Home /News /explained /

કલાઈમેન્ટ ચેન્જ સામે લડવા કૃત્રિમ માંસને હુકમનું પાનું ગણાવતા બિલ ગેટ્સ, યુવાનોને આપી આવી સલાહ..

કલાઈમેન્ટ ચેન્જ સામે લડવા કૃત્રિમ માંસને હુકમનું પાનું ગણાવતા બિલ ગેટ્સ, યુવાનોને આપી આવી સલાહ..

બિલ ગેટ્સ દ્વારા લખાયેલા પુસ્તકમાં તેમણે ક્લાઈમેટ ચેન્જ ના ઉકેલ તરીકે સિન્થેટિક મીટ ઉપર પણ ભાર મૂક્યો છે

બિલ ગેટ્સ દ્વારા લખાયેલા પુસ્તકમાં તેમણે ક્લાઈમેટ ચેન્જ ના ઉકેલ તરીકે સિન્થેટિક મીટ ઉપર પણ ભાર મૂક્યો છે

જાણીતા દાનવીર અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ દ્વારા સમાજ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના વિષયોને લઈ અવારનવાર અવાજ ઉઠાવે છે. તેમના તર્કને વિશ્વના અનેક સંશોધકો સ્વીકારે પણ છે. હવે બિલ ગેટ્સએ પર્યાવરણને જાળવવા માટે એટલે કે કલાઈમેન્ટ ચેન્જ સામે લડવા માટે રસ્તો સુચવ્યો છે.

રેડ્ડીટ ઉપર બિલ ગેટ્સ સમયાંતરે સેશન ચલાવે છે. જેમાં તે વિવિધ વિષયોને લગતી વિગતો અને સંશોધન પુરા પાડે છે. તાજેતરમાં આ સેશન દરમિયાન તેમને એક વ્યકતીએ કલાઈમેન્ટ ચેન્જ સામે લડવાના આયોજન અંગે પૂછ્યું હતું.

જેના ઉત્તરમાં તેમણે કલાઈમેન્ટ ચેન્જ અંગે જણાવ્યું હતું કે, તેમણે કલાઈમેન્ટ ચેન્જ વિષયે બુક લખી છે. જેનું નામ હોઉં ટુ અવોઇડ કલાઈમેન્ટ ડિઝાસ્ટર છે. હું છેલ્લા 15 વર્ષથી ઉર્જા અને કલાઈમેન્ટ ચેન્જ વિષયે શીખી રહ્યો છું. હવે આપણે લાંબા ગાળાના લક્ષ્યો મેળવવા માટે પ્લાન ઘડી તેના ઉપર કામ કરવું પડશે.

લોકોએ તેમનો વપરાશ ઘટાડવો જોઈએ તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવા ઉપર ભાર મુકવા ઉપર પણ ભાર આપ્યો હતો. કલાઈમેન્ટ ચેન્જ સામે લડવા આપણને વધુ ટેકનોલોજીની જરૂર પડશે. સિન્થેટિક માંસ, ઉર્જા માટે સ્ટોરેજ જેવા રસ્તાથી ઉકેલ આવશે. આપણે નવા આઈડિયા સ્વીકારવા પડશે.

19 વર્ષના યુવાનને તમે શું સલાહ આપશો તેવા પ્રશ્નના જાવબમાં તેમણે કહ્યું હતું કે, ”તમારે કલાઈમેન્ટ ચેન્જ વિશે શીખવું જોઈએ. પૂરેપૂરો સમય આપવાની જરૂર નથી. તમને ગમતું કામ કરો અને એવો ધ્યેય રાખો જે ફક્ત તમારી માટે ન હોય.

બિલ ગેટ્સ દ્વારા લખાયેલા પુસ્તકમાં તેમણે ક્લાઈમેટ ચેન્જ ના ઉકેલ તરીકે સિન્થેટિક મીટ ઉપર પણ ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે, ધનિક દેશોએ 100 ટકા સિન્થેટિક બીફ અપનાવવું જોઈએ. મિથેનના પ્રમાણને ઘટાડવા માટે શું કરવું તે વિષયે એમઆઇટી સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “સ્વાદના ફેરફારની આદત પાડી શકો છો, જે સમય જતાં સ્વાદ વધુ સારો બનાવશે.

ઉલ્લેખનીય છે કે, બિલ ગેટ્સે 2015માં રોગચાળા વિશે વિશ્વને ચેતવણી આપી હતી. હવે તો ઇચ્છે છે કે, આપણે જાણવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં ક્યા સંકટ આપણા દરવાજા ખટખટાવશે. બિલ ગેટ્સએ તાજેતરમાં યુટ્યુબ ચેનલ “વેરીટાસીયમ” ચલાવતા ડેરેક મ્યુલર સાથે ચેટ કરી હતી અને કહ્યું હતું કે ભવિષ્યવાણી વિશે કંઈ સારું અનુભવતા નથી.

વિશ્વ ઉપર રહેલા બે ખતરાની વાત તેમણે કરી હતી. જેમાં કલાઈમેન્ટ ચેન્જને તેમણે ખૂબ ગંભીર ઘટના ગણાવી હતી. કોરોના કરતા કલાઈમેન્ટ ચેન્જના કારણે વધુ ગુમાવવાનો વારો આવ્યો છે તેવું તેમનાં જણાવ્યા ઉપરથી ફલિત થયું હતું. બીજા જોખમ અંગે તેમણે લોકો કલાઈમેન્ટ ચેન્જ મામલે વાત કરવા માંગતા ના હોવાનું કહ્યું હતું.

બાયો ટેરેરીજમ અંગે પણ તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, જે નુકસાન કરવા માંગે છે તે વાયરસ બનાવે છે. આજની મહામારી કરતા આ ખતરો મોટો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Bill Gates, Climate change, Power, Reddit, ઉર્જા, પર્યાવરણ બદલાવ, બિલ ગેટ્સ, રેડ્ડીટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन