Home /News /explained /Asteroid Chasing Earth: 11 ફેબ્રુઆરીએ થનારી આકાશીય ઘટનાએ જગાવી ચિંતા, પૃથ્વી પર પડશે આવી અસર
Asteroid Chasing Earth: 11 ફેબ્રુઆરીએ થનારી આકાશીય ઘટનાએ જગાવી ચિંતા, પૃથ્વી પર પડશે આવી અસર
જો આ એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાય તો ભારે તારાજી થઈ શકે છે. (પ્રતીકાત્મક ફોટો)
Earth Asteroid Update: નાસા (NASA)એ કહ્યું છે કે 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરોઈડ (ક્ષુદ્ર ગ્રહ) પસાર થશે અને જો આ એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાય તો ભારે તારાજી થઈ શકે છે. આ એસ્ટેરોઈડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ મોટો છે.
Asteroid Chasing Earth: ધરતી માટે આમ તો મનુષ્ય જ મોટું સંકટ બન્યો છે, પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ એક એવા જોખમ અંગે ચેતવણી આપી છે, જેણે દરેકના કાન સરવા કરી દીધા છે. નાસા (NASA)એ કહ્યું છે કે 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરોઈડ (ક્ષુદ્ર ગ્રહ) પસાર થશે અને જો આ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાય તો ભારે તારાજી થઈ શકે છે.
જણાવી દઈએ કે આપણી પૃથ્વી અંતરિક્ષમાંથી પડતા કેટલાય એસ્ટેરોઈડનો સામનો કરે છે, તેમાંથી કેટલાક ક્ષુદ્ર ગ્રહ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થઈ જાય છે તો કેટલાક સમુદ્રમાં પડે છે, પરંતુ જો કોઈ વિશાળકાય એસ્ટેરોઈડ સમુદ્રને બદલે જમીન પર પડે તો તે ભારે વિનાશનું કારણ બની શકે છે.
કેટલો મોટો છે આ એસ્ટેરોઈડ
નાસાએ જણાવ્યું છે કે પૃથ્વી તરફ ઝડપી ગતિએ આગળ વધી રહેલા આ એસ્ટેરોઈડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ મોટો છે. તેનું નામ 138971 (2001 CB21) રાખવામાં આવ્યું છે. આ એસ્ટેરોઈડની પહોળાઈ 4265 ફૂટ છે અને નાસાએ તેને પૃથ્વીની સૌથી નજીકથી પસાર થનારા એસ્ટરોઇડ્સની યાદીમાં સ્થાન આપ્યું છે. જો કે, પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયા પછી પણ તે પૃથ્વીથી ત્રણ મિલિયન માઇલના અંતરે પસાર કરશે.
11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી પસાર થશે આ એસ્ટરોઇડ આ એસ્ટરોઇડ પહેલીવાર 21 ફેબ્રુઆરી 1900ના રોજ જોવા મળ્યો હતો. ત્યારથી તે લગભગ દર વર્ષે સોલર સિસ્ટમની નજીકથી પસાર થાય છે. તે છેલ્લે 18 ફેબ્રુઆરી 2021ના રોજ જોવા મળ્યો હતો. આ પહેલા તે 2011 અને 2019માં જોવા મળ્યો હતો. જો કે નાસાએ હજુ એ નથી જણાવ્યું કે તે કઈ જગ્યાએથી પસાર થશે, પરંતુ તે 11 ફેબ્રુઆરી અને 24 એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના ગણિત મુજબ આ એસ્ટરોઇડ 11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી પસાર થશે.
જણાવી દઈએ કે આવા ઘણા ક્ષુદ્ર ગ્રહ હોય છે જે આકારમાં ઘણા નાના હોય છે. પૃથ્વીની નજીકથી પસાર થયા પછી પણ આવા નાના ક્ષુદ્ર ગ્રહોની માહિતી નથી મળી શકતી. એવામાં નાસાએ એક અભિયાન શરૂ કર્યું છે, જેનાથી આ સમસ્યાનો અંત આવશે. જો ભૂલથી પણ લઘુગ્રહો પૃથ્વી સાથે અથડાઈ જાય તો પૃથ્વી પર તબાહી સર્જાવાનું નક્કી છે અને તેથી જ આ ક્ષુદ્ર ગ્રહો પર ચાંપતી નજર રાખવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર