Explained: શું કોઈ ભારતીય એકથી વધારે દેશની નાગરિકતા મેળવી શકે છે? જાણો તમામ સવાલના જવાબ

પ્રતીકાત્મક તસવીર: Shuterstock

Explained dual citizenship: પાસપોર્ટ (Passport) એક એવો દસ્તાવેજ છે, જે સરકાર તરફથી તેમના નાગરિકોને આપવામાં આવે છે. જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય નાગરિકોને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાવેલ (International travel) માટે સક્ષમ બનાવવાનો છે.

  • Share this:
મુંબઈ: અમીર ભારતીયો વિદેશ જવા ઈચ્છે છે. કોરોના વાયરસ (Coronavirus) ને કારણે HNIsમાં સ્થળાંતર કરવાનો અને વિદેશમાં જવા માટેનો એક વિકલ્પ પસંદ કરી શકાય છે. ઈમિગ્રેશન ક્વેરીઝના પ્રશ્નો માત્ર મેટ્રો શહેરમાંથી જ નહીં, પરંતુ દેશના અનેક તમામ વિસ્તારમાંથી આ પ્રશ્નો સામે આવી રહ્યા છે. સૌથી મહત્વનો પ્રશ્ન છે, કે શું ‘બીજો પાસપોર્ટ’ (Second passport) લઈ શકાય છે? જે લોકો વિદેશમાં જવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, તેમને રહેઠાણ, નાગરિકતા (citizenship) અને બીજા પાસપોર્ટ (Second Passport) અંગે સવાલ થઈ રહ્યા છે. આ લેખમાં તમારા તમામ સવાલોની વિગતોની જાણકારી આપવામાં આવી છે. “શું એક ભારતીય નાગરિક પાસે એકથી અધિક પાસપોર્ટ હોઈ શકે છે?” તમારા આ સવાલની જાણકારી પણ અહીં આપવામાં આવી છે.

નાગરિકતા એ દેશ સાથે સંકળાયેલ વ્યક્તિની કાયદાકીય સ્થિતિ છે, જેને તે રાષ્ટ્રના કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી છે. નાગરિક તે દેશના અધિકારોનો હકદાર અને તેણે બંધારણમાં જણાવેલી જવાબદારીઓ પણ નિભાવવાની રહે છે. પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે, જે સરકાર તરફથી તેમના નાગરિકોને આપવામાં આવે છે. જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય નાગરિકોને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાવેલ માટે સક્ષમ બનાવવાનો છે. જે નાગરિકતાના પ્રમાણ તરીકે પણ કાર્ય કરે છે. તમામ પાસપોર્ટ હોલ્ડર તે દેશના નાગરિક હોવા જોઈએ, પરંતુ નાગરિક પાસે પાસપોર્ટ હોવો જરૂરી નથી.

ભારતમાં વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે. વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટ નિમ્ન સ્થાન પર હોવાના કારણે તે પાવરફુલ પાસપોર્ટ નથી. જે મુખ્યરૂપે એશિયા, આફ્રિકા અને કેરેબિયનમાં લગભગ 60 દેશમાં વિઝા ફ્રી ટ્રાવેલ માટેની પરવાનગી આપે છે. જાપાનીઝ પાસપોર્ટ 191 દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલની પરવાનગી આપતો હોવાનું તે 2021ના સૂચકાંકમાં સૌથી ટોપ પર હતો.

મલ્ટીપલ નાગરિકતા શું છે? અને સેકન્ડ પાસપોર્ટ વિશે શું જોગવાઈ છે?

મલ્ટીપલ નાગરિકતા (dual citizenship) નો અર્થ છે કે, એક વ્યક્તિ એકથી અધિક દેશનો નાગરિક છે. (જેમ કે, અમેરિકા અને કેનેડા અથવા UK). મલ્ટીપલ નાગરિકતા હેઠળ તે દેશોમાં વ્યક્તિને અધિકાર અને લાભની સુવિધા આપવામાં આવે છે. તમે આ દેશોમાંથી કોઈપણ દેશમાં રહી શકો છો, કામ કરી શકો છો, સ્ટડી કરી શકો છો તથા સ્વાસ્થ્ય, શિક્ષા, સામાજિક સુરક્ષા જેવા લાભ પણ મળી શકે છે.

મલ્ટીપલ નાગરિકતાનો સૌથી મોટો લાભ છે, કે તેમાં તમે અનેક પાસપોર્ટ મેળવી શકો છો. જેનાથી સરળતાથી ગ્લોબલ ટ્રાવેલ (Global travel) થઈ શકે છે. પાસપોર્ટ હોલ્ડર તે દેશમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે.

શું એક ભારતીય મલ્ટીપલ નાગરિકતાનો લાભ મેળવી શકે છે?

>> ના, ભારતીય બંધારણમાં મલ્ટીપલ નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી નથી. જો કોઈ ભારતીય નાગરિક અન્ય દેશનો પાસપોર્ટ મેળવે છે, તો તે ભારતીય નાગરિક રહેતો નથી.

>> પાસપોર્ટ અધિનિયમ 1967, અનુસાર તમામ ભારતીય પાસપોર્ટ હોલ્ડરોએ, અન્ય દેશની નાગરિકતા મેળવ્યા બાદ તેમનો પાસપોર્ટ નજીકના ઈન્ડિયન મિશનને આપવાનો રહે છે.

>> અન્ય દેશની નાગરિકતા મેળવ્યા બાદ તે વ્યક્તિ Overseas Citizens of India (OCI)નો દરજ્જો મેળવી શકે છે.

OCI સ્ટેટ્સ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

OCI સ્ટેટ્સ ભારતીય મૂળના વ્યક્તિને આપવામાં આવતો એક કાયદાકીય દરજ્જો છે. OCI સ્ટેટ્સ એ પરેમેનેન્ટ રહેઠાણ સમાન છે અને અનેક લાભ પ્રદાન કરવામાં આવે છે. ભારત સરકાર તે તમામ લોકોને OCI કાર્ડ જાહેર કરે છે અને તેમને OCI સ્ટેટ્સનો દરજ્જો આપવામાં આવે છે.

OCI કાર્ડ કેવી રીતે મેળવવું?

તે માટે તમારે ઓનલાઈન અરજી, ફોટોગ્રાફ અને જરૂરી ડોક્યુન્ટ્સ તથા ફી ચૂકવવાની રહે છે, ત્યારબાદ તમને થોડા સમયમાં OCI કાર્ડ મળી જશે.

OCI કાર્ડમાં શું લાભ મળે છે?

OCI કાર્ડ ધારકને નીચે જણાવેલ લાભની સુવિધા મળે છે.

- આજીવન ભારતમાં પ્રવેશ માટેની મંજૂરી.
- ભારતમાં અનિશ્ચિત સમય સુધી રહી શકાય છે, કામ કરી શકાય છે અને વેપાર કરી શકાય છે.
- પોતાની સંપત્તિનો લાભ મળે છે.
- કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને વિદેશી નાગરિકતા છોડી દીધા બાદ ફરી ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકાય છે.

OCI કાર્ડધારકને નીચે જણાવેલા લાભ આપવામાં આવતો નથી

- તમે ભારતીય નાગરિક ન હોવાથી તમે મતદાન કરી શકતા નથી.

- તમે પબ્લિક કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકતા નથી અને ચૂંટણી લડી શકતા નથી.

- તમે ભારતમાં કૃષિ જમીન ખરીદી શકતા નથી. ભારતીય નાગરિકતા ગુમાવ્યા બાદ તમે તમારી સંપત્તિ જાળવી રાખી શકો છો અને તેના વારસામાં પણ મેળવી શકો છો.

- ભારતીય નાગરિક એકથી અધિક નાગરિકતા મેળવી શકતો નથી, પરંતુ તેને અનેક લાભની સુવિધા આપવામાં આવે છે. ભારતીય નાગરિકતા ગુમાવ્યા બાદ પણ તે પ્રવાસી નાગરિક હોવાનો લાભ મેળવી શકે છે. (PARESH KARIA, moneycontrol)
First published: