રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે આશંકા છે કે ચીન તેનો ફાયદો ઉઠાવી શકે છે. (Image- Wikimedia Commons)
Russia Ukraine War: રશિયા (Russia)ના યુક્રેન (Ukraine) પર હુમલાથી હવે એ આશંકા પણ છે કે શું રશિયાના આ પગલાથી ચીનને પણ પ્રોત્સાહન મળશે? શું ચીન પણ તેનાથી પ્રેરિત થઈને તાઇવાન પર હુમલો કરી શકે છે જેના પર તે પોતાનો દાવો કરી રહ્યું છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ (Russia – Ukraine Conflict) જારી છે અને માનવામાં આવે છે કે આ સંઘર્ષ લાંબો ચાલી શકે છે. એવામાં નિષ્ણાતોનું કહેવું છે કે જે રીતે રશિયાએ અમુક બહાને યુક્રેન ઉપર હુમલો કર્યો હતો તેનાથી ચીન (China) પણ વર્તમાન પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તાઇવાન (Taiwan) ઉપર હુમલો કરી શકે છે, જેને તે હંમેશથી પોતાનો ભાગ માનતું આવ્યું છે. એક સવાલ એ પણ છે કે જો એવું થયું તો પશ્ચિમી દેશ કઈ રીતે પ્રતિક્રિયા આપશે. ચીની અધિકારીઓનું આ મામલામાં સ્પષ્ટ કહેવું છે કે યુક્રેન અને તાઇવાન ઘણા અલગ છે અને ચીનનું તાઇવાન પર એ જ વલણ કાયમ છે જે રશિયા યુક્રેન વિવાદ પહેલા હતું, પરંતુ તાઇવાનના અધિકારીઓએ હાલના વૈશ્વિક ઘટનાક્રમને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
તાઇવાન યુક્રેન જેવું નથી?
ચીનનું કહેવું છે કે તાઈવાન તેનો ભાગ છે, જ્યારે યુક્રેન અને રશિયા અલગ-અલગ દેશો છે. આ સંદર્ભમાં ચીન રશિયા-યુક્રેન વિવાદની તાઈવાન મુદ્દે સરખામણીને યોગ્ય નથી માનતું. રશિયાને લઈને ચીનની સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ આ હુમલા બાદ તરત જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચિનયુંગે સ્પષ્ટપણે કહ્યું કે તાઈવાન અને યુક્રેનની સરખામણી કરવાનો સ્પષ્ટ અર્થ છે કે તાઈવાનના ઈતિહાસની મૂળભૂત સમજનો અભાવ છે.
હુઆએ સ્પષ્ટ કર્યું કે તાઈવાન યુક્રેન નથી અને તાઈવાનના અધિકારીઓ યુક્રેન સાથે તેની સરખામણી કરીને મામલો ગરમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ચીનના આ નિવેદન બાદ પણ તાઈવાને યુક્રેન મામલે ચિંતા વ્યક્ત કરી છે. ચીન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે લોકતાંત્રિક તાઈવાન તેનો હિસ્સો છે અને જો જરૂર પડશે તો તેના પર બળપૂર્વક કબજો કરી લેશે.
ચીનના વલણથી લાગે છે કે તે હાલની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી બેઠું છે. (Image- shutterstock)
યુક્રેન અને તાઈવાન વચ્ચેનો તફાવત આ પણ છે
તાઈવાનની સરકારે રશિયન હુમલાની નિંદા કરી છે અને યુક્રેન અને તાઈવાનના મુદ્દા વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો છે. તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેનએ 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તાઈવાન સ્ટ્રેટની સ્થિતિ યુક્રેનની સ્થિતિથી ઘણી અલગ છે. તાઇવાન સ્ટ્રેટ ચીન અને તાઇવાન વચ્ચે કુદરતી રીતે અલગ છે. તેમના દેશની સેના પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ અને સક્ષમ છે.
સાઈનું કહેવું છે કે તેના વૈશ્વિક સહયોગી વિસ્તારમાં સુરક્ષા માટે યોગદાન આપી રહ્યા છે જેનાથી તાઇવાનને વિશ્વાસ મળી રહ્યો છે. ડીયુના અહેવાલ મુજબ ઘણા નિષ્ણાતો માને છે કે રશિયા-યુક્રેન કેસને કારણે ચીને વ્યૂહરચનામાં સંભવિત ફેરફારો પર વિચાર કરવો જોઈએ. ચીન નાટોમાં અમેરિકા અને અન્ય દેશો વચ્ચેની એકતા પર પણ નજર રાખશે.
અમેરિકા તાઇવાનના મામલાને ઘણી ગંભીરતાથી લઈ રહ્યું છે. (Image- Pixabay)
ચીનનું વિશ્લેષણ
ચીનનું વિશ્લેષણ મુખ્યત્વે આર્થિક મોરચે રહેશે અને આ સિવાય રશિયાની રણનીતિઓ પર પણ તેની ચાંપતી નજર રહેશે. તે ખાસ કરીને એ જોવા માંગશે કે રશિયા પશ્ચિમી પ્રતિબંધો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. નિષ્ણાતો પણ માને છે કે ચીન માટે રશિયાની જેમ તાઈવાનમાં પ્રવેશવું આસાન નહીં હોય. તે ચોક્કસપણે તકોનો નજીકથી અભ્યાસ કરશે.
રશિયાની જેમ નહીં
આ બધું એ વાતથી સ્પષ્ટ થાય છે કે ચીન રશિયાનું સમર્થન કરવામાં ઉતાવળ નથી કરી રહ્યું. તે ઈચ્છે છે કે લોકો એવું ન વિચારે કે ચીને પણ રશિયાની જેમ યુક્રેન પર હુમલો કર્યો. તક મળે તો પણ ચીન રશિયા જેવું વલણ અપનાવવા માંગશે નહીં.તો પશ્ચિમી દેશ પણ ચીનની સક્રિયતા પર તે રીતે પ્રતિક્રિયા નહીં આપે જે રીતે તે રશિયાને આપી રહ્યું છે.
અત્યારે તો અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા-યુક્રેન મામલે પોતાને પ્રતિબંધો સુધી સીમિત કરી દીધા છે. અમેરિકાએ કહ્યું છે કે તેઓ પોતાની તરફથી રશિયા પર સૈન્ય કાર્યવાહી કરવાના પક્ષમાં નથી, પરંતુ તેનું વલણ પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. તાઈવાન મામલે અમેરિકા આમ ખચકાશે એ અંગે પણ શંકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર