિજ્ઞાનની કરોડરજ્જુ માનવામાં આવે છે.

વધુ જુઓ ...
Charles Darwin Death Anniversary: ચાર્લ્સ ડાર્વિન (Charles Darwin) એવા વૈજ્ઞાનિક હતા જેમના ઉત્ક્રાંતિના સિદ્ધાંતે જીવવિજ્ઞાન અને તેની સંબંધિત શાખાઓમાં ક્રાંતિ કરીને સમગ્ર વિજ્ઞાન જગતમાં હલચલ મચાવી હતી. તેમની 25 વર્ષોની મહેનતે વૈજ્ઞાનિકોની વિચારસરણી બદલી નાખી અને જીવવિજ્ઞાનીઓને દિશા આપી. તેમને માનવ ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ગણવામાં આવે છે. તેમનું મોટાભાગનું યોગદાન તેમના પુસ્તક ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીશિસ’  (On the Origin of The species)  દ્વારા આપવામાં આવ્યું છે. 19 એપ્રિલે તેમની પુણ્યતિથિ પર આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ડાર્વિને કેવી રીતે વૈજ્ઞાનિક જગત તેમજ વિશ્વ અને સમાજને પ્રભાવિત કર્યા.

ઔપચારિક શિક્ષણ પસંદ ન હતું

ચાર્લ્સ ડાર્વિનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809ના રોજ ઈંગ્લેન્ડના શ્રોપશાયરના શ્રુએસબરીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો. ડાર્વિનને પરંપરાગત અભ્યાસમાં ક્યારેય રસ નહોતો. તેઓ તેમના ડોક્ટર પિતાના સહાયક રહ્યા અને તેમણે ભૂસ્તરશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. પ્રકૃતિ વિજ્ઞાનમાં તેમની રુચિ ધીમે ધીમે વિકસિત થઈ, જે ખૂબ જ વધતી ગઈ. 22 વર્ષની ઉંમરે તેમને બીગલ નામના જહાજમાં વિશ્વની મુસાફરી કરવાનો મોકો મળ્યો.

આ પણ વાંચો: મહાન વૈજ્ઞાનિક Albert Einsteinની પુણ્યતિથિ, જાણો કેટલું ખાસ હતું તેમનું દિમાગ?

પાંચ વર્ષની એ સફર

ડાર્વિને 1831માં તેમની દરિયાઈ સફર શરૂ કરી હતી. શરૂઆતમાં તેમને વહાણમાં રહેવામાં મુશ્કેલીનો અનુભવ થયો, પરંતુ પાછળથી તેઓ દરિયાઈ મુસાફરી માટે તૈયાર થઈ ગયા. ડાર્વિન પોતે કહે છે કે આ પ્રવાસ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય સાબિત થયો. આ પાંચ વર્ષની સફરમાં ડાર્વિન ચાર ખંડોમાં ફર્યા અને પક્ષીઓ અને છોડના ઘણા અવશેષો એકઠા કર્યા અને તેનો અભ્યાસ કર્યો.

Charles Darwin Death Anniversary
ચાર્લ્સ ડાર્વિને જ વિવિધ જીવોમાં વિવિધતા અને સમાનતાના કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


પરંતુ આ પ્રવાસ બાદ પણ ડાર્વિનને ખબર હતી કે તેમનો અભ્યાસ પૂરતો નથી. તેઓ તેને વધારે ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત રૂપ આપવા માંગતા હતા. પહેલા ડાર્વિને તેમની નોટબુક થકી કામ ચલાવ્યું અને બાદમાં સંશોધન પત્રો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ડાર્વિનના કામનો સમય વધતો ગયો, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી.

20 વર્ષની મહેનત પુસ્તકમાં

ડાર્વિનનું સંશોધન કાર્ય અને તેમની શોધવૃત્તિ તથા અભ્યાસનું આયોજન કરવાનું કામ વર્ષો સુધી ચાલુ રહ્યું. તેમણે ધ ઓરિજિન ઓફ સ્પીશિસમાં પોતાના વિચારો અને તપાસના પરિણામો પ્રકાશિત કર્યા. પરંતુ તેને 20 વર્ષ લાગ્યા. આ પુસ્તકના પ્રકાશન પહેલા તેઓ તેના પર લોકોની પ્રતિક્રિયાને લઈને ડરતા હતા.

આ પણ વાંચો: ચંદ્રના આ સેમ્પલ્સની થશે હરાજી, નીલ આર્મસ્ટ્રોંગે પહેલા મિશન પર કર્યા હતા કલેક્ટ

વૈજ્ઞાનિકોથી લઈને ચર્ચ સુધી

ડાર્વિનના પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો. ડાર્વિનના સિદ્ધાંત સાથે સહમત થવા તૈયાર ન હોય તેવા આસ્તિક લોકોને પણ આ પુસ્તકમાં રસ પડ્યો. ઘણા વિવેચકો પણ જન્મ્યા. તો બીજી બાજુ, ચર્ચની મિશ્ર પ્રતિક્રિયા હતી કારણ કે ડાર્વિને ભગવાનની સત્તાને સીધો પડકાર જ ન હતો આપ્યો. કેટલાક લોકો પ્રાકૃતિક પસંદગીને ભગવાનનું હથિયાર પણ કહ્યું. પરંતુ ડાર્વિને એક રીતે સૌને પ્રભાવિત કર્યા.

Charles Darwin Death Anniversary
ડાર્વિનનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે લોકોને ધર્મ અને વિજ્ઞાનની ભૂમિકાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કર્યું. (Image- shutterstock)


કુદરત, ધર્મ અને વિજ્ઞાન

ડાર્વિનનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે લોકોને ધર્મ અને વિજ્ઞાનની ભૂમિકાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કર્યું. તેમની શોધો અને સિદ્ધાંતોએ ઘણી વસ્તુઓને ધર્મના ક્ષેત્રમાંથી બહાર કાઢી વિજ્ઞાનમાં લાવી. આમાં પ્રકૃતિને વિજ્ઞાનની નજીક લાવવાની સૌથી મોટી સિદ્ધિ હતી.

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ડાર્વિન 1882 સુધી દુનિયામાં હતા ત્યારે જિનેટિક્સ, જીન્સ, ડીએનએ જેવા શબ્દો પણ આવ્યા ન હતા. આજે જ્યારે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે ત્યારે બાયોલોજી ડાર્વિન વિના અધૂરું છે. ડાર્વિનને નકારવાના કેટલાક પ્રયાસો થયા, પણ તે થઈ શક્યું નહીં. ડાર્વિનનો સિદ્ધાંત આધારભૂત સિદ્ધાંત બની ગયો છે. તેમની શોધની પદ્ધતિઓ યુવા વૈજ્ઞાનિકો માટે માર્ગદર્શિકા તરીકે સેવા આપે છે.
First published:

Tags: Explained, Know about, Research સંશોધન, Science વિજ્ઞાન, Scientists, Today history, જ્ઞાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો