Home /News /explained /

Hippocratic Oath: વાંચો 'હિપ્પોક્રેટિક ઓથ'નો ઇતિહાસ, જેને બદલે હવે મેડિકલ વિદ્યાર્થીઓ લેશે ‘ચરક શપથ’

Hippocratic Oath: વાંચો 'હિપ્પોક્રેટિક ઓથ'નો ઇતિહાસ, જેને બદલે હવે મેડિકલ વિદ્યાર્થીઓ લેશે ‘ચરક શપથ’

હવે ભારતીય મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ લેશે ‘ચરક શપથ’ (ફાઇલ ફોટો/facebook@sntcollege)

Hippocratic Oath: વિશ્વભરના ડોકટરો સદીઓથી 'હિપોક્રેટિક ઓથ' લેતા આવ્યા છે. આ શપથ ડોકટરો માટે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંત સમાન છે. ભારતની મેડિકલ કોલેજોમાં પણ 'હિપોક્રેટિક ઓથ' લેવામાં આવે છે, પરંતુ હવે અહીંના મેડિકલ વિદ્યાર્થીઓ 'ચરક શપથ' લેશે.

વધુ જુઓ ...
    Hippocratic Oath : હવે ભારતમાં મેડિકલના વિદ્યાર્થીઓ (Medical Students) ‘હિપ્પોક્રેટિક શપથ’ (Hippocratic Oath)ને બદલે ‘ચરક શપથ’ લેશે. ગયા સોમવારે એપેક્સ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર (Apex Medical Education Regulator) નેશનલ મેડિકલ કમિશને (National Medical Commission-NMC) દેશની દરેક મેડિકલ કોલેજો (Medical Colleges) સાથે વર્ચ્યુઅલ બેઠક (Virtual Meeting) કરી. આ બેઠકમાં આયોગે સૂચન આપ્યું છે કે ડોક્ટરોની ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન લેવામાં આવતા ‘હિપ્પોક્રેટિક ઓથ’ને બદલે ‘ચરક શપથ’ લેવામાં આવે. ચરક શપથ’ (Charak Shapath)નું નામ આયુર્વેદના જનક કહેવાતા મહર્ષિ ચરકના નામ પર રાખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે હવે ‘હિપ્પોક્રેટિક શપથ’ ઇતિહાસના પાનાંમાં સામેલ થઈ જશે.

    ‘હિપ્પોક્રેટિક શપથ’નો ઇતિહાસ

    ઈ.પૂ. 460 થી 377 સુધી ગ્રીસમાં હિપ્પોક્રેટ્સ નામના એક મહાન ચિકિત્સક થયા. તેમણે ડોકટરો માટે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો જણાવ્યા. પાછળથી આ સિદ્ધાંતો ડોકટરોના વ્યવસાય માટે અનિવાર્ય બન્યા. મેડિકલના વિદ્યાર્થીઓને હિપ્પોક્રેટ્સના સિદ્ધાંતોના શપથ લેવડાવવામાં આવ્યા. અને બાદમાં તેનું નામ 'હિપોક્રેટિક ઓથ' રાખવામાં આવ્યું. સમય જતાં આ શપથમાં ઘણી વખત સુધારો કરવામાં આવ્યો. વિશ્વના કેટલાક ભાગોમાં મેડિકલ કોલેજો તેના મૂળ સ્વરૂપમાં લખેલા સિદ્ધાંતોનો (ગ્રીક ભાષા) ઉપયોગ કરે છે.

    તો ઘણી જગ્યાએ જીનીવા ઘોષણા (Declaration of Geneva) અથવા મેમોનાઇડ્સની શપથ (Oath of Mainmonides) લેવામાં આવે છે. આ બંને હિપ્પોક્રેટ્સ દ્વારા જણાવવામાં આવેલા સિદ્ધાંત પર આધારિત છે. વિશ્વની લગભગ તમામ મેડિકલ કોલેજોમાં કોઈને કોઈ પ્રકારની શપથ લેવડાવવામાં આવે છે.

    આ પણ વાંચો: IPC: મહામારીમાં નિયમ ભંગ બદલ લાગતી કલમ 188 શું છે, ક્યારે થાય છે તેનો ઉપયોગ?

    'હિપોક્રેટિક ઓથ'માં આખરે શું છે?

    મૂળ શપથ સૌથી પહેલા ગ્રીક દેવતા ‘અપોલો’ (Greek God Apollo)ના શપથ લેવાથી શરૂ થાય છે. તે સામાન્ય રીતે  ડોક્ટર્સ દ્વારા જાહેરમાં અન્ય ડોકટરો સાથે જ્ઞાન શેર કરવાના એક કરાર સાથે શરૂ થાય છે, જેનું પાલન તેમને પોતાના વ્યવસાયમાં કરવાનું હોય છે. શપથના બીજા ભાગમાં ડોકટરો શપથ લે છે કે તેઓ તેમની સારવારનો ઉપયોગ દર્દીની ભલાઈ માટે કરશે, તેમના નુકસાન માટે નહીં. આ ભાગમાં કોઈ નુકસાન ન પહોંચાડવાની વાત કરવામાં આવી છે.

    આ ઉપરાંત, આ શપથમાં એ પણ કહેવામાં આવે છે કે ડોક્ટર કોઈને પણ ઘાતક દવા નહીં આપે, ન તો કોઈને આપવા દેશે અને ન તો ગર્ભપાત કરશે. જો કે, શપથના આ ભાગને ઘણી જગ્યાએથી હટાવી નાખવામાં આવ્યો છે અથવા બદલતી પરિસ્થિતિઓ અનુસાર ફરી લખવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Blasphemy: શું છે ઈશનિંદા અને કેટલા દેશોમાં આ કાયદામાં છે મૃત્યુ સુધીની સજા?

    હિપ્પોક્રેટિક શપથના આગળના હિસ્સામાં લખ્યું છે કે ડોક્ટરો તેમની મર્યાદાઓને જાણતા નિષ્ણાત ડોક્ટરને સર્જરી કરવા માટે સંપૂર્ણ પરવાનગી આપશે. આ શપથ ડોકટરોને તેમના પદનો લાભ લેવા પર પણ પ્રતિબંધ મૂકે છે, જે અનુસાર ડોકટરો પોતાની જાતીય ઇચ્છાઓ પૂરી કરવા કે અન્ય કોઈપણ પ્રકારની સ્થિતિનો લાભ ન ​​લેવા માટે શપથ લે છે.

    દર્દીની ગોપનીયતાની શપથ

    અંતમાં 'હિપોક્રેટિક ઓથ' હેઠળ ડોકટર તેમના દર્દીઓની ગુપ્તતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા લે છે. ડોક્ટરોએ તેમના દર્દી સાથે શું વાત કરી છે, તેમની સ્થિતિ કેવી છે અથવા તેમની સારવાર કેવી રીતે કરવામાં આવી રહી છે, આ બાબતો અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકાતી નથી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, Health News, Health news gujarati, Health Tips

    આગામી સમાચાર