Calcutta High Court: કોલકત્તા હાઇકોર્ટે આ ઘટનાની સ્વત: સંજ્ઞાન લેતા પશ્ચિમ બંગાળ પોલીસથી 24 કલાકની અંદર વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો અને ફોરેન્સિક તપાસ માટે દિલ્હી સીએફએસએલની ટીમને ઘટનાસ્થળે આવશ્યક નમૂના ભેગા કરવાનો આદેશ આપ્યો હતો.
કોલકત્તા- કોલકત્તા હાઇ કોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની તપાસ CBIએ કરવાનાં આદેશ આપ્યા હતાં. કોર્ટે શુક્રવારે આ કેસમાં સુનાવણી કરતાં રાજ્ય સરકારની તે માંગણી ફગાવી દીધી હતી. જેમાં બીરભૂમ હિંસાની તપાસ બંગાળ પોલીસ કરી રહી હોવાની વાત કરવામાં આવી હતી. કોર્ટેને પશ્ચિમ બંગાળનાં એડવોકેટ જનરલ (AG)ને કહ્યું કે, અમે અમારા આદેશને રોકવાં પાછળ કોઇ કારણ નથી. તેથી આપની માંગણી ફગાવીએ છીએ. સીબીઆઇએ કોર્ટને આદેશ આપ્યાં છે કે, તે આ મામલાની તપાસ રિપોર્ટ 7 એપ્રિલનાં સોંપી દે.
ગત 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લાનાં બોગતુઇ ગામમાં હિંસા અને આગજની થઇ હતી. સત્તાધારી દળ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલાં ઉપ પ્રધાન ભાદૂ શેખની હત્યા બાદ કેટલાંક અરાજક તત્વોએ બોગતુઇ ગામની નજીક ડઝન જેટલાં ઘરમાં આગ ચાંપી દીધી હતી. જેમાં બળીને છ મહિલાઓ અને 2 બાળકો સહિત કૂલ 8 લોકોનાં મોત થયા હતાં. આ મામલે જનહિત અરજી દાખલ કરી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) કે રાષ્ટ્રીય અન્વેષણ અભિકરણ (NIA)ની તપાસની માંગણી કરવામાં આવી હતી.
કોલકત્તા હાઇકોર્ટે આ ઘટનાની સ્વત: સંજ્ઞાન લેતા પશ્ચિમ બંગાળ પોલીસથી 24 કલાકની અંદર વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો અને ફોરેન્સિક તપાસ માટે દિલ્હી સીએફએસએલની ટીમને ઘટનાસ્થળે આવશ્યક નમૂના ભેગા કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે કોર્ટે આ કેસમાં સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. બોગતુઇ ગામની મુલાકાત લીધા બાદ શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હિંસા ફેલાવનારા વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. પછી તે કોઇપણ રાજકીય દળ સાથે કેમ ન જોડાયેલાં હોય. કોલકાત્તા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલમાં નવનિર્મિત વિપ્લવી ભારત દીર્ધાનાં વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યા બાદ પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 'હું આ હિંસક ઘટના પર દુખ વ્યક્ત કરું છું. મારી સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને આ વાત માટે આશ્વસ્ત કરાવું છે કે, અપરાધિયોને જલ્દીથી જલ્દી સજા અપાવવામાં જે પણ મદદ તે ઇચ્છશે તે પૂરી પાડવામાં આવશે. આશા કરુ છુ કે, રાજ્ય સરકાર બંગાળની મહાન ધરતી પર આવા જધન્ય પાપ કરનારાઓને જરૂર સજા અપાવશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર