ટુ-વ્હીલર પાછળ બેસવાના નિયમોમાં થયો ફેર! હવે આ રીતે કરવી પડશે સવારી, જાણો સરકારનાં નિયમો

પ્રતીકાત્મક તસવીર

ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, બાઈકની પાછળની સીટ બેસનાર વ્યક્તિએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે.

  • Share this:
આજકાલ એક્સિડન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં ઘટાડો કરવા માટે ગાડીઓની ડિઝાઈન અને તેની સુવિધાઓમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બાઈકચાલકો માટે મંત્રાલય દ્વારા નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, બાઈકની પાછળની સીટ બેસનાર વ્યક્તિએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે. આ તમામ નવા નિયમોની જાણકારી અહીં આપવામાં આવી છે.

ડ્રાઈવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હોવું જોઈએ

મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર બાઈકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડ હોવા જરૂરી છે. પાછળની સીટ પર બેસનારની સુરક્ષા માટે આ હેન્ડ હોલ્ડ હોવું જરૂરી છે. જો બાઈકચાલક અચાનક બ્રેક મારે છે તો તે પરિસ્થિતિમાં હેન્ડ હોલ્ડ હોવાથી પાછળની સીટ પર બેસનાર વ્યક્તિ સુરક્ષિત રહી શકે છે. મોટાભાગના બાઈકમાં આ સુવિધા હોતી નથી. બાઈકના પાછળના ટાયરનો ડાબી તરફનો અડધો હિસ્સો સુરક્ષિત રીતે કવર હોવો જરૂરી છે, જેથી પાછળની સીટ પર બેસનાર વ્યક્તિના કપડા તેમાં ફસાય નહીં.

બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકી: 15 ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ

હળવું કન્ટેનર લગાવવાનો આદેશ

મંત્રાલય દ્વારા બાઈકમાં હળવું કન્ટેનર લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિમી અને ઉંચાઈ 500 મિમીથી અધિક ન હોવી જોઈએ. બાઈકની પાછળની સીટની બાજુમાં કન્ટેનર લગાવવામાં આવશે તો બાઈકમાં બે સવારીને મંજૂરી આપવામાં નહીં આવે. બાઈકની પાછળની સીટની પાછળની બાજુએ કન્ટેનર લગાવવામાં આવશે તો બે સવારીને મંજૂરી આપવામાં આવશે. આ નિયમોને ફોલો કરવામાં નહીં આવે તો તે નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

આ વ્યક્તિએ બનાવ્યો હતો આપણો તિરંગો, ગરીબીમાં થયું હતું નિધન

ટાયર અંગેની ગાઈડલાઈન

તાજેતરમાં સરકારે ટાયર અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે. આ નિયમ હેઠળ 3.5 ટન સુધીના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરીંગ સિસ્ટમ માટેનું સૂચન આપવામાં આવ્યું છે. આ સિસ્ટમાં સેન્સરની મદદથી ટાયરમાં કેટલી હવા છે તેની જાણકારી ડ્રાઈવરને મળે છે.

મંત્રાલયે ટાયર માટેની કીટની ભલામણ પણ કરી છે. ત્યારબાદ ગાડીમાં એક્સ્ટ્રા ટાયરની જરૂરિયાત નહીં રહે. રોડ સુરક્ષાના નિયમોમાં સરકાર સમયાંતરે ફેરફાર કરતી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ સુરક્ષાના નિયમોને કડક બનાવવા માટેની બાબતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published: