Home /News /explained /ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે બ્લડ ગ્રુપ બદલવામાં મળી સફળતા, વાંચો આ કઈ રીતે થયું અને તેનાથી કેટલો બદલાવ આવશે?
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે બ્લડ ગ્રુપ બદલવામાં મળી સફળતા, વાંચો આ કઈ રીતે થયું અને તેનાથી કેટલો બદલાવ આવશે?
કેનેડાના સંશોધકોએ મનુષ્યના ફેફસામાં હાજર A બ્લડ ગ્રુપવાળા બ્લડને O બ્લડ ગ્રુપમાં બદલ્યું છે. (પ્રતીકાત્મક ફોટો- getty images)
Universal Blood Type Organs: વૈજ્ઞાનિકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (Transplant) માટે ફેફસાનું બ્લડ ગ્રુપ બદલવામાં સફળતા મળી છે. તેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મામલે મોટી સફળતા માનવામાં આવે છે. પરંતુ આ કઈ રીતે થયું, જાણો આખી પ્રક્રિયા..
Universal Blood Type Organs: વૈજ્ઞાનિકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (Organ Transplant) માટે ફેફસામાં બ્લડ ગ્રુપ (Blood Group) બદલવામાં સફળતા મળી છે. તેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મામલે મોટી સફળતા માનવામાં આવે છે. વર્તમાનમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે અંગદાન કરનારા અને તેને લગાવનારા દર્દી, બંનેનું બ્લડગ્રુપ એક જ હોવું જરૂરી છે. કેનેડા (Canada)ના રિસર્ચર્સએ મનુષ્યના ફેફસામાં હાજર A બ્લડ ગ્રુપવાળા લોહીને બ્લડ ગ્રુપ Oમાં બદલ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ રીતે આપણે અંગોને ‘ન્યુટ્રલ ઓર્ગન’ (Neutral Organ)માં તબદીલ કરી શકશું અને બ્લડ ગ્રુપને બદલ્યા બાદ દર્દીઓને ઘણાં પ્રકારે રાહત મળશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ સફળતાને કારણે શરીર અંગોને રિજેક્ટ નહીં કરી શકે. આ રીતનું જોખમ ઓછું થઈ જશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલના આ માઇલસ્ટોન અંગે સૌને જાણવાની ઉત્સુકતા થઈ હશે.
સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની આશા જાગી
ડેઇલીમેલની રિપોર્ટમાં આ પ્રયોગ કરનારા કેનેડાના વૈજ્ઞાનિક ડૉ. સ્ટીફન વિથરનું કહેવું છે, જે રીતે O બ્લડ ગ્રુપવાળા લોકો કોઈને પણ બ્લડ ડોનેટ કરી શકે છે, તે જ રીતે નવા પ્રયોગની મદદથી ભવિષ્યમાં યુનિવર્સલ બ્લડ ઓર્ગન તૈયાર કરવાનો રસ્તો સરળ થઈ શકશે. રિસર્ચર્સની ટીમનું કહેવું છે કે, આ માટે આવનારા 2 વર્ષમાં ક્લિનીકલ ટ્રાયલ શરુ કરવામાં આવશે. આશા છે કે બીજા બ્લડ ગ્રુપમાં કન્વર્ટ કરવામાં આવેલા ઓર્ગનને દર્દીમાં લગાવવામાં આવશે.
સંશોધકોનું કહેવું છે કે, વર્તમાનમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર અને રિસીવરનું બ્લડ ગ્રુપ એક જ હોવું જરૂરી છે. તો દુર્લભ બી બ્લડ ગ્રુપવાળા દર્દીઓને 20 વર્ષ સુધી નવા અંગો માટે રાહ જોવી પડી શકે છે. નવા પ્રયોગના લાગુ થવા પર આ ઇંતેજાર ઓછો થઈ જશે. સંશોધકોના મતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીને જેટલી વધુ રાહ જોવી પડે, તેમના જીવ પર તેટલું વધારે જોખમ રહેલું છે. એટલે આ પ્રયોગ ભવિષ્યમાં મોટો બદલાવ લાવી શકે છે.
બ્લડમાં હાજર લાલ રક્તકણોની સપાટી પર હાજર મોલેક્યુલ (પરમાણુ) જ નક્કી કરે છે કે દર્દીનું બ્લડ ગ્રુપ શું હશે. તેને એન્ટિજન કહેવામાં આવે છે. જર્નલ સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નવો પ્રયોગ A બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીના બંને ફેફસાં પર કરવામાં આવ્યો છે.
સંશોધકોએ એન્ઝાઇમની મદદથી ફેફસામાં હાજર બ્લડનું ટ્રીટમેન્ટ કર્યું. ટ્રીટમેન્ટ દરમિયાન એન્ટિજન સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો જે બ્લડ ગ્રુપ માટે જવાબદાર હોય છે. તેને O બ્લડ ગ્રુપ સાથે મૂકવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન એવું જોવા મળ્યું કે આ ફેફસું નવા બ્લડ ગ્રુપની અસર સામે સક્ષમ રહ્યું. તો અન્ય ફેફસામાં કોઈ ફેરફાર કર્યા વિના તેને સીધા O બ્લડ ગ્રુપ સાથે રાખવામાં આવ્યું. તેમાં રિજેક્શનના લક્ષણ જોવા મળ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર