પાંચમા સમુદ્રને મળી માન્યતા: નેટ જીઓના કાર્ટગ્રાફર્સે એન્ટાર્કટિકાના દક્ષિણ મહાસાગરને સત્તાવાર ઓળખ આપી

પાંચમા સમુદ્રને મળી માન્યતા: નેટ જીઓના કાર્ટગ્રાફર્સે એન્ટાર્કટિકાના દક્ષિણ મહાસાગરને સત્તાવાર ઓળખ આપી
Image for representation, Credits: Reuters

નેશનલ જિયોગ્રાફી સોસાયટીના જિયોગ્રાફર એલેક્સટેટ તમામ નકશામાં ફેરફારની દેખરેખ રાખે છે. તેમનું કહેવું છે કે, તેમણે દક્ષિણ મહાદ્વીપની આજુબાજુના પાણીને એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના ઠંડા દક્ષિણી ભાગ તરીકે વર્ગીકૃત કર્યું હતું.

 • Share this:
  વિશ્વમાં ચાર મહાસાગર હોવાનું અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ. પરંતુ આપણા જનરલ નોલેજમાં હવે ફેરફાર કરવાની જરૂર ઉભી થઇ છે. પૃથ્વી પર નવા મહાસાગરને શોધી કાઢવામાં આવ્યો છે. જેના પરિણામે મહાસાગરની સંખ્યા ચારમાંથી પાંચ થઈ છે. નેશનલ જિયોગ્રાફી કાર્ટગ્રાફર્સે એન્ટાર્કટિકાના દક્ષિણ મહાસાગરને તેમના નકશા પર માન્યતા આપી છે.

  વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે 1915થી વિશ્વના નકશા બહાર પડતી સોસાયટીએ 8મી જૂને અપડેટની જાહેરાત કરી હતી. ડેઇલી મેઈલના રિપોર્ટ મુજબ નેશનલ જિયોગ્રાફિકે એન્ટાર્કટિકા ખંડની આસપાસના જળ પ્રવાહને દક્ષિણ મહાસાગર તરીકે ઓળખાવ્યો છે. આ મહાસાગરને વિજ્ઞાનિકો દ્વારા ઘણા સમયથી માન્યતા આપવામાં આવી છે, પરંતુ તે આંતરાષ્ટ્રીય સ્તરે દલીલનો વિષય હોવાથી તેને ક્યારેય જાહેર કરાયું નહોતું.  આ પણ વાંચો- હિમાલયમાં ઊડતી ખિસકોલીની બે નવી પ્રજાતિ મળી આવી, શોધથી વિજ્ઞાનિકો રોમાંચિત

  નેશનલ જિયોગ્રાફી સોસાયટીના જિયોગ્રાફર એલેક્સટેટ તમામ નકશામાં ફેરફારની દેખરેખ રાખે છે. તેમનું કહેવું છે કે, તેમણે દક્ષિણ મહાદ્વીપની આજુબાજુના પાણીને એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના ઠંડા દક્ષિણી ભાગ તરીકે વર્ગીકૃત કર્યું હતું.

  તેમણે વિસ્તારથી સમજાવ્યું કે, તેમની મેપ પોલિસી કમિટી નવા સ્વતંત્ર મહાસાગરનું ઇકોલોજીકલ અસ્તિત્વ અલગ હોવાના કારણે તેના લાભ અંગે દલીલ કરી રહી હતી.

  વૈજ્ઞાનિકો અને પ્રેસના સદસ્યોએ એન્ટાર્કટિકા સર્કમ્પોલર કરન્ટને અન્ય ત્રણેય મહાસાગરથી માન્યો છે અને દક્ષિણ મહાસાગર નામ આપ્યું છે. સોસાયટીએ તેને અલાયદી વોટર બોડી ગણવાનું નક્કી કર્યું છે. દક્ષિણ સમુદ્રના ઠંડા પાણીમાં જોવા મળતી અનોખી દરિયાઇ જીવસૃષ્ટિને કારણે તેને એક અલગ વોટરબોડી તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે.

  આ પણ વાંચો- એક રૂપિયાનાં ખર્ચા વગર રસોડામાં હાજર આ 6 વસ્તુઓ આપનો ચહેરો ચમકાવી દેશે

  એલેક્સટેટએ વધુમાં જણાવ્યું હતું કે, આશા છે કે દક્ષિણ મહાસાગર અંગે સોસાયટીની નવી નીતિ લાંબા સમયથી અજાણ્યા રહેલા સમુદ્ર વિશે વધુ શીખવામાં બાળકોની ઉત્સુકતાને પ્રોત્સાહિત કરશે. તેમણે તારણ કાઢ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમુદ્રની દુનિયા વિશેની માહિતી તેઓ કયા મહાસાગરોનો અભ્યાસ કરે છે તેના દ્વારા શીખે છે.
  Published by:News18 Gujarati
  First published:June 11, 2021, 13:33 pm

  ટૉપ ન્યૂઝ