Home /News /explained /

Ask The Doctor: કોવિડ પોઝિટિવ બાળકોમાં માતા-પિતાએ કેમ MIS-C લક્ષણો મુદ્દે ધ્યાન રાખવું જોઈએ?

Ask The Doctor: કોવિડ પોઝિટિવ બાળકોમાં માતા-પિતાએ કેમ MIS-C લક્ષણો મુદ્દે ધ્યાન રાખવું જોઈએ?

ડૉ. નરેન્દ્ર કુમાર અરોરા (News18 Image)

વાયરસનો ચેપ લાગ્યા બાદ બાળકોમાં શું અસામાન્ય છે? પુખ્તો અને બાળકોને લાગતું કોરોના સંક્રમણ કઈ રીતે અલગ છે? જાણો તમામ સવાલોના જવાબ

(SIMANTINI DEY)

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો ભય અને અસલામતીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ભયના કારણે ખોટી માહિતી ફેલાવા લાગી છે. લોકો આવી માહિતીને સાચી માની બેસે છે. ત્યારે આજે આરોગ્યથી માંડી રસી સુધીના સવાલના જવાબ આપતા પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ (Paediatric Gastroenterologist) અને નેશનલ કોવિડ -19 ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય ડૉ. નરેન્દ્ર કુમાર અરોરા (Dr Narendra Kumar Arora)ની આ કોલમમાં કોરોના વાયરસ અને તેની રસી (Corona Vaccine)ની બાળકો (Children) પર અસર અંગે માહિતી આપવામાં આવી છે.

બાળકો માટે કઈ રસી સુરક્ષિત?

જે રસીની વ્યવસ્થિત ટ્રાયલ હાથ ધરાઈ હોય અને પછી ડ્રગ રેગ્યુલેટરો દ્વારા મંજૂરી આપવામાં આવી હોય, તેવી જ રસી બાળકોને આપવામાં આવશે. બાળકો પર વ્યવસ્થિત ટ્રાયલ થયું હોય તેવી કેટલીક રસીઓ વૈશ્વિક સ્તરે છે. આવી રસીનો ડેટા ઈમ્યુન રિસ્પોન્સ અને સલામતી બંને માટે ઉપલબ્ધ છે. ભારતમાં ભારત બાયોટેકની રસી 2થી 18 વર્ષની વયના બાળકો માટે ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે અને તેના પરિણામો થોડા મહિનામાં આવશે. આ ઉપરાંત કેડીલા ઝાયડ્સની DNA રસીનું મૂલ્યાંકન 12થી 18 વર્ષની વયના બાળકો પર કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો ફાઈઝર અને મોડર્ના દ્વારા બનાવવામાં આવેલી રસીઓ ઉપલબ્ધ કરશે, ત્યારે 12-18 વર્ષથી ઓછી વયના બાળકોને આપી શકાશે.

બાળકો પર વેક્સિનની શું સાઈડઇફેક્ટ થઇ શકે?

બાળકોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવાનો હેતુ જ સેફટી સાથે સકારાત્મક અસરોને શોધવાનો છે. સામાન્ય રીતે બાળકોમાં પણ પુખ્તો જેવી આડઅસરો જોવા મળી શકે. તેથી રસીકરણ પછી બાળકને એક અથવા બે દિવસ માટે થોડો તાવ, પીડા જેવો અનુભવ થઇ શકે છે. કોઈપણ ગંભીર આડઅસરોની અપેક્ષા નથી. છતાં પણ રસીકરણની અસરોનું નિરીક્ષણ કરતી નેશનલ એઈએફઆઈ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા આડઅસરોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો, કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

વાયરસનો ચેપ લાગ્યા બાદ બાળકોમાં શું અસામાન્ય છે? પુખ્તો અને બાળકોને
લાગતું કોરોના સંક્રમણ કઈ રીતે અલગ છે?

મોટાભાગના કેસમાં બાળકો એસિમ્પટમેટિક રહે છે અથવા તો હળવો તાવ, ઉધરસ અને ઝાડા જેવી માંદગીમાં પટકાય છે. તાવ માટે પેરાસિટામોલ, ઝાડા માટે રીહાઇડ્રેશન, અને ઉધરસ માટે કફ સીરપ આપવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સામાં બાળક તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અનુભવે છે. જેની સારવાર પુખ્ત વ્યક્તિને અપાતી સારવાર જેવી જ છે.

જૂજ કિસ્સામાં રોગની શરૂઆતના 2-6 અઠવાડિયા પછી દુર્લભ મલ્ટીકોર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ થઈ શકે છે. જેમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના લક્ષણો (MIS-C)માં તાવ, ઉલટી, ઝાડા, પેટમાં દુઃખાવો, ત્વચા પર ફોલ્લીઓ, ઝડપી શ્વાસન, લાલ આંખો, હોઠ અને જીભની સોજો, અતિશય રડવું, સુસ્તી અને અતિશય ઊંઘનો સમાવેશ થાય છે. અલબત્ત બધા બાળકોમાં આવા લક્ષણો પણ જોવા મળતા નથી. શરૂઆતમાં સંક્રમિત બાળક એસિમ્પ્ટોમેટિક બની શકે છે. રિકવરીના 2-6 અઠવાડિયા પછી ફરીથી લક્ષણો વિકસાવવાનું શરૂ થઈ શકે છે.

બાળકો અભિવ્યક્ત કરી શકતા નથી ત્યારે તેમની સંભાળ કઈ રીતે લેવી?

મોટાભાગના કિસ્સાઓમાં બાળકો અને માતાપિતાને એક સાથે ચેપ લાગ્યો હોય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં માત્ર બાળકને ચેપ લાગ્યો હોય છે. આવી સ્થિતિમાં બાળકની નર્સિંગ કરનારે ખાસ કાળજી રાખવી પડે. બાળકની સંભાળ લેતી વખતે માસ્ક, ફેસ શિલ્ડ, પી.પી.ઇ. કીટ પહેરવા જોઈએ. ઉપરાંત સંભાળ રાખનારએ પરિવારથી અલગ રહેવું જોઈએ.

આ પણ વાંચો, Corona Vaccine: કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડથી બની રહી છે વધુ એન્ટીબોડી, નવી સ્ટડીમાં દાવો

બાળકોમાં બીમારીની તીવ્રતા દર્શવતા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ. જેમાં પ્રથમ ક્રમે જો લક્ષણોની શરૂઆતના 5 -6 દિવસ પછી બાળકને સતત તાવ હોય, બીજા ક્રમે ઝડપી શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ હોય, બાળક વધુ પડતું રડે, વધુ ઝાડા થતા હોવાનો સમાવેશ થાય છે. જૂજ કિસ્સામાં જેમ આપણે પહેલા ઉપર ચર્ચા કરી તેમ બાળકને સુસ્તી, ત્વચા પર ફોલ્લીઓ, શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય છે. આવું થાય ત્યારે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

બાળકોને અસર કરી શકે તેવી ત્રીજી લહેર માટે સરકારની તૈયારી કેવી હોવી જોઈએ?

એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર રોગ થવાનું જોખમ વધુ છે. કારણ કે, પ્રથમ વર્ષમાં તેમની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે ઉભી થતી નથી. આવા બાળકોને વેન્ટિલેટર સપોર્ટ સાથે આઇસીયુ સારવારની જરૂર પડી શકે છે. એ જ રીતે મધ્યમ અસર ધરાવતા થોડા મોટા બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડે છે. તેથી માતાપિતા કોવિડ પોઝિટિવ બાળકો સાથે રહી શકે તેવી ખાસ સુવિધા હોવી જોઈએ. ખાસ કરીને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ મહત્વનું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ ગર્ભવતી મહિલાઓની સંભાળ રાખવા માટે વધુ સુવિધાઓ આવવાની જરૂર પડી શકે છે. કારણ કે બાળકના પ્રિમેચ્યોર ડિલિવરીની સંભાવના વધારે છે. આવા બાળકો માટે ખાસ સંભાળ યુનિટની જરૂર હોય છે. તેથી હાલના કોવિડ કેર સેન્ટરોમાં બાળકોને અનુકૂળ સુવિધાઓ ઉમેરવાની સાથે નવી સુવિધાઓ સ્થાપવાની જરૂર છે. કેટલાક રાજ્યોએ તે મુજબ કોવિડ કેર સુવિધાઓ વધારવાની શરૂઆત કરી દીધી છે.
કોવિડ -19ની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ તીવ્ર હતી, તો શું હજુ વધુ લહેરો હોઈ શકે? મહામારીના ફેલાવાને નિયંત્રિત કરવાની સૌથી અસરકારક રીત કઈ છે?

જ્યારે કોઈ વાઇરસ ફાટી નીકળે ત્યારે તે એક ક્ષેત્રમાં સૌથી સંવેદનશીલ વસ્તીને ચેપ લગાડે છે. તેનાથી ચેપગ્રસ્ત લોકોમાં એન્ટિબોડીઝની ડિગ્રી પણ વિકસે છે. જે વ્યક્તિને થોડા સમય માટે ચેપ સામે સુરક્ષિત રાખે છે. ખૂબ જ લાંબા સમય સુધી ગંભીર ચેપથી રક્ષણ આપે છે. બીજી લહેરમાં વસ્તીના મોટા ભાગને એસિમ્પ્ટોમેટિક ચેપ લાગ્યો છે. ભવિષ્યમાં હજુ લહેર આવી શકે, પરંતુ તેના નિશ્ચિત સમય અંગે વધુ કહી શકાય નહીં. જોકે, આપણે હવે કેવા પ્રકારની તૈયારી કરીએ છીએ, તેના પર તેની ગંભીરતા નક્કી કરવામાં આવશે. બીજી લહેરમાં મુખ્યત્વે COVID-19 વાયરસના ડેલ્ટા અને આલ્ફા વેરિયન્ટ મુખ્ય હતા. ભારતમાં લગભગ 75% વસ્તીમાં જાન્યુઆરી 2021માં એન્ટિબોડીઝ નહોતી. જેથી આપણે કોરોનાના નિયમો પાળવા જ પડશે.

આ પણ વાંચો, India Fights Corona: દેશમાં 62 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 2427 દર્દીનાં મોત

આગામી લહેર સામેની તૈયારીમાં દેશમાં એપીડેમીઓલોજીકલ અને જિનોમિક સર્વેલન્સ સિસ્ટમ બની છે. જેથી સંભવિત ખતરનાક વેરિયન્ટ વહેલી તકે ઓળખી શકાય. આ વેરિયન્ટના ફેલાવોને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.

આ ઉપરાંત સમાજ તરીકે દરેક વ્યક્તિએ કોરોનાના નિયમોને જીવનશૈલીમાં ઉતારવા પડશે. આગામી અઠવાડિયામાં દેશમાં બધા માટે પૂરતી રસી હશે. જે મહામારી સામે લડવા આ આપણું મહત્વનું શસ્ત્ર છે. દેશના દરેક ભાગમાં રસી પહોંચાડવા માટે આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. દરેક નાગરિકોએ આગળ આવી રસી લેવી પડશે. પડકારોનો સામનો કરવા માટેનું આ એકમાત્ર સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.
First published:

Tags: Ask the Doctor, Children, Coronavirus, Covid vaccine, COVID-19, Explainer, Health Tips, Kids, Paediatric, Pandemic

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन