શું સામાન્ય શરદી-ઉધરસનો વાયરસ coronaને હરાવી શકે? આખરે રાયનોવાયરસ છે શું?

પ્રતિકાત્મક તસવીર

રોનામા રાહત મળે તેવા તમામ ઉપાયોમાં ક્યાંકને ક્યાંક ભૂલ થઈ છે. આવી સ્થિતિમાં તાજેતરમાં મળેલો એક રિપોર્ટ રાહતના સંકેતો આપી રહ્યો છે.

 • Share this:
  વાઈરસની બીજી લહેરના કારણે દેશમાં મોતનું તાંડવ સર્જાયું છે. કોરોનામા રાહત મળે તેવા તમામ ઉપાયોમાં ક્યાંકને ક્યાંક ભૂલ થઈ છે. આવી સ્થિતિમાં તાજેતરમાં મળેલો એક રિપોર્ટ રાહતના સંકેતો આપી રહ્યો છે. કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, કોમન કોલ્ડ (સામાન્ય તાવ)નો વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોનાને બહાર ધકેલી દે છે. સામાન્ય શરદી-ઉધરસના વાઈરસને રાયનોવાયરસ કહેવામાં આવે છે. હાલ રિપોર્ટ અંગે પુષ્ટી મળી શકી નથી. પરંતુ જો આવું થાય તો માત્ર ભારત જ નહીં, પરંતુ આખા વિશ્વ માટે રાહતની વાત હશે.

  આવી રીતે કામ કરે છે વાયરસ

  વાઇરસ પણ પશુ-પક્ષીઓ કે માણસજાતની જેમ જ કામ કરે છે. જેમ આપણે જગ્યા મેળવવા માટે એકબીજા સાથે લડીને પોતાની જાતને સાબિત કરીએ છીએ, તેવી જ રીતે વાઇરસ પણ હોસ્ટ શરીરમાં પ્રવેશીને લડાઈ કરે છે. અન્ય વાયરસને નાબૂદ દેનાર વાયરસ જ શરીરમાં રહે છે. શરદી ઉધરસ માટેનો વાયરસ પણ આવી રીતે જ કામ કરે છે.

  વાયરસનું ભારણ ઘટી શકે છે

  રાયનોવાયરસ શરીરમાં ઘુસી જાય તો કોરોના વાયરસનો ખતરો ઓછો થઈ જાય છે. એટલે કે વાયરલ લોડ ઓછો થાય છે. પરિણામે દવાઓના માધ્યમથી દર્દી સાજો થઈ શકે છે. ગંભીર પરિસ્થિતિમાં પહોંચવાનો ડર પણ ઓછો થઈ જાય છે. આ સંશોધન જર્નલ ઓફ ઇન્ફેક્શન ડિસીઝમાં પ્રકાશિત થયું હતું.

  રાયનોવાયરસ માટે કોઈ એન્ટી વાયરસ દવા નથી. સામાન્ય રીતે તેની જરૂર પણ રહેતી નથી.

  આવી રીતે થયો પ્રયોગ

  આ સંશોધન ગ્લાસગો ખાતે સેન્ટર ફોર વાયરસ રિસર્ચ ટીમ દ્વારા થયું હતું. આ સંશોધન દરમિયાન માણસના શ્વાસન તંત્ર જેવો કોષોનો એક ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો. શરદી ઉધરસ માટે જવાબદાર રાયનોવાયરસ અને કોરોના વાયરસને એક સાથે જ મુકી દેવામાં આવ્યા હતા. પરંતુ પ્રયોગમાં જોવા મળ્યું કે, આખા ઢાંચા ઉપર રાયનોવાયરસ કબજો કરી લીધો હતો, બીજી તરફ કોરોના વાયરસની કોઈ અસર થઈ નહોતી.

  ખતરો ઓછો થઈ શકે

  સંક્રમણના શરૂઆતના 24 કલાકમાં જો રાયનોવાયરસ શરીરમાં પ્રવેશ કરી શકે તો કોરોના વાયરસનો ભય નહિવત થઇ જાય છે. ત્યાર બાદ પણ જો કોરોનાવાયરસ થાય તો રાયનોવાયરસ તેને શરીરમાંથી બહાર ધકેલી દે છે. એકંદરે શરદી ઉધરસનો વાયરસ શરીરમાં આવે તો કોરોનાવાયરસનો ખતરો ઓછો થઇ જાય છે તેવું પ્રયોગમાંથી ફલિત થયું હતું.

  અગાઉ પણ થઈ ચૂક્યો છે પ્રયોગ

  વર્ષ 2009માં જ્યારે યુરોપના દેશોમાં સ્વાઇન ફ્લૂએ કહેર મચાવ્યો હતો. ત્યારે રાયનોવાયરસ એટલે કે સામાન્ય શરદી-ઉધરસની સિઝન હતી. ત્યારે જે લોકો શરદી ઉધરસમાં સપડાયા હતા, તેઓને સ્વાઈન ફ્લૂની અસર થઈ નહોતી. આવી જ રીતે જેના શરીરમાં રાયનોવાયરસ ન હોય તેમના શરીરમાં જ કોરોના વાયરસ પ્રવેશે છે તેવો નિષ્કર્ષ કઢાયો હતો

  બીજી વખત પણ થઈ શકે કોરોનાનો હુમલો

  દર્દીને શરદી ઉધરસ મટી જાય ત્યારે કદાચ કોરોનાનો હુમલો બીજી વાર થઈ શકે છે, તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી. દર્દીને શરદી-ઉધરસ મટી જાય ત્યારે તેના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ શાંત પડી જાય છે, જેથી આ ખતરો ઊભો થઈ શકે. અલબત્ત કોઈ નિશ્ચિત પુરાવા મળી શક્યા નથી. જેથી અત્યારે મોટા સ્તરે કોઈ પ્રયોગ થઈ શકે નહીં તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ ઉપરાંત કોરોના અને શરદી-ઉધરસનો વાયરસ બંને ફેલાઈ જાય તો લોકો કોરોનાને શરદી માનીને તેના તરફ ધ્યાન આપશે નહીં અને સ્થિતિ ગંભીર બનશે તેવો ખતરો પણ છે.

  રાયનોવાયરસ છે શું?

  આ વાયરસનું ટૂંકું નામ આવી(RV) છે. આ સામાન્ય શરદી-ઉધરસનું કોમન કારણ છે. આ વાયરસના કારણે સામાન્ય રીતે ઉપરના શ્વસન તંત્રને અસર થાય છે. શિયાળા અથવા તો વસંત ઋતુમાં આ વાયરસ વધુ જોવા મળે છે. જોકે વાયરસની અસર આખું વર્ષ પણ હોય શકે છે.

  સામાન્ય રીતે દવા વગર જ મટી જાય છે

  રાયનોવાઇરસથી ઓછો જોખમી છે. આ વાયરસનું સંક્રમણ લાગે તો શરદી, નાકમાંથી પાણી, તાવ અથવા થાક જેવા લક્ષણો એક અઠવાડિયાની અંદર જ ચાલ્યા જાય છે. અલબત્ત 25 ટકા કિસ્સામાં આ લક્ષણો બે અઠવાડિયા સુધી પણ રહેતા હોવાનું જાણવા મળે છે. આ વાયરસ માટે કોઈ એન્ટિવાયરસ દવા નથી. સામાન્ય સંજોગોમાં તેની જરૂર પડતી નથી. વાઇરસ સામે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ પૂરતી છે. જોકે લક્ષણોમાં રાહત મળે તે માટે દવા લેવી પડતી હોય છે.
  First published: