Azim Premji Success Story: અઝીમ પ્રેમજી (Azim Premji) ભારતનું એક એવું વ્યક્તિત્વ છે, જેને લોકો બિઝનેસમેન તરીકે ઓછા અને પરોપકારી દાનવીર તરીકે વધુ માને છે. પ્રેમજી ભારત ટોપ IT કંપનીમાં એક વિપ્રો (Wipro)ના ફાઉન્ડર છે. વિપ્રોની નેટવર્થ 3 લાખ 46 હજાર 537 કરોડ રૂપિયા છે (30 ઓગસ્ટ,2021ઓ). એક નાની કંપની કઇ રીતે લાખો કરોડોની મલ્ટી નેશનલ કોર્પોરેશન (MNC)માં પરીવર્તિત થઈ ગઈ, તેને સમજવા માટે તમારે જાણવું પડશે કે અઝીમ પ્રેમજીના જીવનમાં આવેલા દરેક ઉતારચઢાવ. પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત પ્રેમજીના જીવનના સફરમાં સાદગી, ઈમાનદારી, સાહસ અને મહેનતના ઘણા કિસ્સાઓ જોડાયેલા છે.
બિઝનેસમેનના ઘરે જન્મ્યા હતા અઝીમ પ્રેમજી
પ્રેમજીને જાણ્યા પહેલા જરૂરી છે કે તેમના પરીવારનો ઇતિહાસ પણ જાણી લઈએ. અઝીમનો જન્મ એક બિઝનેસમમેનની ઘરે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજી એક નામાંકિત ચોખાના વેપારી હતા. બર્મા(હાલ મ્યાનમાર)માં તેમનો ચોખાનો વેપાર હતો, જેના કારણે તેમને રાઇસ કિંગ ઓફ બર્મા (Rice King of Burma) કહેવામાં આવતા હતા.
તે બર્મા(હાલ મ્યાનમાર)થી ભારત આવી અને ગુજરાતમાં રહેવા લાગ્યા. ગુજરાત આવીને પણ તેમણે ચોખાનો વેપાર શરૂ કર્યો અને ધીમે-ધીમે તેમની ગણતરી ભારતના ચોખાના મોટા વેપારીઓમાં થવા લાગી. કહેવાય છે કે 1945(જ્યારે ભારત આઝાદ નહોતું)માં અંગ્રેજોની અમુક નીતિઓના કારણે તેમને પોતાનો ચોખાનો વેપાર બંધ કરવો પડ્યો. અઝીમ પ્રેમજીએ 1945માં વનસ્પતિ ઘી બનાવવાનો વેપાર શરૂ કર્યો અને કંપની બનાવી. જેનું નામ હતું વેસ્ટર્ન ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ(Western Indian Products Limited). આ કંપની વનસ્પતિ તેલ અને કપડા ધોવાનો સાબુ બનાવતી હતી.
તેને સંજોગ કહી શકાય છે કે આ કંપનીની સ્થાપના અઝીમ પ્રેમજીના જન્મવર્ષમાં જ થઈ. અઝીમનો જન્મ 24 જુલાઇ, 1945માં થયો તો કંપનીની સ્થાપના 29 ડિસેમ્બર, 1945માં થઇ હતી.
વિદેશમાં ભણી રહ્યા હતા, પરંતુ...
સ્વાભાવિક રીતે અઝીમ પ્રેમજીના પરીવારની આર્થિક સ્થિતિ સારી હતી, તો શરૂઆતી જીવનમાં ભણતર દરમિયાન તેમને સમસ્યાઓ આવી ન હતી. મુંબઇમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ (Electrical Engineering) કરવા અમેરિકા સ્થિત સ્ટેન્ડફોર્ડ યૂનિવર્સિટી (Stanford University) ચાલ્યા ગયા. તે સમયે અઝીમ પ્રેમજીની ઉંમર 21 વર્ષ હતી, પરંતુ તેમની સાથે કંઇક એવું થવાનું હતું, જેનાથી તેમનું સમગ્ર જીવન બદલી જવાનું હતું. વાત 1966ની છે, જ્યારે સ્ટેન્ડફોર્ડમાં અભ્યાસ કરતી સમયે તેમને જાણવા મળ્યું કે તેમના પિતાનું નિધન થયું છે. અઝીમ પ્રેમજીને સ્વદેશ પરત ફરવું પડ્યું.
જીવનની કપરી પરીક્ષા સમયે પણ રહ્યા મક્કમ
અઝીમ પ્રેમજી માટે આ સમય સ્વાભાવિક રીતે ખૂબ કપરો હતો. દરેક પગલે તેમના વિશ્વાસ અને સાહસની પરીક્ષા લેવાઇ રહી હતી. માત્ર 21 વર્ષની ઉંમરમાં અઝીમ પ્રેમજીએ કંપની પોતે જ સંભાળવાનો નિર્ણય લીધો. આ નિર્ણયનો વિરોધ કંપનીના જ કોઇ શેરહોલ્ડરે કર્યો. તેણે કહ્યું કે, 21 વર્ષનો છોકરો જેને ખાસ કરીને કામનો કોઇ અનુભવ નથી, તે કંપની કઇ રીતે સંભાળશે.
જોકે આ વાત 21 વર્ષીય યુવકનું મનોબળ ડગાવી શકતી હતી, પરંતુ અઝીમ પ્રેમજીએ તેને એક ચેલેન્જ તરીકે લીધો અને કંપની સંભાળી. તેમણે કંપનીના કાર્યક્ષેત્રને ખૂબ આગળ વધાર્યું.
IT કંપની Wiproનો ઉદય
1977 સુધી વેપાર ખૂબ ફેલાઇ ચૂક્યો અને અઝીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને વિપ્રો (Wipro) કર્યુ. વર્ષ 1980 બાદ એક મોટી આઇટી કંપની આઇબીએમ(IBM) ભારતમાં વેપાર કરીને નીકળી તો અઝીમ પ્રેમજીએ પોતાની દૂર દ્રષ્ટીથી ઓળખી લીધી અને તે ક્ષેત્રમાં આવનાર સમયમાં ઘણો વેપાર અને કામ હશે તેની પરખ પણ કરી લીધી. પછી શું હતું...
વિપ્રોએ એક અમેરિકન કંપની સેન્ટિનલ કમ્પ્યૂટર્સ(Sentinel Computers) સાથે મળીને માઇક્રો કમ્પ્યૂટર્સ બનાવવાનું કામ શરૂ કર્યુ. સેન્ટિનલ કમ્પ્યૂટર્સની સાથે ટેક્નોલોજી શેરીંગનો એગ્રીમેન્ટ હતો. થોડા સમય બાદ વિપ્રોએ પોતાના હાર્ડવેરને સપોર્ટ કરતા સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.
કાર પાર્કિંગવાળો રસપ્રદ કિસ્સો
અઝીમ પ્રેમજી પોતાના ઓફિસ પરીસરમાં જ્યાં પોતાની કાર પાર્ક કરતા હતા, એક દિવસ કોઇ એમ્પ્લોઇએ ત્યાં કાર પાર્ક કરી દીધી. જ્યારે આ વાત કંપનીના અધિકારીઓને જાણ થઇ તો તેમણે તે જગ્યાને માત્ર પ્રેમજીની કાર પાર્ક કરવાની જગ્યા તરીકે જાહેર કરી દીધી. આ વાતની જાણ અઝીમ પ્રેમજીને થતા તેમણે આ નિયમને નકાર્યો અને કહ્યું કે, ત્યાં કોઇ પણ પોતાની ગાડી પાર્ક કરી શકે છે. જો મારે ત્યાં મારી ગાડી પાર્ક કરવી છે, તો મારે બીજા કરતા પહેલા ઓફીસ આવવું જોઇએ.
દાન કરવાના મામલે છે કર્ણ જેવી ગાથા
આપણે બધા દાનવીર કર્ણ વિશે જાણીએ છીએ. તેમની પાસે જે પણ માંગવા માટે આવ્યા તે ક્યારેય ખાલી હાથ પરત નથી ફર્યા. અઝીમ પ્રેમજીએ પોતાની કમાણીનો મોટો ભાગ પરોપકારી અને સેવાના કાર્યોમાં લગાવ્યો છે. તે પોતાના ભાગના 60 ટકાથી વધુ શેર તેમના નામથી ચાલતી ફાઉન્ડેશનના નામે કરી ચૂક્યા છે. આ સંસ્થા ભારતના ઘણા રાજ્યોમાં શિક્ષણથી લઇને અનેક કાર્યો કરે છે.
દરરોજ 22 કરોડ રૂપિયાનું દાન
અઝીમ પ્રેમજીએ 2019-20માં સેવા કાર્યો માટે દરરોજ લગભગ 22 કરોડ રૂપિયા એટલે કે કુલ મળીને 7904 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર