Home /News /explained /

Explained: વાહનમાં બમ્પર ટુ બમ્પર વીમાના નિયમથી લોકોના ખિસ્સાને શું અસર થશે?

Explained: વાહનમાં બમ્પર ટુ બમ્પર વીમાના નિયમથી લોકોના ખિસ્સાને શું અસર થશે?

કાર વીમાની પ્રતિકાત્મક તસવીર

bumper to bumper insurance: વર્તમાન સમયે બમ્પર ટૂ બમ્પરને વીમા (bumper-to-bumper vehicle insurance) વિશે ઘણું સાંભળવા મળી રહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટના (Madras High Court) ચુકાદા બાદ આ શબ્દ વધુ ચર્ચાય છે.

insurance news: વર્તમાન સમયે બમ્પર ટૂ બમ્પરને વીમા (bumper-to-bumper vehicle insurance) વિશે ઘણું સાંભળવા મળી રહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટના (Madras High Court) ચુકાદા બાદ આ શબ્દ વધુ ચર્ચાય છે. અત્યારે તો વાહન ચાલકને વાહન ચલાવવા માટે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી વીમો (Third party insurance) તો જરૂરી જ છે. વીમા વગર વાહન ચલાવવું સજાપાત્ર ગુનો છે. આ નિયમના કારણે થર્ડ પાર્ટીને ઈજા થાય કે તેની સંપત્તિને નુકસાન થાય તેવી સ્થિતિમાં વળતર ચૂકવાય છે. ત્યારે બમ્પર ટૂ બમ્પર વીમો એટલે શું? (what is bumper-to-bumper vehicle insurance) તે કઈ રીતે કામ કરે છે અને ગ્રાહકો પર તેની શું અસર થશે તે જાણવું જરૂરી છે.

બમ્પર ટુ બમ્પર વીમો એટલે શું?
બમ્પર ટુ બમ્પર વીમો હોય ત્યારે કાર અથવા બાઇક અકસ્માત થાય તો તે નુકસાન પર લગભગ 100% વીમા કવર મળે છે. તેને કેટલીક વાર Zero Depreciation Cover તરીકે ઓળખવામાં આવે છે. આવા વીમામાં વીમા કંપની વાહનના ભાગોના ઘસારાને બાદ કરતી નથી. જ્યારે કોમ્પ્રિહેંસિવ અથવા સામાન્ય વીમામાં પાર્ટ્સનું અવમૂલ્યન થાય છે. બમ્પર ટુ બમ્પર ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે એડ-ઓન ઇન્શ્યોરન્સ કવરેજ તરીકે આપવામાં આવે છે. તે કાર અકસ્માત અથવા નુકસાનના કિસ્સામાં લગભગ તમામ ભાગો પર વીમા કવર આપે છે. માત્ર એન્જિન, બેટરી, ટાયર, ટ્યુબ અને ગ્લાસ આવરી લેવામાં આવ્યા નથી. જોકે કેટલીક કંપનીઓ વિન્ડસ્ક્રીન વગેરેના નુકસાનનો ખર્ચ પણ ઉઠાવે છે.

કોર્ટ દ્વારા શું આદેશ અપાયો?
મદ્રાસ હાઈકોર્ટએ ચુકાદો આપ્યો છે કે, 1 સપ્ટેમ્બરથી નવા વેચાતા વાહનમાં બમ્પર ટુ બમ્પર વીમો ફરજિયાત હોવો જોઈએ. આ વીમો 5 વર્ષના સમયગાળા માટે વાહનના ડ્રાઇવર, પેસેન્જર અને માલિકને આવરી લેતા વીમાથી વધુનો હશે.

ન્યાયાધીશ એસ વૈદ્યનાથનએ તેમના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા પછી વાહનના માલિકે ડ્રાઇવર, મુસાફર અને થર્ડ પાર્ટીના હિતોનું રક્ષણ કરવા જાગૃત રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

Livemint.comના અહેવાલો મુજબ InsuranceDekho.comના CEO અને સહસ્થાપક અંકિત અગ્રવાલ કહે છે કે, આ ચુકાદાથી વાહન માલિકો પોતાની સાથે ડ્રાઇવર, મુસાફરો અને થર્ડ પાર્ટીના હિત પર ધ્યાન આપે તેવી અપેક્ષા છે. હાલમાં બમ્પર ટુ બમ્પર વૈકલ્પિક છે અને તેને પાંચ વર્ષથી વધુ લંબાવવાની જોગવાઈ છે. ત્યારે આ નિર્ણય વાહનના માલિક પર થોપાયેલી અનિચ્છનીય લાયેબિલિટી પણ બચાવી શકે છે.

Phoenix Legalના ભાગીદાર પ્રણવ શ્રીવાસ્તવ હાઇકોર્ટના ચુકાદાને સમજાવતા કહે છે કે, રિટનો ઉપયોગ કરતી વખતે ભારતની હાઇકોર્ટ સમગ્ર દેશમાં હુકમની સત્તા ધરાવે છે. પણ હાલના કેસમાં મદ્રાસની કોર્ટ રિટનો ઉપયોગ કર્યો નથી. તેમજ આ ચુકાદો માત્ર ચેન્નાઈમાં પરિવહન વિભાગને પાલન કરવા નિર્દેશ આપે છે અને ચેન્નાઈના પરિવહન વિભાગ અને ચેન્નાઈના સંયુક્ત પરિવહન કમિશનરને પક્ષકાર ગણે છે. તેથી અમારી દૃષ્ટિએ આ ચુકાદો સમગ્ર દેશમાં નહીં માત્ર તમિલનાડુ રાજ્યને લાગુ પડશે.

ગ્રાહકો પર શું અસર થશે?
કોર્ટના ચુકાદાના કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓ અને ગ્રાહકો તામિલનાડુના ગ્રાહકો પર સીધી અસર થશે. આ બાબતને અગ્રવાલે સારી રીતે સમજાવી છે. તેઓ કહે છે કે, ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વાહન વીમાનો ફાળો 40 ટકા જેટલો છે. જેમાં 41 ટકા જેટલો ભાગ પોતાના નુકસાનને કવર કરતા વીમામાંથી આવે છે. આ કવરને કોર્ટે ફરજિયાત કરી દીધું છે. અત્યારે રોડ પર દોડતા 65થી 70 ટકા જેટલા વાહનોના માલિકો બીજા વર્ષથી આવી પોલિસી લેતા નથી. જ્યારે લગભગ 20% થી 30% ફોર-વ્હીલર્સ ચોથા વર્ષ સુધીમાં આવી પોલિસીથી દૂર રહે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

વાહનની કિંમતમાં થશે વધારો
આ નિર્ણયથી વાહનોની કિંમતમાં વધારો થઈ શકે છે. બાઈકની કિંમતમાં રૂ. 6000, એન્ટ્રી લેવલની કારમાં રૂ. 50,000 જ્યારે SUV જેવી મોંઘી કારમાં રૂ. 2 લાખ જેટલો વધારો થઈ શકે છે. આ બાબતે અગ્રવાલ કહે છે કે, વર્તમાન સમયે એક વર્ષની વીમા પોલિસીની કિંમત કારની કિંમતના લગભગ 3% જેટલી છે. પરંતુ કોર્ટના નિર્ણય પછી કાર ડીલરોએ 5 વર્ષના ફરજિયાત બમ્પર-ટુ-બમ્પર વીમા વાળા વાહનો વેચવા પડશે. જે વાહનના ભાવમાં વધારો કરશે. જે ગ્રાહકો માટે મોટા પાયે અપફ્રન્ટ ખર્ચ લાવી શકે છે.

આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

નિષ્ણાંતોનું માનવું છે કે, કાર સેક્ટર પર આ ચુકાદની ગંભીર અસર થશે. જેથી IRDAI દ્વારા પ્રીમિયમના માળખામાં ફેરબદલ કરવામાં આવે તેવી પણ દલીલ થઈ છે. આ નિર્ણયથી ગ્રાહકો પર ખર્ચ વધશે, જેથી તેઓ વાહન લેવાનું ટાળી શકે છે. બીજી તરફ એક પક્ષ એવું પણ માને છે કે, વીમા કવર અને પ્રીમિયમ તરફ સમાન દૃષ્ટિકોણની જરૂર છે. તમારે કવરની કિંમત સામે તમને મળતા નાણાકીય કવરેજ સામે પણ જોવું જોઈએ.
Published by:ankit patel
First published:

Tags: Insurance, Madras high court

આગામી સમાચાર