જન્મદિન વિશેષ: જાણો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર વિશે કેટલીક ખાસ વાતો

ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરનું સાહિત્ય ઉપરાંત શિક્ષણ, ચિંતન, સંગીત, ચિત્રકળા સહિત અનેક વિષયોમાં મહત્ત્વનું યોગદાન રહ્યું. (ફાઇલ તસવીર)

ગુરુદેવ મહાન કવિ હોવાની સાથોસાથ મોટા વિચારક, ચિંતક, શિક્ષક, લેખક અને સાહિત્યકાર હતા

  • Share this:
રવિન્દ્રનાથ ઠાકુર (Rabindranath Thakur) કે રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) ભારતીય સંસ્કૃતિના એક મહાન વ્યક્તિ છે. તેમણે બંગાળી સાહિત્ય (Bengali Literature)માં ઘણી અમર કૃતિઓ આપી છે. તેઓ એક મહાન કવિ હોવાની સાથોસાથ મોટા વિચારક, ચિંતક, શિક્ષક, લેખક અને સાહિત્યકાર હતા. તેઓ એકમાત્ર ભારતીય છે, જેમને સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર (Nobel Prize) મળી ચુક્યો છે.

નોકરોએ તેમને મોટા કર્યા

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 1 મે 1861ના રોજ કોલકાતા (Kolkata)ના જોડાસાંકો ઠાકુરવાડીમાં થયો હતો. તેમના નાનપણ દરમિયાન જ માતા શારદાદેવીનું નિધન થઇ ગયું હતું. જ્યારે પિતા દેવેન્દ્રનાથ બ્રહ્મસમાજી હતા, જેથી તેઓ વ્યાપક યાત્રાઓમાં રહેતા હતા. જેને લઈને રવિન્દ્રનાથ ટાગોરને તેમના નોકરોએ જ મોટા કર્યા હતા.

પરંપરાગત શિક્ષણમાં ન લાગ્યું મન

રવિન્દ્રનાથ ટાગોર નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા, પરંતુ પરંપરાગત શિક્ષણમાં તેમનું મન ન લાગ્યું. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મેળવ્યું હતું. તેમણે વકીલ બનવા માટે 1878માં ઇંગ્લેન્ડના બ્રીઝટોનમાં પબ્લિક સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું. ત્યારબાદ લંડન વિશ્વવિદ્યાલયમાં લૉનું અધ્યયન કર્યું. જોકે, તેઓ 1880માં ડિગ્રી મેળવ્યા વિના જ ભારત પરત ફર્યા હતા.

તેમનો પ્રકૃતિ પ્રેમ

રવિન્દ્રનાથે સાહિત્ય, સંગીત કલા અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. તેમને પ્રકૃતિનું સાનિધ્ય ખુબ પસંદ હતું. તેમનું માનવું હતું કે વિદ્યાર્થીઓએ પ્રકૃતિ પાસે રહીને શિક્ષણ મેળવવું જોઈએ. આ વિચારથી પ્રેરાઈને તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી.

આધુનિક પરંતુ માનવતાવાદી વિચારો

તેઓ નાનપણથી દેશ અને વિદેશના સાહિત્ય, દર્શન, સંસ્કૃતિનું નજીકથી અધ્યયન કરતા હતા. તેઓ આધુનિક પરંતુ માનવતાવાદી વિચારો ધરાવતા વ્યક્તિ હતા. સાથે જ સ્વસ્થ પરંપરાઓમાં પણ તેઓ પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા. તેમના વિચારો તેમની રચનાઓમાં સ્પષ્ટ રીતે દેખાતા હતા. તેઓ વૈજ્ઞાનિક વિચારો પણ ધરાવતા હતા. વર્ષ 1934માં પ્રાકૃતિક આપદાને ગાંધીએ જ્યારે હરિજનો પ્રત્યે સદીઓથી થતા ખરાબ વર્તન સાથે જોડ્યું તો ગુરુદેવે તેનો ખુલીને વિરોધ કર્યો હતો.

ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરના બે ગીતોને બે દેશોના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યા છે. (ફાઇલ તસવીર)


આ પણ વાંચો, Positive India: કોટાના 5 દોસ્ત આપી રહ્યા છે કોરોના પીડિતોને નવી જિંદગી, લક્ઝરી કારોને બનાવી દીધી એમ્બ્યુલન્સ

બે દેશોનું રાષ્ટ્રગીત

ટાગોર સાથે એક અનોખી સિદ્ધિ સંકળાયેલી છે. તેઓ એકમાત્ર કવિ છે જેમની રચનાઓને બે દેશોએ પોતાનું રાષ્ટ્રગીત બનાવ્યું છે. તેઓ જીવતા હતા ત્યારે આ અંગે ન જાણી શક્યા, કારણ કે ભારત અને બાંગ્લાદેશની આઝાદી પહેલા 1941માં જ તેમનું અવસાન થઇ ગયું હતું. શ્રીલંકાના રાષ્ટ્રીય ગીત 'શ્રીલંકા મથા' પણ ગુરુદેવની રચનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ રાષ્ટ્રીય ગીત લખનારા આનંદ સમરકૂન, શાંતિ નિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર પાસે રહેતા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ ટાગોર સ્કૂલ ઑફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા.

મહાન સાહિત્યકાર

ગુરુદેવની કવિતા ગીતાંજલિને વર્ષ 1913માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કદાચ આ જ કારણથી તેમને એક મહાન કવિ તરીકે વધુ યાદ કરવામાં આવે છે. જ્યારે સાહિત્યની કોઈ એવી શૈલી નથી, જેમાં તેમણે કામ ન કર્યું હોય. તેમની વાર્તા કાબૂલીવાલાને ખૂબ પસંદ કરવામાં આવે છે, જ્યારે વિવેચકો તેમની નવલકથા ગોરાને માસ્ટરપીસ માને છે.

રવિન્દ્રનાથ ઠાકુર અને મહાત્મા ગાંધી જીવનભર કેટલાક મતભેદો બાદ પણ એક-બીજાના બહુ મોટા પ્રશંસક રહ્યા. (તસવીરઃ Wikimedia Commons)


આ પણ વાંચો, કોરોના મહામારીને તેલંગાણાની મહિલાઓએ અવસરમાં ફેરવી, માસ્ક બનાવી કરી 30 લાખની કમાણી

મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર

મહાત્મા ગાંધીએ રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ નામ આપ્યું, જ્યારે ગુરુદેવે ગાંધીજીને મહાત્મા નામ આપ્યું હતું. બંને એકબીજાને ખૂબ માન આપતા હતા. બંને વચ્ચે મતભેદો હોવા છતાં, આ સન્માન ક્યારેય ઘટ્યું નહીં. બાપુની સલાહથી શાંતિ નિકેતનમાં નાના નાના કામ નોકરો દ્વારા થતા બંધ કરાવી દેવાયા હતા. ગુરુદેવે ઘણી વખત ખુલ્લેઆમ બાપુ સાથેના પોતાનો વૈચારિક મતભેદ વ્યક્ત કર્યા હતા.
First published: