Explained: શેરબજારના રોકાણકારો સાવધાન, ઈન્ટ્રા ડેમાં ટ્રેડિંગ કરતા પહેલા આટલું ધ્યાન રાખો

પ્રતિકાત્મક તસવીર

શેરબજારથી શું કામ લોકો દૂર રહે છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ શેરબજાર અંગે અજ્ઞાનતા છે.

  • Share this:
શેરબજાર રોકાણકારો માટે દરિયો છે, પરંતુ દેશના માત્ર 2થી 3 ટકા લોકો જ શેરબજારમાં રોકાણ કરે છે. શેરબજારથી શું કામ લોકો દૂર રહે છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ શેરબજાર અંગે અજ્ઞાનતા છે.

શેરબજારમાં ટ્રેડિંગનું એક પાસું ઇન્ટ્રાડે છે. એટલે કે રોજેરોજનો માલ લઈ રોજેરોજ વેચી નાખવો. શેરબજારના ટ્રેડિંગ સેશનમાં જ માલ લઈ લેવાનો અને નફા અથવા નુકસાનમાં વેચી નખવાનો. આ પદ્ધતિમાં વળતર વધુ મળે છે, પણ જોખમ પણ ખૂબ મોટું છે.

થોડા સમય પહેલા જ ઇન્ટ્રાડેને પ્રોફેશન તરીકે ઓળખવામાં આવતું હતું. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ અને માર્જિન ટ્રેડિંગના કારણે શેરબજારમાં રોકાણ સરળ બન્યું છે.

ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સામાન્ય ટ્રેડિંગ વચ્ચે શું તફાવત?

આ બન્ને પ્રકાર વચ્ચે માત્ર સ્ટોકની ડિલિવરી લેવાનો ફરક છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જે દિવસે સ્ટોક લીધા, તે દિવસે જ તેને વેચી દેવા પડે છે. શેરની ઓનરશિપ ટ્રાન્સફર થતી નથી.

આ પણ વાંચોસ્પેસ નેવિગેશન સિસ્ટમ વિકસિત કરી રહ્યા છે ખગોળવિદ, જાણો કારણ

જ્યારે સામાન્ય ટ્રેંડમાં સ્ટોકની ડિલિવરી મળે છે. જે શેર ખરીદ્યા તે શેરને ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાય છે. જેને ગમે ત્યારે વેચી શકાય છે.

ઇન્ટ્રાડે ટ્રેડિંગ કોના માટે યોગ્ય?

જેઓ જોખમ લઈ શકે છે તેમના માટે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ યોગ્ય છે. જે લોકો ટ્રેડ માટે બધું ધ્યાન અને સમય આપી શકે તેઓને ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવું જોઈએ તેવું નિષ્ણાંતો સલાહ આપે છે.

જોખમ કેટલું?

ઇન્ટ્રાડે ટ્રેડિંગ ઊંચું વળતર આપે છે અને તેનાથી અનેક લોકો આકર્ષાય છે. પરંતુ ડિલિવરી સેગમેન્ટની તુલનામાં તે વધુ જોખમ પણ ધરાવે છે. તેથી જો તમે નોકરી કરતા હોવ અને ટ્રેડિંગ પર ધ્યાન ન આપી શકો તો ઇન્ટ્રાડે ટ્રેડિંગથી દુર રહો. ટેક્નિકલ સમજણ અને ચાર્ટ સમજવાની કળા મહત્વની છે.

આ પણ વાંચોહેવલ્સને લોન્ચ કર્યો દેશનો પ્રથમન એર પ્યુરીફાયર પંખો, જાણો - કેવા છે ફિચર્સ અને કેટલી છે કિંમત?

ઇન્ટ્રે ડે માટે સારા બ્રોકરની શોધ

ઇન્ટ્રા ડે કરવા માટે યોગ્ય બ્રોકરની પસંદગી કરવી જરૂરી છે. ઇન્ટ્રાડે સેગમેન્ટમાં સંશોધન અને તકનીકી સપોર્ટ આપે તેવો બ્રોકર શોધવો જોઈએ. દલાલી ઓછી હોય તે પણ ધ્યાન રાખવું.

સેશનના પ્રથમ કલાકમાં ટ્રેડથી દુર રહો

ઘણા નિષ્ણાતો જણાવે છે કે ટ્રેડિંગના પ્રથમ કલાકની અંદર ટ્રેડની પોઝિશન લેવાનું ટાળવું વધુ સારું છે. આ સમયગાળા દરમિયાન બજારમાં વધુ ઉતારચઢાવ રહે છે.

ઇન્ટ્રા ડે તરફ શા માટે લોકો આકર્ષાય છે?

1. સામાન્ય ટ્રેડ કરતા ઇન્ટ્રા ડેમાં વધુ માર્જિન મળે છે

2. રિટર્ન વધુ મળી શકે

3. બ્રોકરેજ ચાર્જ ઓછો

શરૂ કેવી રીતે કરશો?

ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરતા પહેલા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. જો તમે પહેલેથી જ સ્ટોકમાં ઈન્વેસ્ટ કરતા હોવ તો અલગથી ઇન્ટ્રા ડે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકાય. ટ્રેડિંગ કરવા માટે દરરોજ ચાર્ટ જોવાની આદત પાડવી પડે, ટ્રેન્ડને સમજવો પડે. કેટલાક ટેકનીકલ એનાલીસીસ ટૂલનો ઉપયોગ પણ કરવો જરૂરી છે.
First published: