Home /News /explained /

April Fools’ Day 2022: શા માટે અને ક્યારથી મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ ડે? વાંચો રોચક ઇતિહાસ

April Fools’ Day 2022: શા માટે અને ક્યારથી મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ ડે? વાંચો રોચક ઇતિહાસ

આખી દુનિયા 1 એપ્રિલને Fool’s Day તરીકે ઓળખે છે. (પ્રતીકાત્મક ફોટો: shutterstock)

April Fools’ Day 2022: તમે એપ્રિલ ફૂલ ડે સાથે જોડાયેલા ઘણા જોક્સ અને કિસ્સાઓ વાંચ્યા કે સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ આખરે શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસ પહેલી વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો?

    April Fools’ Day 2022: આખી દુનિયા 1 એપ્રિલના દિવસને મૂર્ખ દિવસ (April Fools Day) તરીકે ઓળખે છે. આ દિવસે લોકો સ્કૂલ, કોલેજ, ઓફિસ અને ઘરમાં એકબીજાને બેવકૂફ બનાવવા માટેની ટ્રિક્સ અપનાવે છે અને કોઈ ફૂલ (Fool) બને તેનો ભરપૂર આનંદ ઉઠાવે છે. બાળકો હોય કે વડીલ, બધા ઉત્સાહથી ‘મૂર્ખ બનાવવાના મિશન’માં ભાગ લે છે.

    તમે એપ્રિલ ફૂલ ડે સાથે જોડાયેલા ઘણા જોક્સ અને કિસ્સાઓ વાંચ્યા કે સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ આખરે શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસ પહેલી વખત ક્યારે અને શા માટે ઉજવવામાં આવ્યો હતો? આવો જાણીએ એપ્રિલ ફૂલ ડેનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા.

    આ પણ વાંચો: શું પેટ્રોલ-ડિઝલની જેમ પાણીથી પણ ચાલી શકે છે કાર? શું કહે છે અત્યાર સુધીના પ્રયોગ

    એપ્રિલ ફૂલ ડે સાથે જોડાયેલી માન્યતાઓ

    પહેલી માન્યતા

    સમગ્ર વિશ્વમાં લોકો આ દિવસની ઉજવણી કરે છે. માહિતી અનુસાર આ દિવસ 1381માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. એક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજા (King of England) રિચાર્ડ દ્વિતિય અને બોહેમિયાની રાણી એની (Anne, Queen of Bohemia)એ સગાઈની જાહેરાત કરી હતી. તેમની સગાઈની તારીખ (Engagement date) 32 માર્ચ 1381 નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ થયા અને બધાએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું. પાછળથી તેમને ખબર પડી કે કેલેન્ડર (Calendar)માં 32 માર્ચની કોઈ તારીખ નથી, એટલે કે બધા મૂર્ખ બની ગયા છે. એક અહેવાલ મુજબ ત્યારથી 1લી એપ્રિલના રોજ ફૂલ ડે મનાવવાનું શરૂ થયું.

    બીજી માન્યતા

    એપ્રિલ ફૂલ ડે સંબંધિત બીજા મત મુજબ તેની શરૂઆત ફ્રાન્સ (France)થી થઈ. કહેવાય છે કે વર્ષ 1582માં ચાર્લ્સ પોપે (Charles Pope) જૂના કેલેન્ડરને બદલીને તેની જગ્યાએ નવું રોમન કેલેન્ડર (Roman Calendar) લાગુ કર્યું હતું. તેમ છતાં ઘણા લોકોએ જૂના કેલેન્ડરને અનુસરવાનું ચાલુ રાખ્યું. એટલે કે જૂના કેલેન્ડરને અનુસરીને, તે મુજબ નવા વર્ષની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ત્યારથી એપ્રિલ ફૂલ્સ ડે ઉજવવાનું શરૂ થયું.

    આ પણ વાંચો: આપણા લોહીમાં દોડી રહ્યા છે માઇક્રોપ્લાસ્ટિક! પહેલી વાર થઈ સત્તાવાર પુષ્ટિ

    ભારતમાં તેની ઉજવણી ક્યારે શરૂ થઈ?

    કેટલાક અહેવાલો અનુસાર અંગ્રેજોએ ભારતમાં આ દિવસ 19મી સદીમાં ઉજવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને ઉજવવાનો ક્રેઝ વધ્યો છે. સોશિયલ મીડિયા પર તેને લગતા મીમ્સ અને જોક્સ પણ દર વર્ષે વાયરલ થાય છે. જોકે કોઈની સાથે મજાક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે એ મજાક જીવલેણ સાબિત ન થાય. એપ્રિલ ફૂલ ડેની આડમાં કોઈએ ધર્મ, જાતિ કે કોઈની બીમારી અને મૃત્યુ અંગેની મજાક ન કરવી જોઈએ.
    Published by:Nirali Dave
    First published:

    Tags: April 2022, Explained

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन