Home /News /explained /

CDS Bipin Rawat: હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યા છે videos, જુઆ આ બધા છે fake

CDS Bipin Rawat: હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યા છે videos, જુઆ આ બધા છે fake

CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો દાવો આવા બે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. (video grab)

Helicopter crash video Fact Check: કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 11 લોકોના મૃત્યુની પુષ્ટિ થયાના કલાકો બાદ તેમના IAF એરક્રાફ્ટની અંતિમ ક્ષણોનો દાવો કરતા વીડિયો ઇન્ટરનેટ પર શેર થવા લાગ્યા છે.

વધુ જુઓ ...
  CDS Bipin Rawat Helicopter crash: તમિલનાડુ (Tamilnadu)ના કુન્નુર (Coonoor)માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની અને અન્ય 11 લોકોના મૃત્યુની પુષ્ટિ થયાના કલાકો બાદ તેમના IAF એરક્રાફ્ટની અંતિમ ક્ષણોનો દાવો કરતા વીડિયો ઇન્ટરનેટ પર શેર થવા લાગ્યા છે. હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash videos) દર્શાવતા આવા બે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

  મીડિયામાં આવેલા સમાચારોના જણાવ્યા પ્રમાણે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ઉપરાંત એક મીડિયા હાઉસે પણ આવો એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વીડિયો એ જ હેલીકોપ્ટર ક્રેશ (CDS Bipin Rawat helicopter crash video)નો છે.

  ફેબ્રુઆરી 2020માં જે રશિયન હેલિકોપ્ટર (Russian Helicopter)ને સીરિયામાં તોડી પાડવામાં આવ્યો હતો અને નવેમ્બર 2021માં અરુણાચલ પ્રદેશમાં જે IAF હેલિકોપ્ટરનું ક્રેશ-લેન્ડિંગ થયું હતું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તે જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  તો ‘ટાઈમ્સ મીડિયા 24’ નામના અન્ય એક મીડિયા હાઉસે પણ ફેસબુક પર આવો દાવો કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો જે બાદમાં હટાવી નાખવામાં આવ્યો હતો.

  helicopter crash videos fact check1

  કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે એ જ વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જનરલ રાવતના Mi17v5 ક્રેશનો વિડીયો છે.

  વિડિયોમાં ઉંચાઈએ હેલિકોપ્ટર આગ પકડતું અને પછી જમીન પર ક્રેશ થતું દેખાતું હતું. જ્યારે હેલિકોપ્ટર હવામાં તૂટે છે, ત્યારે કેટલીક વસ્તુઓ ઉડતી અને જમીન પર પડતી દેખાય છે, જે મુસાફરો, સામાન અથવા વિમાનના તૂટેલા ભાગો હોઈ શકે છે. આ ફૂટેજ તાજેતરના ક્રેશની વર્તમાન થિયરી પર સીધો સવાલ કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર જમીન પર પટકાયું હતું, જ્યારે વિડીયોમાં દેખાય છે કે હેલિકોપ્ટર પહેલાથી જ હવામાં સળગી ગયું હતું.  તેનું કારણ એ છે કે એ વિડીયો જૂનો છે અને તેમાં દેખાતું ચોપર મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અ ઘટના સીરિયાની છે જે લગભગ બે વર્ષ પહેલા બની હતી. ફેબ્રુઆરી 2020માં યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે આ એ જ વિડીયો છે. આ વિડીયો મૂળ સરકાર વિરોધી કાર્યકરોએ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને ક્રેશનું શૂટિંગ કરતી વખતે તેઓ અલ્લાહ હુ અકબરની બૂમો પાડતા હતા.

  આ પણ વાંચો:  જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધન બાદ સરકાર 7 દિવસમાં નવા CDSની નિમણૂક કરી શકે છે, જાણો આ પદની લાયકાતના માપદંડ

  રિપોર્ટ્સ અનુસાર, તે એક રશિયન મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર હતું, જેને સીરિયાના ઇદલિબ પ્રાંતના અલેપ્પો નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ત્રણ ક્રૂ સભ્યો અને બોર્ડ પરના બે અધિકારીઓ આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા હતા, જે સીરિયામાં રશિયન દળો પરના સૌથી ખરાબ હુમલાઓમાંનો એક હતો.  સોશિયલ મીડિયા પર બીજો વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આજનો છે. આ વીડિયોમાં હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થતું જોવા મળે છે. જો કે, એરક્રાફ્ટમાં કોઈ આગ દેખાતી નથી, જ્યારે આજે ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને પીડિતો બળીને ખાખ થઈ ગયા હતા.

  આ પણ વાંચો: Exclusive: CDS Rawatના હેલિકોપ્ટરના અકસ્માત પહેલાનો પ્રથમ વીડિયો આવ્યો સામે

  આ ઘટના 18મી નવેમ્બર 2021ના રોજ પૂર્વી અરુણાચલ પ્રદેશમાં બની હતી અને સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટ અને ત્રણ ક્રૂ મેમ્બરોને ફક્ત નાની ઈજાઓ પહોંચી હતી.

  તેથી સત્ય એ છે કે આ બંને વીડિયો આજના અકસ્માતના નથી અને તે જૂના છે. એક વિડીયો લગભગ 2 વર્ષનો છે અને તે સીરિયાનો છે, જ્યારે બીજો ત્રણ અઠવાડિયાપહેલાનો છે અને તે ભારતના અરુણાચલ પ્રદેશનો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: CDS, CDS બિપિન રાવત, Explained, Fact check, Helicopter-crash, Nation News, Viral videos

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन