Home /News /explained /

Explained: ઈઝરાયલના જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદમાં હિંસા પાછળ કઈ બાબતો કારણભૂત?

Explained: ઈઝરાયલના જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદમાં હિંસા પાછળ કઈ બાબતો કારણભૂત?

પવિત્ર ધર્મસ્થળ જેરુસલેમ માટે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે (Photo: Reuters)

પવિત્ર ધર્મસ્થળ જેરુસલેમ માટે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે

નવી દિલ્હી. ઈઝરાયલ (Israel)માં આવેલા પવિત્ર ધર્મસ્થળ જેરુસલેમ (Jerusalem) અત્યારે હિંસક ઘટનાઓના (Violence) કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા અનેક સપ્તાહથી પેલેસ્ટાઇન દેખાવકારો (Palestinian Protesters) અને ઈઝરાયલ પોલીસ (Israel Police) વચ્ચે રોજેરોજ ઘર્ષણ અને હિંસા દૃશ્યો સર્જાય છે. તાજેતરમાં અલ-અક્સા મસ્જિદ ખાતે પણ હિંસા થઈ છે. પવિત્ર ધર્મસ્થળ જેરુસલેમ માટે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સ્થળ માટે ઇઝરાયલ અને અરબ વચ્ચે થયેલું યુદ્ધ વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે.

આવી સ્થિતિમાં ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદી ધર્મ માટે જેરુસલેમ શા માટે મહત્વનું છે, તે અંગે જાણવાનો પ્રયાસ કરીએ. ત્રણેય ધર્મોના ઉદ્ભવ અને વિકાસમાં આ સ્થળ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાનું માનવામાં આવે છે.

જેરુસલેમ ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમોના હૃદયમાં વસેલું છે. આ સ્થળ માટે સદીઓથી વિવાદ થતો આવ્યો છે. વર્તમાન સમયની ઇઝરાયલની રાજધાની જેરુસલેમને હિબ્રુ ભાષામાં યેરુશાલીમ અને અરેબિકમાં અલ કુદ્સ કહેવામાં આવે છે. જેરુસલેમ વિશ્વના સૌથી જુના શહેરો પૈકીનું એક છે. આ શહેર પર સમયાંતરે અલગ અલગ સત્તાએ કબજો જમાવ્યો હતો. યુદ્ધો પણ થયા હતા. આ શહેર ઘણી વખત નાશ પામ્યું હતું અને ફરી બેઠું પણ થયું હતું. જમીનના દરેક પડ નીચે અલગ અલગ ઇતિહાસ દટાયેલા છે.

જોકે, આ બધું વિભિન્ન ધર્મો વચ્ચેના વિખવાદ પર કેન્દ્રિત હતું. પરંતુ જ્યારે જેરુસલેમની પવિત્રતાની વાત આવે, ત્યારે આ ધર્મો એક સમાન વિચારસરણી ધરાવે છે.

આ પણ વાંચો, Chinese માલ બેકાર! 330 ફુટની ઊંચાઈ પર તૂટી ગયો કાચનો બ્રિજ, દુર્ઘટનાના દૃશ્યો Viral

ઓલ્ડ સિટીના સાંકડી ગલીઓ અને ઐતિહાસિક સ્થાપત્યમાં ક્રિશ્ચિયન, મુસ્લિમ, યહૂદી અને આર્મેનિયનની છાપ જોવા મળે છે. ઓલ્ડ સિટીની દીવાલોમાં ફોર્ટ્રેસ જેવા પથ્થર છે, આસપાસ વિશ્વની પવિત્ર સાઇટ્સ પણ જોવા મળે છે.

આ શહેર પર ખ્રિસ્તી ધર્મની અલગ છાપ જોવા મળે છે. આર્મેનિયન પણ ખ્રિસ્તી જ છે. ચારેય સંપ્રદાયમાં આર્મેનિયનનો ભાગ સૌથી ઓછો છે, પરંતુ તે વિશ્વમાં સૌથી જુના આર્મેનિયન સેન્ટર તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. આર્મેનિયન સમુદાયે સેન્ટ જેમ્સ ચર્ચ અને મઠમાં પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને સભ્યતા જાળવી રાખી.

ચર્ચ

ખ્રિસ્તીઓના વારસામાં ચર્ચ પવિત્ર સમાધિ છે. આ ચર્ચ વિશ્વભરના ખ્રિસ્તીઓ માટેનું મહત્ત્વનું કેન્દ્ર છે. આ સ્થળના કેન્દ્રમાં ઇસુની કથા, તેમના મૃત્યુ, વધસ્તંભ અને પુનરુત્થાન છે. મોટાભાગની ખ્રિસ્તી પરંપરા મુજબ ઈસુને તે સ્થળે અથવા કલવેરી ટેકરીએ વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા હતા. તેમની સમાધિ કબરમાં સ્થિત છે અને આ તેમના પુનરુત્થાનનું સ્થળ પણ હતું.

આ ચર્ચ વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયોના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત થાય છે. જેના સંચાલનમાં મુખ્યત્વે ગ્રીક ઓર્થોડોક્સ પેટ્રિયાર્થ, રોમન કેથલિક ચર્ચના ફ્રાંસીસીયન ફ્રાયર્સ અને આર્મેનિયન પેટ્રિઅરકટ સહીત ઈથોપિયન્સ, કોપ્ટિક્સ, અને સીરિયન ઓર્થોડોક્સ ચર્ચ પણ તેનું સંચાલન કરે છે. આ સ્થળ ખ્રિસ્તીઓ માટે મુખ્ય યાત્રાધામો પૈકીનું એક છે. લાખો ખ્રિસ્તીઓ ઈસુની ખાલી સમાધિની મુલાકાત લે છે અને પ્રાર્થના કરે છે.

મસ્જિદ

અહીં ચારમાંથી સૌથી મોટો મુસ્લિમ સમુદાય છે. જેમાં ડોમ ઓફ રોક મસ્જિદ અને અલ-અક્સા મસ્જિદ છે. જે મુસ્લિમોમાં હરામ અલ-શરીફ અથવા નોબલ સેન્ચ્યુરી તરીકે ઓળખાય છે. મસ્જિદ ઇસ્લામની ત્રીજી પવિત્ર જગ્યા છે અને ઇસ્લામિક ટ્રસ્ટ વકફ તેનું સંચાલન કરે છે.

આ પણ વાંચો, Fact Check: શું ચા પીવાથી કોરોના નથી થતો? જાણો શું છે હકીકત

મુસ્લિમોનું માનવું છે કે મોહમ્મદ પયગંબર તેમની રાત્રિની મુસાફરી દરમિયાન મક્કાથી અહીંયા આવ્યા હતા અને બધા પયગંબરોની આત્માઓ સાથે પ્રાર્થના કરી હતી. થોડા જ અંતરે ડોમ ઓફ રોકની આધારશિલા છે. મુસ્લિમોના મત મુજબ ત્યાંથી મોહમ્મદ સ્વર્ગમાં ગયા હતા. મુસ્લિમો આખા વર્ષ આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે, પરંતુ પવિત્ર રમજાનના દર શુક્રવારે હજારો મુસ્લિમો મસ્જિદમાં નમાઝ પઢવા આવે છે.

વોલ

એક પવિત્ર મંદિર એક સમયે જ્યાં ઉભું થયું હતું, તે માઉન્ટની દિવાલ જાળવી રાખનાર અવશેષ તરીકે કોટેલ- પશ્ચિમી દીવાલ છે. મંદિરમાં હોળી ઓફ હોલીઝ હતું. જેને યહુદી ધર્મનું સૌથી પવિત્ર સ્થળ ગણાય છે.

યહૂદીઓનું માનવું છે કે, તે પાયાના પથ્થરનું સ્થાન હતું. જ્યાંથી વિશ્વની રચના કરવામાં આવી હતી. જ્યાં અબ્રાહમ તેમના પુત્ર ઇસાકના બલિદાન માટે તૈયાર થયા હતા. ઘણા યહૂદીઓ ડોમ ઓફ ધી રોકને હોલી ઓફ હોલિઝનું સ્થળ માને છે. જેની પ્રાર્થના કરવા માટે આજે પશ્ચિમી દીવાલ સૌથી નજીકનું સ્થળ છે. ત્યાંનું સંચાલન પશ્ચિમી દિવાલના રબ્બી દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે ત્યાં લાખો મુલાકાતીઓ આવે છે. રજાઓ દરમિયાન વિશ્વભરના યહૂદીઓ આ સ્થાનની મુલાકાત લઈ તેમના વારસા સાથે જોડાય છે.
First published:

Tags: Christian, Explained, Israel, Jerusalem, Jew, Mosque, Violence, મુસ્લિમ

આગામી સમાચાર