Home /News /explained /

CDS Bipin Rawat Helicopter crash: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

CDS Bipin Rawat Helicopter crash: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

તમિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી CDS બિપિન રાવત (CDS Bipin Rawat)નું નિધન થઈ ગયું છે.

CDS Bipin Rawat Helicopter crash: તમિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી CDS બિપિન રાવત (CDS Bipin Rawat)નું નિધન થઈ ગયું છે. હવે દેશના CDSનો કાર્યભાર કોઈ પૂર્વ અધિકારી સંભાળશે કે પછી આ પદ માટે નવી નિમણૂક થશે?

વધુ જુઓ ...
  CDS Bipin Rawat Helicopter crash: દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતના નિધન બાદ સૌથી મહત્વનો સવાલ એ છે કે હવે દેશના સીડીએસનું પદ કોણ સંભાળશે? શું ફરી આ પદના અધિકાર રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારોમાં સામેલ થશે? એવા કેટલાય સવાલો છે, જેના જવાબ લોકો જાણવા માગે છે.

  તમિલનાડુ (Tamilnadu)ના કુન્નુર (Coonoor)માં બુધવારે ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી CDS બિપિન રાવતનું નિધન થયું છે. હવે દેશના CDSનો કાર્યભાર કોઈ પૂર્વ અધિકારી સંભાળશે કે પછી આ પદ માટે નવી નિમણૂક થશે?

  સૈન્ય જાણકારોને મતે આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર કોઈ અન્યને ન આપી શકાય. આ પદ માટે નિમણૂક કરવામાં આવશે. સંરક્ષણ બાબતોથી જોડાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ એ નિર્ણય લેશે કે હવેના સીડીએસ કોણ હશે.

  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું પદ

  તમને જણાવી દઈએ કે ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદની રચનાની ભલામણ વર્ષ 2001માં મંત્રીઓના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી. આ જીઓએમ કારગિલ સમીક્ષા સમિતિની રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યું હતું. GoMની આ ભલામણ બાદ સરકારે વર્ષ 2002માં આ પદની રચના માટે એક ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ બનાવ્યો. જેને CDS સચિવાલય તરીકે કામ કરવાનું હતું.

  એના દસ વર્ષ બાદ 2012માં સીડીએસને લઈને નરેશ ચંદ્ર સમિતિએ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષ નિયુક્ત કરવાની ભલામણ કરી. ત્યારથી જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) પદ માટે પૂરો મુસદ્દો તૈયાર કરવાની કવાયત ચાલી રહી હતી, જેને વર્ષ 2014 પછી એનડીએ સરકારે ઝડપી બનાવી નાખી.

  બિપિન રાવત બન્યા દેશના પહેલા સીડીએસ

  કેન્દ્રની એનડીએ સરકારે વર્ષ 2019માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSના પદની રચના કરી. ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવત 30 ડિસેમ્બર 2019ના રોજ દેશના પહેલા સીડીએસ બન્યા. ત્યારથી તેઓ આ પદ પર કાર્યરત હતા.

  આ પણ વાંચો: બિપિન રાવત સવાર હતા એ રશિયન હેલિકોપ્ટર અંગે જાણો અજાણી વાતો

  સીડીએસ પદની જોગવાઈઓ

  CDS પદ પર તૈનાત અધિકારીનું વેતન અને સુવિધાઓ અન્ય સેના પ્રમુખો જેટલી રાખવામાં આવી છે. કોઈ સેના પ્રમુખને સીડીએસ બનાવ્યા બાદ વયમર્યાદાનો નિયમ અવરોધરૂપ ન બને એ માટે આ પદ પર નિયુક્ત અધિકારી મહત્તમ 65 વર્ષની વય સુધી આ પદ પર કાર્યરત રહી શકશે. એટલે કે હવે સેના પ્રમુખ મહત્તમ 62 વર્ષની વય અથવા 3 વર્ષના કાર્યકાળ સુધી પોતાના પદ પર રહી શકશે. આ માટે કેન્દ્ર સરકારે સેનાના નિયમ 1954, નેવી (શિસ્ત અને વિવિધ જોગવાઈઓ) રેગ્યુલેશન્સ 1965, સેવાની શરતો અને વિવિધ નિયમો 1963 અને એર ફોર્સ રેગ્યુલેશન્સ 1964માં સુધારો કર્યો છે.

  આ પણ વાંચો: Air Crashes In India: આઝાદી બાદ અત્યાર સુધીમાં હવાઈ દુર્ઘટનામાં 2,173 લોકોએ જીવ ગુમાવ્યા, 80 ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ

  સીડીએસની જવાબદારીઓ

  સેનાની ત્રણેય પાંખના મામલે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે સીડીએસ કાર્ય કરે છે. તેઓ સંરક્ષણ મંત્રીની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આગેવાની હેઠળની સંરક્ષણ યોજના સમિતિના સભ્ય હોય છે. આ ઉપરાંત, સીડીએસ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના લશ્કરી સલાહકાર પણ હોય છે. સીડીએસ સંકલિત ક્ષમતા વિકાસ યોજના હેઠળ સંરક્ષણ મૂડી સંપાદન પંચવર્ષીય યોજના અને બે વર્ષની ટકાઉ વાર્ષિક સંપાદન યોજનાનો પણ અમલ કરે છે.

  ખર્ચમાં ઘટાડો કરીને સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવાની અને ત્રણેય સેનાઓની કામગીરીમાં સુધારો કરવાની જવાબદારી પણ CDSની છે. CDS સંરક્ષણ મંત્રાલય હેઠળ બનાવવામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (DMA) ના સચિવ તરીકે કામ કરે છે. ડીએમએ ભારતના સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અને એર ફોર્સ સંબંધિત બાબતો પર સાથે મળીને કામ કરે છે.

  આ પણ વાંચો: CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાંથી લેન્ડિંગ સ્પોટ ફક્ત 16 કિમી દૂર હતું

  નિવૃત્તિ પછીની જવાબદારી

  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ના પદ પરથી સેવાનિવૃત્ત થનાર વ્યક્તિ કોઈ પણ સરકારી હોદ્દો ગ્રહણ નથી કરી શકતા. ઉપરાંત, તેઓ નિવૃત્તિના 5 વર્ષ પછી પણ પરવાનગી વિના કોઈ ખાનગી નોકરી કરવા માટે હકદાર નથી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: CDS, CDS બિપિન રાવત, Explained, Helicopter-crash, બિપિન રાવત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन