Home /News /explained /Arun Jaitley Birth Anniversary: વિદ્યાર્થી નેતાથી આર્થિક પરિવર્તનના સૂત્રધાર બનવા સુધીની સફર

Arun Jaitley Birth Anniversary: વિદ્યાર્થી નેતાથી આર્થિક પરિવર્તનના સૂત્રધાર બનવા સુધીની સફર

21મી સદીની શરૂઆતથી જ જેટલી ભાજપના એક અગ્રણી નેતા રહ્યા

Arun Jaitley Birth Anniversary: અરુણ જેટલી (Arun Jaitley)એ 21મી સદીમાં ભારતના એવા આર્થિક પરિવર્તનમાં યોગદાન આપ્યું છે જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ એક કુશળ વક્તા, વકીલ, નેતા, મિત્રોની મદદ માટે તત્પર અને એક ઉમદા સમન્વય ધરાવતા નેતા તરીકે ઓળખાય છે.

વધુ જુઓ ...
Arun Jaitley Birth Anniversary: અરુણ જેટલી (Arun Jaitley)ને તેમના સમયના એક અગ્રણી નેતા ઉપરાંત દેશના એક વિશેષ નાણાં મંત્રી (Finance Minister) તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ નિશંકપણે દેશના મોટા રાજકીય પરિવર્તન કાળના નેતા રહ્યા, પણ આ સમયમાં દેશ એવા આર્થિક અને રાજકીય પરિવર્તનનો સાક્ષી બન્યો જેમાં જેટલીની એક મહત્વની ભૂમિકા રહી. આજે 28 ડિસેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ હંમેશાથી એક કુશળ વક્તા, વકીલ (Lawyer), નેતા, મિત્રોની મદદ માટે તત્પર અને એક ઉમદા સમન્વય ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. ક્રિકેટથી માંડીને વકીલાત અને રાજકારણ (Politics), જે પણ ક્ષેત્રમાં તેઓ સક્રિય રહ્યા, તેમના વિરોધી તેમનાથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યા.

દિલ્હી બની કર્મભૂમિ

અરુણ જેટલીનો જન્મ દિલ્હીમાં પંજાબી હિન્દુ મોહ્યાલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મહારાજ કિશન વ્યવસાયે વકીલ હતા અને તેમની માતા રતન પ્રભા જેટલી ગૃહિણી હતી. દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી તેમણે બીએની ડિગ્રી ઓનર્સ સાથે પ્રાપ્ત કર્યા પછી તેઓ 1977માં દિલ્હી યુનિવર્સિટીની જ ફેકલ્ટી ઓફ લોમાંથી કાયદામાં સ્નાતક થયા.

નેતૃત્વની ક્ષમતા કોલેજમાં દેખાઈ

અરુણ જેટલીની નેતૃત્વ ક્ષમતા કોલેજકાળથી જ દેખાતી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા હતા અને 1974માં દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ પદે પહોંચ્યા હતા. 1973માં રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઝુંબેશ દરમિયાન તેઓ એક અગ્રણી પાયાના નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

arun jaitley birthday special
GSTમાં કેન્દ્ર-રાજ્યના પરસ્પર સહયોગ માટે રચાયેલી GST કાઉન્સિલની સફળતા માટે સર્વસંમતિ બનાવવાનો શ્રેય જેટલીને જાય છે.


ઈમરજન્સીમાં અરુણ જેટલી

ઈમરજન્સી (1975થી 1977) દરમિયાન જેટલી ખૂબ સક્રિય રહ્યા. 26 જૂન 1975ના રોજ વહેલી સવારે તેમણે ઈમરજન્સીનો વિરોધ કરતા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પૂતળું બાળ્યું હતું. તેઓ કહેતા કે તેઓ ઇમરજન્સી વિરુદ્ધ 'પ્રથમ સત્યાગ્રહી' હતા. આ કારણોસર તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને 19 મહિના સુધી જેલમાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે બંધારણ સભાની સમગ્ર ચર્ચા વાંચી નાખી હતી.

આ પણ વાંચો: Atal Bihari Vajpayee Birthday: જાણો શું છે વાજપેયીનો સુશાસન સિદ્ધાંત

એક કુશળ વકીલ

1980માં બીજેપીથી જોડાયા બાદ તરત જ અરુણ જેટલી તેમની દિલ્હી યુથ વિંગના પ્રમુખ બન્યા. આ પછી રાજકારણની સાથે 1980ના દાયકામાં વકીલાતમાં વધુ સક્રિય રહ્યા અને 1987માં તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ બન્યા અને 1990ના દાયકામાં દેશમાં બિન-કોંગ્રેસી સરકાર આવ્યા પછી તેઓ દેશના સૌથી યુવા એડિશનલ સોલિસિટર જનરલ બન્યા. આ દાયકામાં તેઓ કાનૂની બાબતોમાં તેમના પક્ષના નેતાઓનો કુશળતાપૂર્વક બચાવ કરવા માટે જાણીતા બન્યા.

વધતી લોકપ્રિયતા

21મી સદીની શરૂઆતથી જ જેટલી ભાજપના એક અગ્રણી નેતા રહ્યા. અટલ સરકારમાં વિનિવેશ રાજ્ય મંત્રી રહેલા જેટલી 2003માં ભાજપના પ્રવક્તા બન્યા અને 2009માં રાજ્યસભામાં વિપક્ષ નેતા બન્યા. આ દરમિયાન તેઓ હંમેશા તાર્કિક રીતે પોતાનો મજબૂત પક્ષ રાખીને લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: Explainer: બાળકોને કઈ વેક્સિન લાગશે, રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? જાણો દરેક સવાલના જવાબ

આર્થિક મોરચે જેટલી

વર્ષ 2014 સુધીમાં જેટલીની ગણતરી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓમાં થવા લાગી. તેમણે મોદી સરકારમાં નાણા, સંરક્ષણ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયો બખૂબી સંભાળ્યા હતા અને GST જેવા કાયદા લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. GSTમાં કેન્દ્ર-રાજ્યના પરસ્પર સહયોગ માટે રચાયેલી GST કાઉન્સિલની સફળતા માટે સર્વસંમતિ બનાવવાનો શ્રેય જેટલીને જાય છે.

પરોક્ષ કર ઘટાડવાનું કામ હોય, નોટબંધી જેવા જટિલ અને પડકારજનક કાર્યને અમલમાં મૂકવાનું હોય કે જાહેર ક્ષેત્રની બેંકોમાં સુધારાનું કામ હોય, જેટલી હંમેશા વખાણને પાત્ર રહ્યા છે. જન ધન ખાતું, મુદ્રા યોજના વગેરે જેવી યોજનાઓની સફળતામાં પણ જેટલીના યોગદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
First published:

Tags: Birth anniversary, Explained, અરૂણ જેટલી, ભાજપ, ભારત, રાજકારણ