Home /News /explained /Budget 2022: 13700 કરોડનું Space બજેટ, જાણો કયા મહત્વના મિશનને મળશે વેગ

Budget 2022: 13700 કરોડનું Space બજેટ, જાણો કયા મહત્વના મિશનને મળશે વેગ

આ બાબતો શીખવાડવામાં આવશે -હાયપરસ્પેક્ટરલ અને માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ, ડેટા એનાલિસીસ અને એપ્લિકેશન્સના સિદ્ધાંતો. - હાઇપરસ્પેક્ટરલ પ્રોસેસિંગ ટેકનિક: ડેટા રિડક્શન, એન્ડ મેમ્બર સિલેક્શન, મેપિંગની પદ્ધતિઓ, SAR ડેટા પ્રોસેસિંગ : INSAR, DINSAR, PolSAR. - મુખ્ય ખડકો અને ખનિજોની સ્પેક્ટ્રોસ્કોપી (ટેરેસ્ટ્રીયલ અને પ્લેનેટરી) - જમીનની સપાટીની વિકૃતિ અભ્યાસ માટે DlnSAR: ધરતીકંપ, ભૂસ્ખલન, જમીન ધસી પડવી અને ગ્લેશિયર ડાયનેમિક્સ સ્ટડીઝ.

Budget 2022: ભારતના અવકાશ કાર્યક્રમ (Space Programme)માં આ વર્ષે કેટલાક મહત્વના મિશન પર કામ થવાનું છે. તેમાં ગગનયાન સહિત ચંદ્રયાન-3, આદિત્ય L1 જેવા ઘણા મહત્વપૂર્ણ મિશન છે. કેન્દ્રીય બજેટમાં આ વખતે કેન્દ્ર સરકારે ISROના બજેટમાં પણ વધારો કર્યો છે.

વધુ જુઓ ...
Budget 2022: મંગળવારે ભારત સરકારના કેન્દ્રીય બજેટ (Union Budget 2022)માં દૂરદ્રષ્ટિ જોવા મળી રહી છે. સરકારે એવી કોઈ જાહેરાત નથી કરી જેને લોકોને લલચાવનારી કહી શકાય, પરંતુ તેમાં એવા પગલાં લેવામાં આવ્યા છે જેનાથી લાંબા ગાળે સારું પરિવર્તન થઈ શકે છે. આ બજેટમાં અંતરિક્ષ વિભાગ (Department of Space)ને ગયા વર્ષ કરતાં એક હજાર કરોડ વધુ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ આ વર્ષે ઘણા મોટા મિશનમાં થશે. આ અભિયાનમાં સૌથી મહત્ત્વનું ગગનયાન મિશન છે. આ ઉપરાંત ઈસરો (ISRO)ના ચંદ્રયાન-3 સાથે સૂર્ય અને શુક્રના મિશન પર આ વર્ષે ઘણું કામ થવાનું છે.

Spaceને એક હજાર કરોડ વધુ મળ્યા

આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયને 14217.46 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ બજેટ નાણાકીય વર્ષ 2021-22 કરતાં 833 કરોડ રૂપિયા વધુ છે જેમાં 13438 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષે એસ સોમનાથની આગેવાની હેઠળના ISROને સરકારે 13,700 કરોડ ફાળવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં પૂરા એક હજાર કરોડ રૂપિયા વધુ છે.

આ અભિયાનોને મળશે વેગ

અંતરીક્ષ વિભાગને મળેલી પ્રાથમિકતાને કારણે હવે કોવિડ-19ના કારણે ધીમા પડી ગયેલા મહત્વાકાંક્ષી મિશન ગગનયાન અને ચંદ્રયાન-3ને વેગ મળશે. તો સૂર્ય માટે આદિત્ય L1 અભિયાન અને શુક્ર માટે અભિયાનના વિકાસ જેવા કાર્યક્રમોમાં પણ ગતિ આવશે.

આ પણ વાંચો: Union Budget 2022: જાણો ‘વંદે ભારત ટ્રેન’ વિશે, જેને બજેટમાં સરકારે આપી છે પ્રાથમિકતા

તો પણ અન્ય વિભાગો કરતાં ઓછું બજેટ

આ વર્ષના બજેટમાં ઘણા નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે, જે ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે ગ્રીન એનર્જી પર કેન્દ્રિત છે. તેથી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગની સાથે પૃથ્વી વિજ્ઞાન વિભાગને અવકાશ વિભાગ કરતાં વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે.

ગગનયાન મિશનમાં પહેલા બે ચરણ બાદ આવતા વર્ષે ભારતીય યાત્રી અવકાશમાં જશે. (Image credit- @Gaganyaan_Isro)


ગગનયાન મિશન

ISRO તેના સૌથી મહત્વાકાંક્ષી મિશન ગગનયાનની તૈયારી કરી રહ્યું છે, જેનું પ્રથમ ચરણ ગગનયાન1 આ વર્ષે મોકલવામાં આવશે, જેમાં ક્રૂ રહિત યાન અવકાશમાં મોકલવામાં આવશે અને પાછું લાવવામાં આવશે. પ્રથમ ક્રૂ મેમ્બર યાન વર્ષ 2023માં મોકલવામાં આવે તેવી શક્યતા છે, ત્યારબાદ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે.

આ પણ વાંચો: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

પહેલી બે માનવ રહિત ઉડાન

ગગનયાન મિશનમાં પ્રથમ બે માનવ રહિત ઉડાન ભરવામાં આવશે. આમાંથી એક ક્રૂ રહિત ઉડાનમાં વ્યોમમિત્ર નામના માનવીય રોબોટને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે. રોબોટ સ્પેસ ક્રૂની ગતિવિધિઓની જેમ અવકાશમાં કાર્ય કરશે. આનાથી અંતિમ મિશનમાં સંભવિત તમામ પડકારોનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ચંદ્ર માટેનું અભિયાન

આ વર્ષે અન્ય એક અભિયાન જે ISRO તરફથી પેન્ડિંગ છે તે છે ચંદ્રયાન 3. આ મહત્વાકાંક્ષી અભિયાન વર્ષ 2020માં મોકલવાનું હતું. હવે આ અભિયાનના બીજા પ્રયાસમાં ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવરને લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી ચંદ્રનો આ જ વિસ્તાર છે જેનું સૌથી ઓછું સંશોધન અને અવલોકન થયું છે.

આ વર્ષના મધ્યમાં સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L1 અભિયાન લોન્ચ થશે, જે બે વર્ષ પહેલા મોકલવાનું હતું. આ મિશન ઉપરાંત, સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV), રડાર ઇમેજિંગ સેટેલાઇટ (RISAT 1A EOS-4), ઓસીનસેટ-3 (EOS-6) અને માઈક્રોસેટ (EOS-2) ઉપગ્રહો પણ આ વર્ષે લોન્ચ થવાનું નક્કી કરવામાં આવ્યું છે.
First published:

Tags: Budget 2022, Explained, Research સંશોધન, Science, અંતરિક્ષ, ઇસરો, ભારત