Home /News /explained /ભારતી સિંહે આ રીતે ઘટાડ્યું વજન, જાણો આ તેનો ક્વિક Weight Loss Plan

ભારતી સિંહે આ રીતે ઘટાડ્યું વજન, જાણો આ તેનો ક્વિક Weight Loss Plan

ભારતી સિંઘે આ રીતે ઉતાર્યું 15 કિલો વજન

Weight Loss Plan: ભારતીએ તેનું વજન 91માંથી 76 કિલો કરી લીધું હતું. વાસ્તવમાં ભારતી સાંજે 7 વાગ્યા પછી કશું ખાતી નથી અને બીજા દિવસે તે સવારે નહીં પણ બપોરે 12 વાગ્યા પછી જ જમતી હતી. તેણે લગભગ 16 કલાક સુધી ભૂખ્યા રહીને અને કસરત દ્વારા ઝડપથી વજન ઘટાડ્યું હતું. આલિયાએ પણ 16 કલાક સુધી ફાસ્ટના નિયમનું પાલન કરીને પોતાનું વજન ઘટાડ્યું હતું.

વધુ જુઓ ...
  ભારતી સિંહે તેના ભારે દેખાવને પાતળા (Bharti Singh Weight Loss Diet) શરીરમાં ફેરવી દીધો છે. તેના વેટલોસ ટ્રાન્સફોર્મેશનથી તેના ફેન્સ પણ ભારે ચકિત છે. સાથે જ ક્યારેક હેલ્થી રહેલા આલિયા (Alia Bhutt) અને વરુણ (Varun Dhawan) જ નહીં, મલાઈકા પણ પોતાને ફિટ રાખવા માટે ખાસ ડાયટને (Weight loss Diet) ફોલો કરે છે. તેમના ભોજનની વચ્ચે ખૂબ જ લાંબો સમય હોય છે અને આ સમયને ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ (What is Intermittent Fasting) કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ કઇ રીતે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

  ભારતીએ તેનું વજન 91માંથી 76 કિલો કરી લીધું હતું. વાસ્તવમાં ભારતી સાંજે 7 વાગ્યા પછી કશું ખાતી નથી અને બીજા દિવસે તે સવારે નહીં પણ બપોરે 12 વાગ્યા પછી જ જમતી હતી. તેણે લગભગ 16 કલાક સુધી ભૂખ્યા રહીને અને કસરત દ્વારા ઝડપથી વજન ઘટાડ્યું હતું. આલિયાએ પણ 16 કલાક સુધી ફાસ્ટના નિયમનું પાલન કરીને પોતાનું વજન ઘટાડ્યું હતું.

  આ પણ વાંચો-આલિયા ભટ્ટે લગ્નમાં પહેર્યો અનકટ ડાયમંડ, સાડીથી લઇ ઘરેણા સુધી સબ્યાસાચીએ જણાવી એક-એક Detail

  અમેરિકાની જોહાનેસ સ્કૂલ ઓફ મેડિસિન યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ માર્ક મેટસને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (આઇએફ) પર સંશોધન કર્યું હતું અને તેમાં જાણવા મળ્યું હતું કે શરીરને ઘણા કલાકો અને ઘણા દિવસો સુધી ભૂખ સહન કરવાની ટેવ છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

  વરૂણ-મલાઇકા પણ કરે છે ફાસ્ટિંગ- અભિનેતા વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તે પણ વજન ઓછું કરવા અને હવે મેનેજ કરવા માટે લગભગ 14થી 16 કલાક ભૂખ્યો રહે છે. ડાયટના સમયે તેઓ કોફી, એગ વ્હાઇટ ઓમલેટ, પુષ્કળ શાકભાજી, ચિકન, મખાના ખાય છે. તેની સાથે ઘણું પાણી પણ પીવે છે. એટલું જ નહીં મલાઈકા અરોરાના દમદાર ફિગર પાછળ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ જ જવાબદાર છે. તે 16થી 18 કલાક સુધી જમતી નથી. જમતી વખતે તેના ડાયટમાં હોમમેઇડ ફૂડ, લીંબુ પાણી, જીરાનું પાણી, ગરમ પાણી સામેલ કરે છે. તે સાંજે 7 વાગ્યા પછી તે કંઇ જ ખાતી નથી.

  કેટલા પ્રકારે કરી શકાય ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ?

  5:2 ડાયટ - આ ફાસ્ટિંગમાં અઠવાડિયામાં 5 દિવસ તમે સામાન્ય રીતે ખોરાક ખાઇ શકો છો, પરંતુ બે દિવસ તમારે માત્ર 500થી 600 કેલરી જ લેવાની હોય છે.

  16:8 ફાસ્ટિંગ – સૌથી શ્રેષ્ઠ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ હોવાનું કહેવાય છે. તમારે દિવસમાં ઓછામાં ઓછા 16 કલાક ભૂખ્યા રહેવાનું હોય છે. એટલે કે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી તમે કંઇ જ ખાઇ શકતા નથી.

  અલ્ટરનેટ ફાસ્ટિંગ – આ પેટર્નમાં એક દિવસ ખાવાનું અને એક દિવસ ઉપવાસ હોય છે. આ પ્રોસેસ આખુ સપ્તાહ કરવાની રહે છે.

  ફાસ્ટિંગ પછી ખાવા પર આપો ખાસ ધ્યાન

  ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ (આઈએફ) પછી જ્યારે તમે જમવા બેસો ત્યારે કંઇ પણ અનહેલ્થી ખાશો નહીં. આ સમય માટે પણ તમારે એવો આહાર લેવો જોઈએ જે તમારા મેટાબોલિક રેટને વધારે અને ઓછી કેલરી આપે. ખોરાકમાં ચરબી અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોવું જોઈએ જ્યારે પ્રોટીન અને ફાઇબર વધારે હોવું જોઈએ.

  ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ આ રીતે કરે છે કામ

  10થી 16 કલાકના ઉપવાસ દરમિયાન શરીરમાં રહેલી ચરબી એનર્જીમાં રૂપાંતરિત થવા લાગે છે અને તેમાંથી કીટોન્સ નીકળે છે. આ કારણે જ્યારે તે લોહીમાં ભળે છે, તો વજન ઝડપથી ઘટવા લાગે છે. આ રીત વજન ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો છે. તમારે એક નિશ્ચિત સમય સુધી ભૂખ્યા રહીને નિર્ધારિત સમયમાં જમવાનું હોય છે.

  આ પણ વાંચો-Summer fruit: તરબૂચને શા માટે બેસ્ટ સમર ફ્રૂટ કહેવાય છે? આ 6 કારણો જાણી ચોંકી જશો

  ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગમાં ન કરશો આ ભૂલો

  આ ઉપવાસ કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે વધુ ચરબીયુક્ત, રિફાઇન્ડ અનાજ, પેકેજ્ડ ફૂડ ટાળવું જોઈએ. તેનાથી વિટામિન અને મિનરલ્સની કમી રહે છે, તેથી ફળો અને લીલા શાકભાજીને ભોજનમાં સામેલ કરી લો અને ભરપૂર માત્રામાં પાણી પીઓ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Alia Bhatt, Bharti singh, Intermittent Fasting, Lifestyle, Varun dhawan, Weight loss Diet

  विज्ञापन
  विज्ञापन