Home /News /explained /Emergency in Canada: જાણો સરકારે શા માટે આવું પગલું ભર્યું અને દેશમાં ફેલાયેલી અશાંતિનું કારણ શું છે?

Emergency in Canada: જાણો સરકારે શા માટે આવું પગલું ભર્યું અને દેશમાં ફેલાયેલી અશાંતિનું કારણ શું છે?

કેનેડાની રાજધાની ઓટાવામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલુ છે. (Image credit- Pixabay)

Emergency in Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (PM Justin Trudeau)એ દેશભરમાં થઈ રહેલા વિરોધને લઈને ઇમરજન્સી એક્ટ (Emergency Act) લાગુ કર્યો છે. ઘણા દિવસોથી ચાલી રહેલા પ્રદર્શનને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણી અસર થઈ રહી છે.

વધુ જુઓ ...
Emergency in Canada: કેનેડામાં કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈને બનેલા નિયમોને લઈને હોબાળો મચેલો છે અને રાજધાની ઓટાવા સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન (Protest in Canada) ચાલી રહ્યા છે. પ્રદર્શન એટલું વ્યાપક છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ ઈમરજન્સી એક્ટ (Emergency In Canada)નો આશરો લેવો પડ્યો છે. ટ્રુડોએ વિરોધનો સામનો કરવા માટે ઈમરજન્સી એક્ટ લાગુ કરી નાખ્યો છે જેથી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય. જણાવી દઈએ કે કેનેડામાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક નિયમોને લઈને હંગામો થઈ રહ્યો છે અને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એવામાં સવાલ છે કે આખરે કોવિડ વેક્સિન કે કોરોના પ્રોટોકોલને લઈને નિયમો કઈ રીતે બનાવવામાં આવ્યા છે, જેના કારણે અહીં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યું છે. સાથે જ સવાલ એ છે કે આ પ્રોટેસ્ટ કોણ કરી રહ્યું છે અને વિરોધને કારણે દેશમાં લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શા માટે લેવાયો નિર્ણય?

હાલમાં કેનેડામાં, ખાસ કરીને ઓટાવામાં વ્યાપક દેખાવો થઈ રહ્યા છે. ઘણા દિવસોથી ચાલી રહેલા આ પ્રદર્શનને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણી અસર થઈ રહી છે અને સપ્લાય ચેઈન પણ ઘણી પ્રભાવિત થઈ છે. વિરોધીઓએ સિટી સેન્ટરને ઘેરી લીધું છે અને સડકો પર પોતાના મોટા રિંગ ઉભા કરી નાખ્યા છે. સાથે જ ટેન્ટ અને હંગામી ઝૂંપડીઓ ઊભી કરીને રાજધાનીને બ્લોક કરી દેવામાં આવી છે. જેના કારણે સ્થિતિ વણસી રહી છે.

આ પણ વાંચો: NATOની રચના શા માટે કરવામાં આવી અને Ukraine Crisisમાં તેની શું ભૂમિકા છે? વાંચો વિગતે

આ પહેલા જ ઓટાવામાં તો 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. ઓટાવાના મેયરે આ જાહેરાત કરતાં કહ્યું કે પ્રદર્શન ‘નિયંત્રણ બહાર’ થઈ ગયું છે. તો પોલીસે આલ્બર્ટા અને મોન્ટાના વચ્ચેની બોર્ડરથી 11 લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રાઈફલ અને હેન્ડગન મળી આવી હતી. ત્યારથી પ્રદર્શનમાં હિંસાનો ડર પણ યથાવત છે, જેના કારણે સ્થિતિ સતત વણસી રહી હતી.

તાજેતરમાં જ વિરોધીઓએ 'પાર્લામેન્ટ હિલ'ની આસપાસ ઇરાદાપૂર્વક ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. કેટલાક પ્રદર્શનકર્તાઓએ 'નેશનલ વોર મેમોરિયલ'માં પેશાબ કર્યો હતો અને પોતાના વાહનો પાર્ક કર્યા હતા. એક વ્યક્તિએ 'ટૂમ ઓફ ધ અનનોન સોલ્જર' પર ઊભા રહીને ડાન્સ પણ કર્યો હતો. એટલે સુધી કે પીએમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આવી સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ઈમરજન્સીનો સહારો લીધો છે. જણાવી દઈએ કે રિપોર્ટ્સ મુજબ પીએમ પોતાના દેશમાં લોકો વિરુદ્ધ આર્મીનો ઉપયોગ કરવાના પક્ષમાં નથી.

આ પણ વાંચો: શું છે ઈશનિંદા અને કેટલા દેશોમાં આ કાયદામાં છે મૃત્યુ સુધીની સજા?

કોણ કરી રહ્યું છે પ્રદર્શન?

આમ તો આ પ્રદર્શન દેશની સામાન્ય જનતા કરી રહી છે, જેમાં એક મોટો વર્ગ ટ્રક ડ્રાઈવરોનો છે. ઘણા લોકો તેને ટ્રક ડ્રાઈવરોનું પ્રદર્શન (Truckers’ Protest) કહી રહ્યા છે અને હજારો ટ્રક ડ્રાઈવરો લાંબા સમયથી સતત પ્રદર્શન કરી રહ્યા છે અને હવે આ પ્રદર્શન દેશના અન્ય ભાગોમાં પણ વધી રહ્યું છે. હજારો ટ્રક ડ્રાઈવરોએ આ પ્રદર્શનને 'ફ્રીડમ કોન્વોય' નામ આપ્યું છે.

વિરોધ પ્રદર્શનનું કારણ શું છે?

પ્રદર્શનનું મુખ્ય કારણ કોરોના વેક્સિન અને કોરોના પ્રોટોકોલના કારણે બનેલા નિયમો છે, જેનો ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ચાલકો આ નિયમોનું પાલન કરવા તૈયાર નથી. ટ્રક ડ્રાઈવરોનું માનવું છે કે તેઓ કોઈના સંપર્કમાં આવતા નથી અને આવી સ્થિતિમાં તેમને છૂટ આપવી જોઈએ. બીજી બાજુ તેમનું કહેવું છે કે રસીકરણને ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સાથે સંબંધિત નથી, પરંતુ તે 'વસ્તુઓને નિયંત્રિત કરવા' માટે સરકારનો એક પેંતરો છે.

શું છે નિયમ?

નિયમ એ છે કે ટ્રક ડ્રાઇવરો સહિત તમામ સરહદ પાર આવશ્યક શ્રમિકોએ કેનેડામાં પ્રવેશવા માટે વેક્સીનેશનનું પ્રમાણ દર્શાવવું પડશે. સરકારે 15 જાન્યુઆરીએ આ નિયમ લાગુ કર્યો હતો. તેના હેઠળ કેનેડામાં પ્રવેશતા ટ્રક ડ્રાઇવરો માટે રસીકરણનો પુરાવો બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જો કોઈ ડ્રાઈવર પુરાવો ન બતાવી શકે તો નિયમો અનુસાર તેને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આમ તો અમેરિકાએ પણ આવો નિયમ લાગુ કર્યો હતો. જણાવી દઈએ કે કેનેડામાં 80 ટકાથી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.
First published:

Tags: Canada, Canada PM, Coronavirus Vaccine, Explained, Justin trudeau, World News in gujarati

विज्ञापन