પ્રદેશ BJPની Paperless કારોબારી કેવી રીતે યોજાશે, મંત્રીઓ અને નેતાઓ કેમ કારમાં નહીં આવે?

ભાજપની પેપરલેસ કારોબારી માટે સીઆર પાટીલે પહેલ કરી પેપર સાથે પોલ્યુશન લેસ હશે આ કારોબારી

Gujarat BJP Paperless meeting: ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની (Gujarat BJP State Executive Meeting Kevadia) બેઠક આજથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે શરૂ થઈ છે આ બેઠકમાં મંત્રીઓ (Gujarat Minister) અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના (Bus and Train) આપવામાં આવી હતી

  • Share this:
    દિપક પટેલ નર્મદા: ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની (Gujarat BJP State Executive Meeting Kevadia) બેઠક આજથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે શરૂ થઈ છે આ બેઠકમાં મંત્રીઓ (Gujarat Minister) અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના (Bus and Train) આપવામાં આવી હતી જે પ્રમાણે આજે કેવડિયા રેલવેમાં આવ્યા હતા  વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત (E-Vehicle City Nevadian) સીટી બનાવવાના ધ્યેય ને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે.આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે, આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.

    તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અને હોદ્દેદારો ઇ-વ્હિકલમાં જ ફરશે

    આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી કેવડિયા  પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

    આ પણ વાંચો : ગુજરાત ભાજપનું વધુ એક ડિજિટલ સ્ટેપ: ખાસ એપ સાથે હાઈટેક ટેબ્લેટ તૈયાર કરાયા

    પાટીલ બનાવશે ગુજરાત ભાજપને પેપરલેસ

    આ બેઠકમાં પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે.

    BJP Gujarat State Paperless Excutive meeting in Kevadia
    કેવડિયામાં આજે ભાજપની પ્રદેશની કારોબારી બેઠકમાં પ્રદૂષણ મુક્ત કેવડિયાના અભિયાન હેઠળ ટ્રેનમાં જ ભાજપના હોદ્દેદારો આવી પહોંચ્યા હતા.


    શું હશે આ ટેબલેટમાં

    આ ઉપરાંત આ ટેબ્લેટમા પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. આમ કેવડિયાની આ કારોબારી પેપેરલેસ અને પોલ્યૂશન લેસ હશે. વડાપ્રધાનના સ્વપ્નને નવી દિશામાં લઈ જવા ગુજરાત ભાજપના સુકાની પાટીલનું આવું છે આયોજન.
    Published by:Jay Mishra
    First published: