NEWS18 ગુજરાતી ડિજિટલ સાથે કામ કરવાની હોય ઇચ્છા તો તમારા માટે છે ખાસ તક

ન્યૂઝ 18 ગુજરાતી ડિજિટલ સાથે કામ કરવાની તક

ગુજરાતનાં પસંદગીનાં જીલ્લામાં ઉત્સાહી યુવક યુવતીઓ માટે છે સોનેરી તક. તમે ડિજિટલ મીડિયામાં કામ કરીને તમારા સપના સાકાર કરી શકો છો.

  • Share this:
    શું તમે એક પત્રકાર તરીકે ડિજિટલ ક્ષેત્રમાં કામ કરવાં ઇચ્છો છો. તમે તમારા જ જિલ્લામાં કામ કરવાં ઇચ્છો છો. શું તમે તમારા જ જિલ્લામાં કામ કરવાં ઇચ્છો છો. જો હા, તો NETWORK18 સાથે જોડાવવાની તમને તક મળી રહી છે. ગુજરાતનાં પસંદગીનાં જીલ્લામાં ઉત્સાહી યુવક યુવતીઓ માટે છે સોનેરી તક. તમે ડિજિટલ મીડિયામાં કામ કરીને તમારા સપના સાકાર કરી શકો છો.

    જરૂરી યોગ્યતા- સ્માર્ટફોન અને લેપટોપ પર કામ કરવાંની કુશળતા ડિજિટલ ક્ષેત્રનું જ્ઞાન, તમારા જિલ્લા અને રાજ્યનાં ઇતિહાસ, ભૂગોળ અને રાજકારણ અંગે માહિતી આવશ્યક છે. આ સાથે જ ગુજરાતી ભાષા લખવા અને બોલવા પર પ્રભુત્વ તેમજ હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ડિજિટલ મીડિયાનાં મિજાજને જાણી સમાચાર પારખવાની ક્ષમતા હોવી જરૂરી છે. સોશિયલ મીડિયા પ્લેટફર્મ જેમ કે,ટ્વિટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર સક્રીયતા. ડિજિટલ પત્રકારિતા માટે મોબાઇલ અને લેપટોપની સામાન્ય ટેક્નિકલ માહિતી પણ આવકાર્ય છે.



    કોણ કરી શકશે અપ્લાય-ઉત્સાહી યુવાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આપની ઉંમર 32 વર્ષથી ઓછી હોવી જોઇએ. કોઇપણ વિષયમાં સ્નાતક તેમજ, BCA, MCA, MBA, B.Techની ડિગ્રી ધરાવતા યુવક પણ અરજી કરી શકે છે. જે તે જિલ્લાનાં સ્થાનિક ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

    કયા કયા વિસ્તારમાં છે જરૂર- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર,જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પંચમહાલ, આણંદ અને વલસાડ જિલ્લામાટે આપ અરજી કરી શકો છો.

    અહી કરો અરજી- આપે 5 જૂન સાંજે 6.00 વાગ્યા સુધીમાં www.news18.com/local18 પર ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની રહેશે. આ સીવાય અન્ય ક્યાંય અરજી કરવી નહીં. અહીં અરજી કરેલ જ માન્ય ગણાશે.
    Published by:Margi Pandya
    First published: