Home /News /explained /

ડૉ. સુબ્રમણ્યમ પાસેથી જાણો- શા માટે વેક્સીન લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાય છે?

ડૉ. સુબ્રમણ્યમ પાસેથી જાણો- શા માટે વેક્સીન લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાય છે?

ડૉ. સુબ્રમણ્યમની ફાઇલ તસવીર (Image Credit: News18)

વેક્સીન લીધા બાદ કોરોનાના લક્ષણો અને વેક્સીનેશનના લક્ષણોને કેવી રીતે ઓળખવા?

SIMANTINI DEY. કોરોના વાયરસ (Coronavirus)ને 1 વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે. અત્યારે લગભગ દરેક વ્યક્તિ કોરોના (Covid-19)ના ડર હેઠળ જીવી રહી છે અને અસરુક્ષા અનુભવી રહી છે. આ સમયે કોરોનાને લગતી ખોટી માહિતી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જેને દૂર કરવા માટે અલગ અલગ ખોટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં દર રવિવારે એક કોલમ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં કોરોનાના સમયમાં વેક્સીન (Covid Vaccine)ને લગતા સવાલના જવાબ આપતી વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે.

આ અઠવાડિયાની કોલમમાં આપણી સાથે છે ડૉ. નેરલ્લા સુબ્રમણ્યમ (Dr. Neralla Subrahmanyam) MS, MCh ન્યુરોસર્જરી, જેઓ એપી મેડિકલ અને હેલ્થ સર્વિસીસમાં ન્યુરોસર્જરીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને આંધ્રપ્રદેશમાં ઈન્ડિયન મેડિક એસોસિએસનમાં પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. ડૉ.સુબ્રમણ્યમે mRNA વેક્સીન, પ્લાઝમા થેરાપી અને હેપ્પી હાયપોક્સિયાને લગતા સવાલો અંગે જાણકારી આપી છે.

વેક્સીન લીધા બાદ પણ શા માટે લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે? વેક્સીન લીધા બાદ કોરોનાના લક્ષણો અને વેક્સીનેશનના લક્ષણોને કેવી રીતે ઓળખવા?

WHOએ જણાવ્યું છે કે વેક્સીનના કારણે PCR કે એન્ટિજન કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ નથી આવતો. ટેસ્ટથી વ્યક્તિમાં રહેલી બીમારીની જાણકારી મળે છે, વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે કે નહીં તેની જાણકારી નથી મળતી. જો કોઈ વ્યક્તિને કોરોના હોય ત્યારે વેક્સીન લે છે તો વેક્સીનના કારણે નહીં, પરંતુ થોડા દિવસ પછી કોરોનાને કારણે તે વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવી શકે છે. જો કદાચ વેક્સીનેશન પ્રક્રિયા દરમ્યાન અથવા તેના પછી વ્યક્તિ વાયરસ સાથે સંપર્કમાં આવે છે, તો તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવી શકે છે. WHO વારંવાર જણાવે છે કે વેક્સીનના કારણે કોવિડ-19 થતો નથી.

આ પણ જુઓ, Viral Video: કોરોનાથી મોત થતાં યુવકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કચરાની લારીમાં લઈ જવાયો

ઘણા વ્યક્તિઓમાં રસી લીધા બાદ માથાનો દુખાવો, હળવો તાવ, શરીર દુખવું, ઈંજેક્શન લીધુ તે જગ્યાએ સોજો આવે છે અથવા તે ભાગ લાલ થઈ જાય છે. આ લક્ષણો એક-બે દિવસમાં દૂર થઈ જાય છે અથવા તેના માટે પેરાસિટામોલ દવા લેવાની રહે છે. જો કોરોનાની વાત કરવામાં આવે તો કોરોનાના લક્ષણોમાં 5-6 દિવસના સમયગાળામાં ધીરે ધીરે વૃદ્ધિ થાય છે. કફ, નાકમાંથી પાણી નીકળવું, ગળામાં દુખાવો, કોઈપણ વસ્તુની સ્મેલ અને ટેસ્ટ ન આવવો, તાવ, નબળાઈ અને ત્યારબાદ કેટલાક કેસમાં શ્વાસમાં તકલીફ જોવા મળે છે. આ તમામ લક્ષણો બીમારીની તીવ્રતા પર આધાર રાખે છે.

mRNA વેક્સીન non-mRNA વેક્સીન કરતા વધુ કાર્યક્ષમ છે?

દરેક વેક્સીનમાં એક એજન્ટ રહે છે, જે બીમારી પેદા કરતા સૂક્ષ્મ જીવ જેવું દેખાય છે, તે નબળા અને મરી ગયેલ માઈક્રોબનું એક સ્વરૂપ છે. વેક્સીન શરીરમાં વાયરસ સામે લડવા માટે એન્ટીબોડી બનાવે છે. એન્ટીબોડી વ્યક્તિના એન્ટીજન, જેનેટિક (આનુવંશિક) રચના અને રોગપ્રતિકારક ક્ષમતા ઉપર આધાર રાખે છે. તેથી દરેક વ્યક્તિ પર વેક્સીનની અલગ અલગ અસર જોવા મળે છે. અનેક પ્રકારની રસીના ડેટા પર અત્યારે સ્ટડી કરવામાં આવી રહી છે. mRNA વેક્સીનની ક્ષમતા અન્ય વેક્સીન કરતા વધુ છે. ભારતમાં જે રસી ઉપલબ્ધ છે તે કોવિડ-19 સામે વધુ અસરકારક છે.

કોવિશીલ્ડ વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે 6-8 અઠવાડિયાથી વધારીને 12-16 અઠવાડિયાનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ 6-8 અઠવાડિયાની અંદર લીધો છે તેમનું શું થશે? શું તેમની પાસે પૂરતી ઈમ્યુનિટી નથી?

જો તમે વેક્સીનનો ડોઝ 4-6 અઠવાડિયાની વચ્ચે લીધો છે, તેના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ અત્યારે પણ કોવિડ-19 સામે સુરક્ષિત છે. કોવિડ-19 અને તેની વેક્સીનેશન માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે તે માટેના અધિક ડેટા અને માહિતી પ્રાપ્ત થશે, ત્યારે નવી ગાઈડલાઈનની આવશ્યકતા રહેશે.

કેટલાક લોકોને વેક્સીન લીધા બાદના લક્ષણો જોવા મળતા નથી, તો તેના વિશે શું માનવું? શું તેનો અર્થ એવો છે કે વેક્સીન અસર નથી કરી રહી?

વેક્સીન લેનાર દરેક વ્યક્તિમાં વેક્સીન લીધા બાદના લક્ષણો જોવા મળતા નથી. તેનો અર્થ એ નથી કે વેક્સીનની અસર નથી થઈ રહી. શરીરની ઈમ્યુન સિસ્ટમ વેક્સીનને પ્રતિક્રિયા આપે છે અને વેક્સીન લીધા બાદ એન્ટીબોડી બનાવે છે અને કોવિડ સામે સુરક્ષા આપે છે.

કોવિડ-19 સારવારમાં પ્લાઝમા થેરાપી કેવી રીતે મદદ કરે છે? કોરોનાના દર્દીઓમાં કેવી રીતે કાર્ય કરે છે?

કોવિડ-19માંથી રિકવર થયેલ દર્દીઓ બ્લડ ડોનેટ કરે છે, તેમાં એન્ટીબોડી રહેલ હોય છે, જે વાયરસ સામે લડવાની ક્ષમતા ઉત્પન્ન કરે છે. કોરોનાના દર્દીઓને વાયરસ સામે લડવાની ક્ષમતા ઉત્પન્ન કરવા માટે પ્લાઝમા થેરાપી આપવામાં આવે છે. પ્લાઝમા થેરાપીના કેટલાક જોખમને જોતા WHO અને ICMR દ્વારા તેના ઉપયોગની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હેપ્પી હાયપોક્સિયાની કોવિડ-19 પર ચિંતાજનક અસર જોવા મળે છે. તે માનવીના ફેંફસા પર કેવી રીતે અસર કરે છે? શું તેની મદદથી ફેંફસામાં ઓક્સિજનના સ્તરને વધારી શકાય?

સામાન્ય પરિસ્થિતિમાં માનવ શરીરમાં હાયપોક્સિયામાં માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને શ્વાસ ચઢવા જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. કેટલાક કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછુ હોવા છતા તેઓ નોર્મલ ફીલ કરે છે. સ્વસ્થ વ્યક્તિમાં ઓક્સિજનનું સ્તર 94% કરતા ઉપર જોવા મળે છે અને તે ઓક્સિમીટરથી સરળતાથી માપી શકાય છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થવાથી હ્રદય, ફેંફસા, બ્રેઈન અને કિડની જેવા શરીરના અંગો પર અસર પડે છે.

આ પણ વાંચો, લાંબા Working Hours જીવલેણ સાબિત થઈ રહ્યા છે! WHOના રિચર્સમાં ચોંકાવનારો ખુલાસોકોરોનામાં સામાન્ય રીતે ફેંફસા પર સોજો જોવા મળે છે, ન્યુમોનિયા થાય છે, લોહીના ગઠ્ઠા થાય છે અને અન્ય અસર જોવા મળે છે. આ કારણોસર ફેંફસામાં ઓક્સિજનના પરિવહન પર અસર થાય છે અને હાયપોક્સિયા થવાનું કારણ બને છે. પ્રોન એક્સરસાઈઝની મદદથી ફેંફસાને લાભ થાય છે. જ્યારે ઓક્સિજનના સ્તરમાં સતત ઘટાડો થાય છે, ત્યારે નાકની નળીની મદદથી અને ઓક્સિજન માસ્કની મદદથી ઓક્સિજન આપવામાં આવે છે. ગંભીર કેસોમાં વેન્ટીલેટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
First published:

Tags: Corona Second Wave, Corona vaccine, Coronavirus, Covid vaccine, COVID-19, Pandemic

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन