Home /News /explained /માતાનું ધાવણ પણ હવે લેબમાં થશે તૈયાર, જાણો બાયોમિલ્ક વિશે આ મહત્વના ફેક્ટ
માતાનું ધાવણ પણ હવે લેબમાં થશે તૈયાર, જાણો બાયોમિલ્ક વિશે આ મહત્વના ફેક્ટ
પ્રતિકાત્મક તસવીર
અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોએ વિશ્વમાં પહેલી વખત પ્રયોગ કર્યો છે. જે અંતર્ગત હવે માતાના દૂધ જેવું જ પૌષ્ટિક દૂધ લેબમાં તૈયાર કરી શકાશે. વૈજ્ઞાનિકોએ તેને બાયો મિલ્ક નામ આપ્યું છે.
નવી દિલ્હીઃ નવજાત શિશુ (Born baby) માટે માતાનું દૂધ (mother milk) સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તે જ કારણ છે કે, જન્મના ઘણા સમય સુધી ઘણી માતાઓ બાળકને બ્રેસ્ટ ફીડ (Breast feed) કરાવે છે. પરંતુ ઘણી વખત ઉચિત ખોરાક ન લેવાથી કે અન્ય કારણોસર બ્રેસ્ટ મિલ્ક નથી બનતું અને તેના કારણે માતા-પિતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવા લોકો માટે એક રાહતના સમાચાર છે. આજે ટેક્નોલોજીએ એટલી હદે પ્રગતિ કરી લીધી છે કે, બ્રેસ્ટ મિલ્ક હવે પ્રયોગશાળામાં (Laboratory) એટલે કે સાયન્સ લેબમાં તૈયાર કરી શકાશે. આ દૂધમાં બ્રેસ્ટ મિલ્કની જેમ જ પોષક તત્વો રહેલા હશે.
આ માટે જ અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોએ (American women scientists) વિશ્વમાં પહેલી વખત પ્રયોગ કર્યો છે. જે અંતર્ગત હવે માતાના દૂધ જેવું જ પૌષ્ટિક દૂધ લેબમાં તૈયાર કરી શકાશે. વૈજ્ઞાનિકોએ તેને બાયો મિલ્ક નામ આપ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અંગે વાત કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બાયોમિલ્કમાં હાજર પોષક તત્વોનું લેબ ટેસ્ટિંગ પણ કરાયું છે. બાયોમિલ્કમાં માતાના દૂધ જેવા જ પ્રોટીન, ફૈટી એસિડ અને અન્ય પોષકતત્વો પર્યાપ્ત માત્રામાં રહે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોકે, આ દૂધમાં હાજર પોષકતત્વ બ્રેસ્ટ મિલ્કથી પણ વધુ હોવાનું કહેવાય રહ્યું છે.
બાયોમિલ્કને બનાવનાર કંપનીની સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલેન્ડે આ વિષય અંગે વાત કરતા કહ્યું કે, દૂધમાં એન્ટિબોડી ભલે હાજર નથી પણ બાયોમિલ્કની ન્યૂટ્રીશનલ અને બાયોએક્ટિવ કમ્પોઝીશન કોઇ પણ અન્ય પ્રોડક્ટની સરખામણીમાં વધુ છે.
લૈલા સ્ટ્રિકલેન્ડે વધુમાં જણાવ્યું કે, બાયોમિલ્ક બનાવવાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તેમનું બાળક સમય પહેલા જ જનમ્યું હતું. ત્યાં સુધીમાં તેમના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક બનવાનું શરૂ નહોતું થયું. તેવામાં પોતાના બાળકને ફીડિંગ કરાવવા માટે તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. તેમણે આ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયત્નો વ્યર્થ ગયા હતા.
તેનાથી જ પ્રેરાઇને તેમણે વર્ષ 2013માં પ્રયોગશાળાની અંદર કોશિકાઓ પેદા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં તેમણે ફૂડ વૈજ્ઞાનિક મિશેલ ઇગ્ગેરને પણ સામેલ કર્યા અને આ પ્રયોગને સફળ બનાવ્યો હતો. વૈજ્ઞાનિકોનો દાવો છેકે માત્ર 3 વર્ષમાં આ દૂધ માર્કેટમાં પણ ઉપલબ્ધ કરાવી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર