Home /News /explained /મીઠાઈની ડિલિવરીથી લઈને પુસ્તકો સુધી, Spaceમાં અવકાશયાત્રીઓ આ રીતે કરે છે પોતાને રિલેક્સ

મીઠાઈની ડિલિવરીથી લઈને પુસ્તકો સુધી, Spaceમાં અવકાશયાત્રીઓ આ રીતે કરે છે પોતાને રિલેક્સ

કેનેડિયન સ્પેસ એજન્સીએ સ્પેસમાં અવકાશયાત્રીઓની મનપસંદ પ્રવૃત્તિ વિશે જણાવ્યું (Image credit- Twitter/@csa_asc)

How astronauts relax in space: કેનેડિયન સ્પેસ એજન્સીની રિપોર્ટ મુજબ, અંતરિક્ષયાત્રી ધરતી પર દેખાતા તોફાન, વીજળીનું પડવું, સૂર્યોદય, સૂર્યાસ્ત અને અલગ-અલગ દેશોના નકશાને જુએ છે. એટલે આ તેમનું મનપસંદ કામ હોય છે.

How astronauts relax in space: મોટાભાગે લોકો સપ્તાહમાં 5 દિવસ કામ કરે છે અને 2 દિવસ આરામ કરે છે, પરંતુ અંતરિક્ષ (Space)માં એસ્ટ્રોનોટ્સ સાથે એવું નથી હોતું. તેમની પાસે આરામ કરવા માટે બહુ ઓછો સમય હોય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં અવકાશયાત્રી પોતાનો સમય કઈ રીતે પસાર કરે છે, તેની જાણકારી કેનેડિયન સ્પેસ એજન્સીએ આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ, અવકાશમાં માઇક્રોગ્રેવિટી હોવાને લીધે અહીં તેઓ એકથી બીજી જગ્યાએ હવામાં તરતા પહોંચે છે. મોટાભાગના અવકાશયાત્રી (Astronauts) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી જોવાનું પસંદ કરે છે. સામાન્ય માણસોને લાગે છે કે અહીં તેમને રિલેક્સ થવા માટે કોઈ સુવિધા નથી મળતી, પરંતુ એવું નથી.

અંતરિક્ષમાં પણ થાય છે હોમ ડિલીવરી

કેનેડિયન સ્પેસ એજન્સીની રિપોર્ટ મુજબ, સ્પેસ સ્ટેશન એક દિવસમાં પૃથ્વીના 16 ચક્કર લગાવે છે. આ દરમિયાન અંતરિક્ષયાત્રી ધરતી પર દેખાતા તોફાન, વીજળીનું પડવું, સૂર્યોદય, સૂર્યાસ્ત અને અલગ-અલગ દેશોના નકશાને જુએ છે. એટલે આ તેમનું મનપસંદ કામ હોય છે.

એક સામાન્ય માણસને લાગે છે કે અવકાશમાં વસ્તુની ડિલીવરી નહીં થતી હોય, પણ એવું નથી. અવકાશયાત્રીઓના પરિજનો તેમના માટે ઘણો સામાન મોકલે છે. જેમ કે, મિઠાઈઓ, પુસ્તકો, મેગેઝીન, ફોટો અને લેટર્સ. આ વસ્તુઓને કાર્ગો પેકેજના માધ્યમથી ધરતીથી સ્પેસ સ્ટેશન મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: Artemis થી જોડાયુ Israel, અભિયાનના પ્રથમ તબક્કામાં કેવો થશે ખાસ ઇઝરાઇલી પ્રયોગ?

સ્પેસ સ્ટેશનમાં છે ડીવીડી અને પુસ્તકોની લાયબ્રેરી

સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ માટે અલગથી બે લાયબ્રેરી પણ છે. તેમાં પુસ્તકો, ડીવીડી અને સીડી અવેલેબલ હોય છે. ફ્રી ટાઈમમાં એસ્ટ્રોનોટ્સ તેનો ઉપયોગ કરે છે. આ સિવાય મિશન કન્ટ્રોલ સેન્ટરના સાથીઓ સાથે પરિવાર અને મિત્રો સાથે પણ વાત કરી શકે છે. ઇમેઇલ, હેમ રેડિયો અને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ તેઓ કનેક્ટ રહે છે.

કેનેડિયન સ્પેસ એજન્સીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘માનસિક સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓનો સામનો પૃથ્વી અને સ્પેસના લોકો પણ કરે છે. અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર વિવિધ પ્રવૃત્તિઓ કરીને પોતાને રિલેક્સ કરે છે.’

સ્લો ઇન્ટરનેટ કનેક્શનથી સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

સ્પેસ સ્ટેશન પર 2010થી જ ઇન્ટરનેટ (Internet)ની સુવિધા આપવામાં આવી છે. અવકાશયાત્રી ઇન્ટરનેટના માધ્યમથી લોકો સાથે કનેક્ટ રહે છે. જો કે, અહીં સુધી પહોંચનારું ઇન્ટરનેટ કનેક્શન ધીમું ચાલે છે પરંતુ ઇમેલ ચેક કરવું, સર્ફિંગ કરવું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં કોઈ મુશ્કેલી નથી થતી.

આ પણ વાંચો: જાણો Lockdownમાં કેમ ઘટી વીજળી પડવાની ઘટનાઓ

મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરવા મુશ્કેલ છે, પણ અશક્ય નથી

અવકાશમાં એસ્ટ્રોનોટ્સ માટે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું સરળ નથી હોતું. ત્યાં ગુરુત્વાકર્ષણ (gravity) ઓછું હોવાને લીધે શરીરનું બેલેન્સ જાળવતા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરવું મુશ્કેલ હોય છે. એટલે અવકાશયાત્રીઓ પોતાના પગને ફસાવીને બેલેન્સ બનાવે છે અને સ્પેસ સ્ટેશનમાં હાજર વાંસળી, સેક્સોફોન અને ગિટાર જેવા વાદ્યો વગાડે છે.
First published:

Tags: Astronauts, Explained, International Space Station, Nasa નાસા, Space Station, Space અંતરિક્ષ, જ્ઞાન

विज्ञापन