Home /News /explained /Explained: ભારત કે પાકિસ્તાન, બાસમતી ચોખા છે કોના? આખરે ટેગ માટેની જંગ છે શું? જાણો

Explained: ભારત કે પાકિસ્તાન, બાસમતી ચોખા છે કોના? આખરે ટેગ માટેની જંગ છે શું? જાણો

પ્રતિકાત્મક તસવીર (pixabay)

ભારતે બાસમતીના પ્રોટેકટેડ જીઓગ્રાફીકલ ઇન્ડિકેશનના ટેગ માટે યુરોપિયન યુનિયનમાં અરજી આપી દીધી છે. મંજૂરી મળવાથી યુરોપિયન યુનિયનમાં આ ચોખાની માલિકીનો અધિકાર આપણી પાસે રહેશે. પરંતુ આ કરવું ખૂબ મુશ્કેલ છે. પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે

વધુ જુઓ ...
  ભારતે બાસમતીના પ્રોટેકટેડ જીઓગ્રાફીકલ ઇન્ડિકેશનના ટેગ માટે યુરોપિયન યુનિયનમાં અરજી આપી દીધી છે. મંજૂરી મળવાથી યુરોપિયન યુનિયનમાં આ ચોખાની માલિકીનો અધિકાર આપણી પાસે રહેશે. પરંતુ આ કરવું ખૂબ મુશ્કેલ છે. પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે. છેલ્લા ઘણા વખતથી પાકિસ્તાન યુરોપમાં ચોખાના મોટા નિકાસકાર દેશ તરીકે ઉપસી આવ્યું છે. હવે તેને ડર છે કે ભારત આ ટેગ મેળવીને તેના બજાર પર કબજો કરી લેશે.

  શા માટે લડે છે પાકિસ્તાન?

  વર્તમાન સમયે ભારત બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દર વર્ષે ભારત 6.8 અરબ ડોલરનો નફો રળે છે. બીજી તરફ પાકિસ્તાનને તેનાથી 2.2 અરબ ડોલરની આવક થાય છે. પાકિસ્તાન અત્યારે બાસમતી ચોખાની નિકાસ વધારી રહ્યું છે. આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાન માટે આ નિકાસ મોટો સહારો છે. ભારત આ ટેગ મેળવી લેશે તો સૌથી સારા બાસમતી ચોખા ભારતના છે, તેવું દુનિયાને લાગશે અને તેની બજાર છીનવાઈ જશે તેવો પાકિસ્તાનને ડર છે.

  ભારત શું કહે છે?

  બીજી તરફ ભારતનું કહેવું છે કે, તે બાસમતી ચોખાના એકમાત્ર ઉત્પાદક હોવાનો દાવો કરતું નથી. આ ટેગ લેવાથી બજારમાં તંદુરસ્ત હરીફાઈ થશે. પરિણામે ચોખાની જાતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

  શું છે ટેગ, શા માટે જરૂરી?

  જીઆઈ તરીકે ઓળખાતા આ ટેગનું આખું નામ પ્રોટેકટેડ જીઓગ્રાફીકલ ઇન્ડિકેશન છે. જે એક પ્રકારનું કોપીરાઇટ છે. આ કોઈ ખાસ વિસ્તારના ખાસ ઉત્પાદનને આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ભારતની બનારસી સાડી. આ ટેગ ખાસ ઓળખને માન્યતા આપે છે. જેનાથી જે તે ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, કારીગરો અને શ્રમિકોને કામનો શ્રેય અને નફો મળે.


  આ પણ વાંચો - પાન અને આધાર કાર્ડને 30મી જૂન સુધીમાં લિંક ના કરો તો શું થશે? અહીં જાણો આખી ડિટેલ

  જીઆઈ ટેગ અનેક ઉત્પાદનને મળે છે

  આ ટેગ કૃષિ ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓમાં લઈ શકાય છે. તેમાં ચોખા, દાળ, ચા માટેના મસાલા સામેલ છે. સાડી, દુપટ્ટા જેવા હસ્તકલાના માલ પર પણ આ ટેગ મળે છે. કોઈ ચોક્કસ સ્થળના પરફ્યુમ અથવા ચોક્કસ દારૂને પણ મળે છે. એ જ રીતે ભૌગોલિક વિશેષતા ધરાવતા ખાદ્ય પદાર્થો પર પણ જીઆઈ ટેગ લઈ શકાય છે.

  બાસમતી ચોખા છે ક્યાંના?

  ચોખાની આ બાબતમાં પાકિસ્તાન ભારત ઉપર ભડકયું છે અને પોતાનો દાવો કરી રહ્યું છે. આ ચોખા ક્યાંના છે? તે જોવા માટે ઇતિહાસમાં જવું પડશે. બાસમતી શબ્દનો જન્મ સંસ્કૃતના વસ અને માયપ શબ્દોને ભેગા કરીને થયો છે. વસનો મતલબ થાય છે સુગંધ અને માયપનો મતલબ ઊંડાણમાં એકઠું થયેલું. મતીનો એક અર્થ રાણી પણ છે. જેથી બાસમતીને સુગંધની રાણી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બાસમતીની સુગંધ એટલી સારી હોય છે કે, એક ઘરમાં બને ત્યારે બીજા ઘરમાં સુગંધ આવે છે.

  બાસમતીનો ઇતિહાસ શું કહે છે?

  ભારતમાં આ ચોખા હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતા હતા. હવે તેનું ઉત્પાદન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં થાય છે. પ્રાચીન ભારતમાં બાસમતી ઉગાડવામાં આવતા તેવું પણ કહેવાય છે. એરોમૈટિક રાઈસીસ પુસ્તકમાં પણ હડપ્પા અને મોહેં જો દડોના ખોદકામ દરમિયાન તેના પુરાવા મળ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. બીબીસીના એક રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ છે. બીજી તરફ જ્યારે ફારસી વેપારીઓ ભારતમાં આવ્યા ત્યારે પોતાની સાથે હીરા અને સુગંધિત ચોખા લઈને આવ્યા હોવાનું પણ માનવામાં આવે છે.

  સુગંધના કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ખૂબ માંગ

  ભારત બાસમતીનું સૌથી મોટું ઉત્પાદક છે. વિશ્વમાં બાસમતી ચોખાના એક્સપોર્ટમાં ભારતની કુલ ભાગીદારી 70 ટકા જેટલી છે. જ્યારે પાકિસ્તાનની ભાગીદારી 30 ટકા કરતાં ઓછી છે. ભારતના ઘણા પ્રદેશમાં બાસમતી ચોખા ઉગે છે. વર્ષ 2020-21ના એપ્રિલથી ફેબ્રુઆરી વચ્ચે ભારતે 41.5 લાખ ટન બાસમતી 27 હજાર કરોડમાં વેચ્યા હતા. જ્યારે પાકિસ્તાનની મીડિયા સંસ્થા ડોના મત મુજબ પાકિસ્તાન એક બિલિયન ડોલરના બાસમતી નિકાસ કરે છે.

  બાસમતીને ટેગની શું જરૂર?

  અત્યારે ભારતને બાસમતીના ઉત્પાદન માટે મોટી બજાર અને પર્યાપ્ત ભાવ મળી રહ્યો છે, તો પછી ટેગની શું જરૂર છે? અથવા પાકિસ્તાનને શું લાગે વળગે? આની પાછળ અસુરક્ષા કરતા બાસમતી ચોખાને બચાવવાની વાત છે. હકીકતમાં, એવું થઈ રહ્યું છે કે દેશના ઘણા રાજ્યો તેનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમાંથી ઘણા લોકો ટેગ માંગી શકે છે. અલબત ટેગ ફક્ત એક જ ક્ષેત્રમાં મળે છે.


  " isDesktop="true" id="1105035" >

  ગુણવત્તા અને ઇતિહાસના આધારે ટેગ આપવાની વાત

  દાખલા તરીકે મધ્ય પ્રદેશ બાસમતી માટે ટેગની માંગણી કરી છે. જોકે, ઐતિહાસિક રીતે મધ્યપ્રદેશ ક્યારેય પણ બાસમતીનું પ્રથમ ઉત્પાદન ક્ષેત્ર રહ્યું નથી. તો આવી સ્થિતિમાં જો તેને ટેગ આપી દેવામાં આવે તો અન્ય રાજ્યો ભડકી શકે છે અથવા ટેગ માંગી શકે છે. જેના પરિણામે ચોખાની ગુણવત્તા ઉપર અસર થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની માંગ ઘટી શકે છે. આ જ કારણે કોઈ એક અને સૌથી સારી ગુણવત્તાના બાસમતી ચોખા ઉત્પાદન કરતાં રાજ્યને ટેગ આપવાની વાત છે. જેથી ગુણવત્તા જળવાય અને માંગ ઉપર અસર થાય નહી.
  First published:

  Tags: Basmati rice gi tag, પાકિસ્તાન, ભારત