Home /News /explained /

Explained: પુરુષોમાં Breast Cancerના શું છે લક્ષણો, કઈ રીતે થાય છે સારવાર, જાણો શું ધ્યાન રાખવું

Explained: પુરુષોમાં Breast Cancerના શું છે લક્ષણો, કઈ રીતે થાય છે સારવાર, જાણો શું ધ્યાન રાખવું

(પ્રતીકાત્મક તસવીર- News18 Hindi)

સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. રાધેશ્યામ નાઇકે પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સર વિશે આપ્યા સવાલોના જવાબ

સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર (Breast Cancer)ની બીમારી મોટાભાગે મહિલાઓને (Women) થતી હોવાથી બ્રેસ્ટ કેન્સરને મહિલાઓ સાથે સાંકળી લેવાય છે. પરંતુ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર (Breast Cancer in Men) થઈ શકે અને બેદરકારી રાખવામાં આવે તો તે ગંભીર રુપ પણ ધારણ કરી શકે તેવું ઓન્કોલોજિસ્ટ્સ (Oncologist)નું કહેવું છે.

આજે HCG હોસ્પિટલ્સ (HCG Hospitals)ના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. રાધેશ્યામ નાઇક (Dr Radheshyam Naik)એ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર અંગેના પ્રશ્નોના જવાબ આપી, શા માટે તેને ગંભીરતાથી લેવું જોઈએ તે સમજાવ્યું છે.

શું પુરુષોને બ્રેસ્ટ કેન્સર થઈ શકે?

હા, પુરૂષોને પણ મહિલાઓની જેમ જ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં બ્રેસ્ટ ટીસ્યુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પણ અન્ય અંગોની જેમ કેન્સર ત્યાં પણ થઈ શકે છે.

પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ કેટલું?

બ્રેસ્ટ કેન્સરના તમામ કેસોમાં 1 ટકા જેટલા કેસ પુરુષોમાં પણ જોવા મળે છે. કેસ ભલે માત્ર 1% હોય પણ તેમાં ગંભીર સારવારની જરૂર રહે છે. તે જીવન માટે જોખમી બની શકે છે.

આ પણ વાંચો, Delta Plus વેરિયન્ટનો ખતરો કેટલો? જાણો, AIIMSના ડાયરેક્ટર અને WHOએ શું કહ્યું

લક્ષણો શું છે?

બ્રેસ્ટના ક્ષેત્રમાં સોજો, અસામાન્ય વિકાસ, અલ્સર અને દુર્ગંધ જેવા લક્ષણો સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે. વહેલી તકે લક્ષણ તપાસી લેવાય તે વધુ સારું છે.

શું પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર વારસાગત હોય છે?

ના, તે વારસાગત નથી. છતાં કુટુંબમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય તો જે તે વ્યક્તિમાં કેન્સરનો વિકાસ થવાની શક્યતા વધુ છે. જો કોઈ પુરુષની માતાને બ્રેસ્ટ કેન્સર હોય તો તેને કેન્સર થવાની શક્યતા અન્ય લોકો કરતા વધારે છે. જોકે, પુરુષોમાં આવું ઓછું જોવા મળે છે. વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ, પરંતુ ગભરાવવું નહીં.

બ્રેસ્ટ કેન્સર બાબતે પુરુષોએ શું શું ધ્યાન રાખવું?

જે વ્યક્તિને BRCA મ્યુટેશન પોઝિટિવ આવે તેને એલર્ટ રહેવું જોઈએ. તેમનામાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધુ હોય છે. આ મ્યુટેશન બ્લડ ટેસ્ટથી જાણી શકાય છે. આ મ્યુટેશન ખૂબ જૂજ હોય છે.

આ પણ વાંચો, Gold Price Today: સોનાના ભાવમાં મોટો ફેરફાર! 47 હજારના લેવલને પાર, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ કોને વધુ?

40થી 60 વર્ષની વય એટેલ કે મધ્યમ વયના પુરુષોને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધુ હોય છે. આ ઉંમરમાં પુરુષોમાં બ્રેસ્ટ ગ્લેન્ડ ટીસ્યુનો વધારો એટલે કે ગાયનેકોમાસ્ટિયા જોવા મળે છે. કુટુંબમાં કોઈને બ્રેસ્ટ કેન્સરનો હોય કે મેદસ્વીપણું અથવા ખરાબ જીવનશૈલી પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે.

પુરુષોના બ્રેસ્ટ કેન્સરની સારવાર શું છે?

કેમોથેરાપી થાય છે. ત્યારબાદ ટીસ્યુના સંકોચન, કેન્સર ટીસ્યુને શાસ્ત્રક્રિયા વડે કાઢવા અને હોર્મોન થેરાપી સાથે રેડિયેશન થેરાપી જેવી પદ્ધતિ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં લેવાય છે. આ સારવાર પદ્ધતિમાં રેગ્યુલર ફોલોઅપ થાય છે પણ સારવાર શક્ય બને છે.

શું બ્રેસ્ટ કેન્સર અન્ય અંગોમાં પ્રસરી શકે?

હા, તેવી શકયતા છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ હોસ્પિટલમાં પહોંચે છે. આવી સ્થિતિમાં કેન્સર ગળા, છાતીના પોલાણ, લીવર, ફેફસાં અને ક્યારેક મગજ જેવા નજીકના અવયવોમાં પણ ફેલાય જાય છે. બ્રેસ્ટ ટીસ્યુનું પ્રમાણ ઓછું હોવાથી પુરુષના બ્રેસ્ટ કેન્સરના કેસોમાં કેન્સરનો આંતરિક ફેલાવો વધુ છે.

પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરને કેવી રીતે રોકવું?

તંદુરસ્ત જીવનશૈલી આ બિમારીથી બચવા માટેની ચાવી છે. વહેલી તકે થતું નિદાન પુરુષ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓના જીવ બચાવી શકે છે. અંગમાં થતા નાના મોટા પરિવર્તનને ટાળવા કરતા કોઈ ચિકિત્સકને બતાવવું જોઈએ. તેને ગંભીરતાથી લેવું જોઈએ.
First published:

Tags: Breast cancer, Cancer, Care, Explainer, Lifestyle, Men, Treatment, આરોગ્ય, મહિલા

આગામી સમાચાર