Home /News /explained /શોધમાં થયો મોટો ખુલાસો: મસ્તિષ્ક બન્યા પહેલા જ વિકસિત થઇ ગયું હતું માણસનું ‘બીજું મગજ’

શોધમાં થયો મોટો ખુલાસો: મસ્તિષ્ક બન્યા પહેલા જ વિકસિત થઇ ગયું હતું માણસનું ‘બીજું મગજ’

પ્રતિકાત્મક તસવીર

Second Brain in Humans: મગજ ઉપરાંત પેટના આંતરડા ખૂબ જટિલ હોય છે. તેની જેમ જ તેમાં રહેલી ચેતાઓ પણ એક જટિલ સંરચના બનાવે છે, જેને એન્ટિક નર્વસ સિસ્ટમ કહે છે. આંતરડામાં રહેલા આ તંત્ર મગજના અન્ય ન્યુરલ નેટવર્ક અને કરોડરજ્જુની જેમ કામ કરે છે.

વધુ જુઓ ...
Nervous system Neural Network: માણસના શરીરમાં ઘણા એવા જટિલ અંગો (organs in the human body) છે, પરંતુ તેમાં મગજને સૌથી વધુ જટિલ અંગ માનવામાં આવે છે. મગજ ઉપરાંત પેટના આંતરડા (Guts) ખૂબ જટિલ હોય છે. તેની જેમ જ તેમાં રહેલી ચેતાઓ પણ એક જટિલ સંરચના બનાવે છે, જેને એન્ટિક નર્વસ સિસ્ટમ (ENS) કહે છે. આંતરડામાં રહેલા આ તંત્ર મગજના અન્ય ન્યુરલ નેટવર્ક (Neural Networks) અને કરોડરજ્જુ (Spinal Cord)ની જેમ કામ કરે છે. આ કારણે તેને માણસનું બીજુ મગજ કહેવામાં આવે છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં સંશોધકોને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ENSની કાર્યપ્રણાલી વિશે વધુ ખુલાસા કર્યા છે.

ઉંદરો પર કરાયેલ શોધમાં થયા ખુલાસા
આંતરડાઓના હલનચલન પર થયેલા આ અભ્યાસ કમ્યુનિકેશન બાયોલોજીમાં પ્રકાશિત થયો છે. સંશોધકોએ હાલમાં જ વિકસિત ટેક્નિક સાથે હાઈ રિઝોલ્યૂશન વિડીયો રેકોર્ડિંગની સાથે મેળવીને જૈવિક વિદ્યુત પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કર્યુ, જેનાથી તે ઉંદરોના મળાશય(Colon)નો અભ્યાસ કરી શક્યા અને જાણી શક્યા કે આંતરડાઓ પોતાની અંદરની સામગ્રીને કઇ રીતે હલાવે છે.

ENSની સંચાલન પ્રણાલી
આ અભ્યાસની તપાસમાં સૌથી પ્રમુખ વાત એ હતી કે ENSમાં કઈ રીતે હજારો ન્યુરોન્સ પરસ્પર સંચાર કરે છે, જેનાથી જઠરાંત્રના રસ્તામાં સંકોચન થાય છે અને પાચન પ્રક્રિયાઓ પૂરી થવામાં મદદરૂપ થાય છે. હજુ સુધી તે સ્પષ્ટ નહોતું કે આંતરડાની તંત્રિકાઓ આ કાર્યને કરવામાં પરસ્પર કઇ રીતે સંયોજન કરતી હતી.

ચેતાઓ દ્વારા પદાર્થ સંચાલન
ઓસ્ટ્રેલિયાની ફ્લિંડર્સ યૂનિવર્સિટીના ન્યૂરેફિઝિયેલોજીસ્ટ નિક સ્પેન્સરે જણાવ્યું કે, રસપ્રદ વાત તે છે કે ન્યૂરલ સર્કિટ તમામ પ્રકારના સંકોચનની પ્રક્રિયા દરમિયાન સક્રિય રહે છે. સંશોધકોએ આંતરડાઓમાં મળાશયના પદાર્થોને આગળ વધારવાની ક્રિયાને શરૂ કરવા સંબંધી ચેતાઓના મોટા સમૂહ મેળવ્યા. તે માટે તેમાં ઉત્તેજીત કરનાર અને અવરોધક અથવા ક્રિયા રોકનાર મોટર ચેતાઓનો ઉપયોગ થાય છે.

વિચાર્યા કરતા પણ જટિલ અને વિસ્તૃત
આ શોધ દ્વારા જાણવા મળ્યું કે, ENS જેટલું સમજવામાં આવતું હતું તેનાથી વધુ જટિલ સર્કિટ નેટવર્કથી બનેલ છે. તેની પહોંચ આંતરડાના વિસ્તૃત ભાગો સુધી છે અને તેમાં મોટા પ્રમાણમાં વિભિન્ન પ્રકારની ચેતાઓ સાથે મળીને કામ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યા અનુસાર, આંતરડામાં પદાર્થને આગળ વધારવાની પ્રક્રિયા, શરીરના બીજા અંગોના સ્નાયુઓમાં જોવા મળતી નથી.

આ પણ વાંચોઃ-Explained: સોનાના ઘરેણાં પર ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ ગ્રાહકોની ખરીદી પર કઈ રીતે અસર કરશે?

આ બીજું નહીં પહેલું મગજ છે
સંશોધકોએ આ અભ્યાસમાં જણાવ્યું કે, તેનો અર્થ તેમ છે કે શરીરના અન્ય અંગોને પોતાનું ચેતાતંત્ર હોતું નથી. આ શોધમાં ઓળખાયેલ પ્રક્રિયા આશા કરતા ઘણી વધુ જટીલ અને અન્ય સ્નાયુઓવાળા અંગોમાં થનારા પ્રવાહી વહનથી ખૂબ અલગ છે. શોધકર્તાઓનું કહેવું છે કે આ તપાસથી તે મંતવ્યો પર ભાર આપી શકાય છે કે, ENS હકીકતમાં પહેલું મગજ છે. તેનાથી લાગે છે કે તે પ્રાણીઓમાં મગજ વિકસિત થવાના ખૂબ પહેલા જ બની ગયું હતું.

આ પણ વાંચોઃ-Vikram Sarabhai Birth Anniversary: ચંદ્રના ક્રેટરને આપવામાં આવ્યું છે વિક્રમ સારાભાઈનું નામ

જો આ વાત સાચી છે તો તપાસના પ્રભાનો દૂરગામી હોવાની સાથે અન્ય પ્રાણીઓ પર પણ લાગૂ થશે અને તેનાથી વિવિધ પ્રજાતિઓમાં જઠરાતંત્ર પથમાં ENSની પ્રક્રિયાની તપાસ કરવાની જરૂરિયાત પર ભારણ વધે. સ્પેન્સરનું કહેવું છેકે ચેતાઓમાં આ પ્રકારનું સંયોજન કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓના ચેતાતંત્રમાં સામાન્ય છે.
First published: