Home /News /explained /

Good Habits For Earth: એ કઈ આદતો છે, જેને તમે બદલશો તો એનો ફાયદો સીધો પૃથ્વીને થશે?

Good Habits For Earth: એ કઈ આદતો છે, જેને તમે બદલશો તો એનો ફાયદો સીધો પૃથ્વીને થશે?

આપણે અમુક આદતોમાં ફેરફાર કરીને પૃથ્વીની રક્ષા કરી શકીએ છીએ. (Image credit- shutterstock)

Good Habits For Planet: અમુક આદતો એવી છે, જે તમે બદલાવશો તો તેની અસર પૃથ્વી પર પડશે. પૃથ્વીના સ્વાસ્થ્યનું (Save Earth) ધ્યાન રાખીને આપણે આપણા ભવિષ્યને સુરક્ષિત કરી શકીએ છીએ.

    Good Habits For Planet: પૃથ્વી પર વધતી વસતી (Population on Earth) અને અલગ અલગ શોધોના કારણે પૃથ્વીને ઘણું નુકસાન પણ પહોંચી રહ્યું છે. હવે પર્યાવરણ (Environment On Earth) સિસ્ટમમાં ઘણું બગડી ગયું છે, જેના કારણે વાતાવરણ, જળવાયુ વગેરેમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. એવામાં આ પૃથ્વીના સ્વાસ્થ્યનું (Good Habits for Earth) ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. પૃથ્વીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આપણે આપણા ભવિષ્યને સુરક્ષિત કરી શકીએ છીએ. આપણે પોતાની અમુક આદતોમાં ફેરફાર કરીને પૃથ્વીની રક્ષા કરી શકીએ છીએ.

    આવો જાણીએ કે એ કઈ કઈ આદતો છે, જેને બદલવાથી પૃથ્વીને ફાયદો થઈ શકે છે અને પર્યાવરણને લઈને આપણે આપણી જવાબદારી નિભાવી શકીએ છીએ.

    મીટ ખાવાનું ઓછી કરી દો

    ડીડબ્લ્યૂના એક રિપોર્ટ મુજબ વિશ્વના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ખેતીવાડીનો હિસ્સો 14 ટકા છે. જ્યારે પશુઓ ગેસ બહાર કાઢે છે અને ચાવે છે ત્યારે ઘણો મિથેન વાયુ છોડે છે. તેથી શાકાહારી બનવામાં ફાયદો છે અને જો તમે નોન-વેજ ખાતા હોવ તો પણ તમારે અઠવાડિયામાં બહુ ઓછું ખાવું જોઈએ.

    આ પણ વાંચો: શું છે ઈશનિંદા અને કેટલા દેશોમાં આ કાયદામાં છે મૃત્યુ સુધીની સજા?

    કાર ચલાવવી ઓછી કરી દો

    કમ્બર્શન એન્જિનવાળા વાહનો ચોથા ભાગના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન માટે જવાબદાર છે. તેથી ઓછામાં ઓછા ડીઝલ અને પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધો.

    હવાઈ મુસાફરી ઘટાડવી

    માનવીઓ જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે તેમાં વિમાનનો હિસ્સો 2.5 ટકા છે. તેનાથી ઉપરના વાતાવરણને નુકસાન થાય છે. તેથી પ્રયાસ કરો કે વધુમાં વધુ મુસાફરી પૃથ્વી પર જ કરો.

    આ પણ વાંચો: કોરોના વિરુદ્ધ જંગમાં મળ્યાં નવાં હથિયાર, ઇલાજમાં કારગર સાબિત થશે આ દવા

    મોબાઈલનો ઉપયોગ ઓછો કરો

    શું તમે જાણો છો કે ટીવી કરતાં મોબાઈલનો ઉપયોગ વધુ નુકસાનકારક છે અને ઈન્ટરનેટ પર વધુ વીડિયો જોવાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને પ્રોત્સાહન મળે છે. તેનું કારણ એ છે કે ડિજિટલ ટેક્નોલોજીમાં 4 ટકા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે તેનો મહત્તમ ઉપયોગ ઉત્સર્જનને પ્રોત્સાહન આપી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ડિજિટલ ટેક્નોલોજીનો હિસ્સો 4 ટકાથી 8 ટકા થઈ શકે છે. તેથી જ ટીવી પર વિડીયો જોવો યોગ્ય છે.

    રોકાણ અંગે ખાસ ધ્યાન આપો

    તમે વિચારતા હશો કે પ્રદૂષણ પર રોકાણની શું અસર થાય છે. વાસ્તવમાં તમારે એવી કંપનીઓમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ જે વાયુ પ્રદૂષણ વગેરેને પ્રોત્સાહન આપે છે. તેથી એવી કંપનીઓમાં રોકાણ કરવાનો પ્રયાસ કરો જે આ પ્લાનેટ માટે સારું કામ કરી રહી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bad Habits, Earth પૃથ્વી, Eco Friendly, Explained, Know about, Save Environment

    આગામી સમાચાર